આ છોકરી સાથે કરશો લગ્ન તો મળશે 65 કરોડ રૂપિયા, મંજુર રાખવી પડશે ફક્ત આ શરત

0
1929

જો લગ્નની વાત આવે, તો દુનિયાના દરેક વ્યક્તિનું એ જ સપનું હોય છે કે તેના લગ્ન પોતાના મનપસંદ પાર્ટનર સાથે થાય. છોકરા હોય કે છોકરી કોઈ પણ વ્યક્તિ લગ્નની બાબતમાં કોઈ પ્રકારનું જોખમ લેવા નથી માંગતા. એટલા માટે દરેક છોકરા કે છોકરી પોતાના મનપસંદ પાર્ટનર સાથે જ લગ્ન કરવા માંગે છે. જેથી લગ્ન પછી કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન આવે.

પણ આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવી મોડલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે બીજા લોકોની જેમ જ પોતાના મનપસંદ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. સાથે જ જણાવી દઈએ કે આ મોડલ કોઈ નાની એવી મોડલ નથી, પરંતુ ઘણી મોટી મોડલ છે. તેમજ તે ૬૫ કરોડ રૂપિયાની માલિક છે. અને એણે પોતાના મનપસંદ છોકરા સાથે લગ્ન કરવા માટે થોડી શરતો રાખી છે જે તે છોકરાએ માનવી પડશે.

જાણકારી માટે જણાવી દઈએ કે તે રૂસની પ્રસિદ્ધ મોડલ છે. અને એ મોડલનું નામ છે એના. મિત્રો એનાનું કહેવું એમ છે કે, તે જે કોઈ પણ છોકરા સાથે લગ્ન કરશે તેને પોતાની તમામ સંપત્તિ આપી દેશે. પરંતુ તેના માટે એનાએ શરત રાખી છે. એના જે છોકરાને લગ્ન માટે પસંદ કરશે તે ભારતનો રહેવાસી હોવો જોઈએ, એટલે તે ભારતીય હોવો જોઈએ. કારણ કે એનાનું દિલ ભારતીય છોકરા ઉપર આવી ગયું છે.

આ બાબતે એનાનું કહેવું છે કે, તે ભારતીય છોકરા સાથે એ કારણે લગ્ન કરવા માંગે છે, કારણ કે તે ઘણા વફાદાર હોય છે અને તે દગો નથી આપતા. આમપણ ભારતમાં પતી-પત્નીના સંબંધોને જન્મો જન્મનું બંધન માનવામાં આવે છે. અને આ બંધન એક વખત જોડાઈ જાય તો ઘણી મુશ્કેલીથી તૂટે છે. તેવામાં તે પોતાની પત્ની કે પોતાના પાર્ટનરને ક્યાંથી દગો આપી શકે છે.

અને જો કોઈ છોકરો પોતાની પત્નીને છોડવા પણ માંગે, તો સમાજ તેનું સન્માન નથી કરતા. તે ઉપરાંત ભારતીય છોકરાની વફાદારી આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ખાસ કરીને વિદેશોમાં તો લગ્ન સામાન્ય રીતે એક બીજાની જરૂરિયાત માનવામાં આવે છે.

તેવામાં જો પોતાની જરૂરિયાત પૂરી ન થાય તો પતી-પત્ની જુદા થઇ જાય છે, અને પોતાનું જીવન સ્વતંત્રતા પૂર્વક પસાર કરે છે. અને પોતાની સાથે પણ એવું થાય એમ ઇચ્છતી નથી. તે તો ઈચ્છે છે કે તે જેની પણ સાથે લગ્ન કરે તે તેમના પ્રત્યે વફાદાર રહે નહિ કે તેને દગો આપે. અને ભારતીય છોકરા વિષે આવું માત્ર આ રૂસી મોડલનું જ નથી માનવું, પરંતુ દુનિયાના દરેક દેશોમાં ભારતીય છોકરાની વફાદારીની ચર્ચા થાય છે.

એ કારણે જ વિદેશની ઘણી બધી મોડલો કે છોકરીઓ કોઈ ભારતીય છોકરાને પોતાનો જીવનસાથી બનાવવા માંગે છે. અને એનાએ તો પોતાની તમામ સંપત્તિ પણ તે છોકરાના નામે કરવાની જાહેરાત કરી છે, જેની સાથે તે લગ્ન કરશે. એનાની આ જાહેરાત સોશિયલ મીડિયા ઉપર ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે.

કારણ કે એના ઘણી જ સુંદર મોડલ છે, અને બીજું તેણે પોતાની ૬૫ કરોડની સંપત્તિ પોતાની પસંદના છોકરાના નામે કરવાની જાહેરાત કરી દીધી છે. હાલમાં એના દુનિયાની પ્રસિદ્ધ પ્લસ સાઈઝ મોડલમાં ગણાય છે. તેવામાં દરેક એના સાથે લગ્ન કરવા માંગશે. પણ હવે જોવાનું એ રહેશે કે એનાની આ શોધ કયા ભારતીય છોકરા ઉપર જઈને અટકે છે.