CAA ના પ્રદર્શનકારીઓને ચુપ કરવા માટે બેંગ્લોર DCP ની અનોખી રીત, જુવો વાયરલ વિડીયો

0
418

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે. જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

નાગરિકતા સંશોધન એક્ટના પાસ થતા જ દિલ્હીથી શરુ થયેલો વિરોધ આખા દેશમાં જોર પકડી લીધું. દરેક તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને તેવામાં પ્રશાસન પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ૧૯ ડીસેમ્બરના રોજ દિલ્હી સહીત લખનઉ, અલીગઢ, મુંબઈ અને બેંગલુરુંમાં પણ સીએએ વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયા છે. પરંતુ સીએએ પ્રદર્શનકારીઓને ચુપ કરાવવા માટે બેંગલુરું DCPની અનોખી રીત જે જોયા પછી તમને લાગશે કે સાઉથ ઇન્ડીયન ફિલ્મો આવી રીતે જ નથી બનતી કાંઈક તો સત્ય હોતું જ હશે.

પ્રદર્શનકારીઓને ચુપ કરાવવા માટે બેંગલુરું DCPની અનીખી રીત :-

હાલના દિવસોમાં દેશમાં અનેક જગ્યાએ નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તેવામાં દેશ આખામાં પોલીસ પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝપાઝપીના સમાચાર સામે આવવા લાગ્યા પરંતુ ગુરુવારે સીએએ વિરુદ્ધ રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અલગ ઘટના જોવા મળી.

ઘટના કર્નાટકના બેંગ્લોરની છે, જ્યાં ટાઉનહોલમાં અમુક પ્રદર્શનકારી નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. જેને શાંત કરવા માટે બેંગલુરુના ડીસીપીએ એક એવી રીત કાઢી, જેમાં તમને હસવું પણ આવશે અને માનવું પણ પડશે કે કર્નાટકની સરકારમાં કાંઈક વાત તો છે. પહેલા જુવો આ વિડીયો

ડીસીપીનો પ્રદર્શનકારીઓને મનાવવાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થવા લાગ્યો છે અને તે જોઇને લોકો માત્ર ડીસીપી પરંતુ પ્રદર્શનકરિયોની પણ ઘણી પ્રસંશા થઇ રહી છે. ખાસ કરીને ડીસીપી ચેતન સિંહ રાઠોરે પ્રદર્શનકારીઓને જયારે કહ્યું કે તે ત્યાંથી જતા રહે તો તેમણે સ્પષ્ટ ના કહી દીધી. ત્યાર પછી બેંગલુરુંના ડીસીપીએ લોકો સામે ભાષણ આપ્યું અને તેમણે વિનંતી કરી કે લોકો પોતાના ઘેર જતા રહે પરંતુ લોકો માનવા માટે તૈયાર ન થયા.

ત્યાર પછી બેંગલુરુંના ડીસીપીએ કહ્યું કે અમુક અસામાજિક તત્વો આવા પ્રકારના સમયનો લાભ ઉઠાવવા માંગે છે અને તે ભડકાવવા વાળી હરકત કરે છે ત્યાર પછી હિંસા થાય છે. તેમણે કહ્યું કે તમને પોલીસ ઉપર વિશ્વાસ હોવો જોઈએ શાંતિપૂર્ણ પ્રદર્શન સમાપ્ત કરી દો. પોતાનું ભાષણ પૂરું કર્યા પછી ડીસીપી ચેતન સિંહ રાઠોરે ત્યાં હાજર પ્રદર્શનકારીઓને કહ્યું આવો મારી સાથે રાષ્ટ્રગીત ગાવ.

બસ પછી શું થયું ધીમે ધીમે પ્રદર્શન ઉપર મક્કમ રહેલા લોકો તેને સાથ આપવા લાગ્યા અને તેમની સાથે રાષ્ટ્રગીત ગાયું. પછી ધીમે ધીમે બધા આમ તેમ જતા રહ્યા અને શાંતિ પૂર્વક આ પ્રદર્શનને પૂર્ણ કરી દીધું. તેવામાં આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો ડીસીપી ચેતન સિંહ રાઠોરની ધીરજની ઘણી પ્રસંશા કરી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.