આ રીતે ઘરે જ કૂકરમાં બનાવો પાર્લે જી બિસ્કીટથી સુપર ટેસ્ટી કેક, જાણો કેકની રેસિપી.

0
2326

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે જે રેસિપી લઈને આવ્યા છીએ, તે છે પાર્લે જી બિસ્કીટની કેકની રેસીપી. જણાવી દઈએ કે આ કેક બનાવવામાં ઘણી જ સરળ અને ખાવામાં ખુબ ટેસ્ટી હોય છે. અને આ કેક તમે ખુબ જ ઓછા સામાન દ્વારા ઘરે જ બનાવી શકો છો, એ પણ ખુબ ઓછા સમયમાં.

કેક માટે જરૂરી સામગ્રી :

દૂધ – 1 કપ

પાર્લે જી બિસ્કીટના પેકેટ – 4

ટુટી-ફૂટી – 2 મોટી ચમચી (આની જગ્યા પર ડ્રાય ફૂડનો પણ ઉપયોગ કરી શકો)

ખાવાનો સોડા – 1/2 નાની ચમચી

દળેલી ખાંડ – 4 ચમચી

વેનીલા એસેન્સ – 1/2 મોટી ચમચી (આ એક વિકલ્પ છે)

કેક બનાવવાની રીત :

કેક બનાવવા માટે સૌથી પહેલા તો મીક્ષરના જારમાં બધા પાર્લે જી બિસ્કીટ ગ્રાઈન્ડ કરી દેવાના છે. આનો એકદમ પાઉડર બનાવી દેવાનો છે. અને પાઉડર થઈ ગયા પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં ખાંડ ઉમેરવાની છે. મિત્રો જણાવી દઈએ કે, ખાંડ તમારા પ્રમાણ ઉમેરવાની છે. કારણ કે બિસ્કીટમાં પહેલાથી જ ખાંડ હોવાના કારણે તમે તમારા પ્રમાણ અનુસાર વધારે-ઓછી કરી શકો છો.

હવે તેમાં તમારે નાખવું હોય તો વિકલ્પ સ્વરૂપે વેનીલા એસેન્સ ઉમેરવાનું છે. હવે દરેક વસ્તુ સારી રીતે મિક્ષ કરી દેવાની છે. ત્યારબાદ એમાં દૂધને થોડું થોડું કરીને ઉમેરવાનું છે, જેથી આ મિશ્રણ વધારે પાતળું ન બની જાય. જો મિશ્રણ પાતળું થઈ જાય તો કેક બરાબર બનશે નહિ. આને એક તરફથી જ હલાવતા રહેવાનું છે. સારી રીતે મિક્ષ થઈ ગયા પછી તેમાં ખાવાનો સોડા ઉમેરવાનો છે. ત્યારબાદ તમારે એમાં ટુટી-ફૂટી એડ કરી દેવાની છે.

કેક બનાવવા માટે તમે કૂકરની સાથે આવેલા ગોળ વાસણ લઈ શકો છો, અથવા તો કૂકરની અંદર સરતાથી અંદર બહાર કાઢી શકાય તેવું વાસણ લઈ લેવાનું છે. ત્યારબાદ તે વાસણમાં થોડું ઘી નાખીને ચારેય તરફ લગાડી દેવાનું છે, જેથી કેક વાસણમાં ચીપકી ન જાય. હવે આની ઉપર થોડો મેંદો કે ઘઉંનો લોટ પાઉડરની જેમ થોડો ફેલાવી દેવાનો છે. ત્યારબાદ તમે જે મિશ્રણ બનાવ્યું છે તેને એડ કરી દેવાનું છે, અને તેને થોડું હલાવી દેવાનું છે જેથી તેનો ઉપરનો આકાર સારો આવે. આની ઉપર થોડી ટુટી-ફૂટી એડ કરી દેવાની છે જેથી આ સરસ દેખાય.

આ તૈયાર થઈ ગયા પછી કૂકરને ગેસ પર મુકી દો. અને ગેસની સાથે જે પ્લેટ આવે તેને કૂકરની અંદર મુકવાની છે, જેથી કેક વાળું વાસણ થોડું ઉપર રહે. કૂકરને 5 મિનિટ સુધી ગરમ થવા દો. હવે કુકરનું ઢાંકણું લગાડી દેવાનું છે અને કૂકરની સીટી આવે તેને કાઢી દેવાની છે. હવે તેને 25 થી 30 મિનિટ સુધી ધીમા ગેસ પર રાખી દેવાનું છે. 20 મિનિટ પછી ચેક કરી લેવાનું છે કે કેક બની છે કે નહિ. ચેક કરવા માટે તમે ચપ્પુ વગેરેને કેકમાં નાખીને બહાર કાઢો તો એકદમ ક્લીન આવે તો કેક તૈયાર છે, ત્યારબાદ 5 મિનિટ માટે પાછુ ઢાંકણું બંધ કરીને તેને થોડું ગરમ થવા દેવાનું છે.

હવે તમે તેને કુકર માંથી કાઢી લો અને ઠંડી થવા માટે મૂકી દો. કેક ઠંડી થઈ ગયા પછી એક ચપ્પુ લઈને તેની કિનારીમાં ફેરવી નાખો. હવે તેને એક પ્લેટમાં ઊંઘું મૂકી દો અને ઉપરથી તેને ઘીમેથી મારો એટલે કેક નીચે આવી જશે. પછી ધીરેથી વાસણ ઉપર કરી લેવાનું છે અને કેકને ધ્યાન પૂર્વક પલ્ટી દેવાની છે. તમારી કેક ખાવા માટે તૈયાર છે.