એક ઝાડુને ખરીદીને તેના ઉપર બાંધી દો સફેદ દોરો, ઘરમાં થઇ જશે લક્ષ્મી માં નો સ્થિર વાસ

0
2394

દરેક માણસ શ્રીમંત બનવાના સપના જુવે છે અને શ્રીમંત બનવા માટે ઘણી મહેનત પણ કરે છે. પરંતુ મહેનત કરવા છતાંપણ ઘણી વખત લોકો પૈસા કમાવામાં અસફળ રહી જાય છે. જયારે ઘણા લોકો એવા હોય છે જેના હાથમાં પૈસા આવે તો છે પરંતુ ટકતા નથી.

જો તમારી સાથે પણ આવું બધું થાય છે, તો તમે નીચે જણાવવામાં આવેલા સાવરણી સાથે જોડાયેલા ઉપાયો કરો. સાવરણી સાથે જોડાયેલા આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં ધન ભેગું થવા લાગશે અને તમારા જીવનમાં ક્યારે પણ પૈસાની કમી નહિ રહે.

સાવરણી સાથે જોડાયેલા આ વિશેષ ઉપાયો કરવાથી દુર થઇ જાય છે આર્થિક તંગી.

યોગ્ય દિવસે ખરીદો સાવરણી :

સાવરણીને માતા લક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે, અને એવું માનવામાં આવે છે કે જો તમે યોગ્ય દિવસે અને સમયે સાવરણી ખરીદો છો, તો માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં બિરાજમાન થઇ જાય છે, અને જીવનમાં ગરીબી એકદમ દુર થઇ જાય છે. એટલા માટે સાવરણી હંમેશા યોગ્ય દિવસે જ ખરીદો.

ક્યારે ખરીદવી સાવરણી :

સાવરણી ખરીદવા માટે મંગળવાર, શનિવાર અને રવીવારનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ જો આ દિવસોમાં સાવરણી ખરીદવામાં આવે તો લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર જળવાઈ રહે છે, અને માતા લક્ષ્મી તમારા જીવનમાં ધનની કમી ક્યારે પણ નહિ આવવા દે. પણ એ વાતનું ધ્યાન રાખો કે, જો તમારી ઉપર શનીની સાડાસાતી ચાલી રહી છે, તો શનિવારના દિવસે તે ન ખરીદો. કેમ કે શનિવારના દિવસે સાવરણી ખરીદવાથી શનિદેવનો પ્રકોપ તમારા જીવનમાં વધી શકે છે.

આ દિવસે ઘરમાંથી બહાર કાઢી નાખો જૂની સાવરણી

નવી સાવરણી ખરીદ્યા પછી તમે તમારા ઘરમાંથી જૂની સાવરણી વધુ સમય સુધી ન રાખો અને જૂની સાવરણીને તરત ઘરમાંથી બહાર કરી દો. આમ તો તમે એ વાતનુ ધ્યાન રાખો કે જુની સાવરણી ભૂલથી પણ શુક્રવારના દિવસે ઘરમાંથી બહાર ન કરો.

કેમ કે તે દિવસ લક્ષ્મી માતાનો હોય છે અને જો તમે તે દિવસે ઘરમાંથી સાવરણી બહાર કાઢો છો, તો તમારા ઘરમાં લક્ષ્મી માતા વાસ નથી કરતા. સાવરણી ફેંકવા માટે સૌથી સારો દિવસ શનિવારનો હોય છે, અને તમે તે દિવસે જ સાવરણીને ઘરમાંથી બહાર ફેંકો. એવું કહેવામાં આવે છે કે આ દિવસે ઘરમાંથી સાવરણી બહાર ફેંકવામાં આવે તો ઘરની ગરીબી દુર થઇ જાય છે.

નવી સાવરણી લાવ્યા પછી કરો આ કામ :

જયારે તમે નવી સાવરણી ખરીદીને લાવો છો, તો સૌથી પહેલા સાવરણી ઉપર એક સફેદ રંગનો દોરો બાંધી દો. સફેદ રંગનો દોરો સાવરણી ઉપર બાંધવાથી લક્ષ્મી માતા ઘરમાંથી ક્યારે પણ બહાર જતા નથી અને હંમેશા તમારી ઉપર કૃપા જાળવી રાખે છે.

શનિવારના દિવસે કરો ઉપયોગ :

નવી સાવરણી ખરીદ્યા પછી તમે તેનો ઉપયોગ સૌથી પહેલા શનિવારના દિવસે જ કરો. તે ઉપરાંત તમે તમારી નવી સાવરણીને ઘરની બહાર ન રાખો, અને તેને એવી જગ્યા ઉપર રાખો જ્યાં કોઈની પણ નજર તેની ઉપર ન પડે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.