અહીં બે વિદ્યાર્થીઓના ખાતામાં આવ્યા હતા 960 કરોડ, સિસ્ટમની આ ભૂલથી રાતોરાત બન્યા કરોડપતિ.

0
156

સરકાર તરફથી મળતા યુનિફોર્મના પૈસા આવ્યા કે નહિ તે ચેક કરવા ગયા તો ખાતામાં નીકળ્યા કરોડો રૂપિયા, જાણો પછી શું થયું?

બિહારના કટિહાર જિલ્લાની બે શાળાના વિદ્યાર્થીઓના બેંક ખાતામાં 960 કરોડ રૂપિયા જમા થવાનો કેસ ઉકેલાઈ ગયો છે. કલેક્ટર ઉદયન મિશ્રાએ જણાવ્યું કે, કોર બેન્કિંગ સોલ્યુશન્સ (Core Banking Solutions) ની ગડબડને કારણે બાળકોના ખાતામાં આટલી મોટી રકમ દેખાઈ રહી હતી, પરંતુ તેમના ખાતામાં કોઈ રકમ ટ્રાન્સફર કરવામાં આવી ન હતી. મામલો ઉકેલાઈ ગયો છે.

બે બાળકોમાંથી, એકના ખાતામાં 60 કરોડ રૂપિયા અને બીજાના ખાતામાં 900 કરોડ રૂપિયાની એન્ટ્રી દેખાતી હતી. બંને બાળકો ફગડિયાના આઝમનગર પોલીસ સ્ટેશનના બગૌરા પંચાયતમાં આવેલ પસ્તિયા ગામના રહેવાસી છે. હકીકતમાં બિહારમાં શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા આપવામાં આવે છે. જે સીધા તે બાળકોના બેંક ખાતામાં આવે છે.

જ્યારે ગુરૂચંદ્ર વિશ્વાસ અને અસિત કુમાર ખાતામાં યુનિફોર્મના રૂપિયા આવ્યા છે કે નહિ તે જાણવા માટે સીએસપી કેન્દ્રમાં પૂછપરછ કરવા પહોંચ્યા, ત્યારે બંનેને ખબર પડી કે તેમના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા છે. બાળકોને આ જોઈને આશ્ચર્ય થયું. એન્ટ્રી જોઈને ત્યાં હાજર અન્ય લોકો પણ ચોંકી ગયા.

વિદ્યાર્થી અસિત કુમારના ખાતા નંબર 1008151030208001 માં 900 કરોડથી વધુની ડિપોઝિટ દેખાડવાં આવી, જ્યારે ગુરુચંદ્ર વિશ્વાસના ખાતા નંબર 1008151030208081 માં 60 કરોડથી વધુની ડિપોઝિટ દેખાડવામાં આવી રહી હતી. બંને ખાતા ઉત્તર બિહાર ગ્રામીણ બેંક ભેલાગંજ શાખાના છે.

બ્રાન્ચ મેનેજર પણ આશ્ચર્યચકિત થઈ ગયા : ગ્રામીણ બેંકના ભેલાગંજના બ્રાન્ચ મેનેજર મનોજ ગુપ્તા પણ બાળકોના ખાતાનું બેલેન્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક ધોરણે બંને બાળકોના ખાતામાંથી ચુકવણી અટકાવી દીધી અને તેમના ખાતા ફ્રીઝ કરીને તપાસના આદેશ આપ્યા. આ બાબત બેંકના વરિષ્ઠ અધિકારીઓના ધ્યાનમાં પણ લાવવામાં આવી હતી.

કલેકટરે કહ્યું – કોઈ પૈસા ટ્રાન્સફર નથી થયા : કલેકટર ઉદયન મિશ્રાએ જણાવ્યું કે, બ્રાંચ મેનેજરે કહ્યું છે કે સીબીએસના લીધે બાળકોના ખાતામાં આ રકમ દેખાતી હતી. તેમના ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા ન હતા. તપાસ બાદ આ મુદ્દો ઉકેલી લેવામાં આવ્યો છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.