કપડાં પહેરતી વખતે બટન તૂટવું અને ચાવીમાં કાટ લાગવો આપે છે આ સંકેત

0
1062

આ દુનિયામાં જે પણ ઘટનાઓ બને છે તેનો કોઈ બીજી ઘટના સાથે સંબંધ જરૂર હોય છે. ઘણી વખત તે આપણને ભવિષ્યમાં થનારી નુકશાની વિષે પણ જણાવી આપે છે. જો તમે આ સંકેતોને સમજી જાવ તો આવનારી ખરાબ વસ્તુઓને ટાળી શકો છો. તે વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા આવનારા સંકટ પ્રત્યે જાણ કરે છે. જો તમારી સાથે પણ એવું કાંઈ થાય છે, તો સારી વાત એ છે કે, તમે સાવચેતી રાખો. તો આવો એ વસ્તુ વિષે જાણી લઈએ.

છીંક આવવી :

હવે એ વાત તો બધા જાણતા જ હશે કે, તમે ક્યાય કોઈ કામ માટે જઈ રહ્યા હો અને કોઈ છીંકે તો તે અપશુકન ગણાય છે. તેમાં લોકો થોડી મિનીટ એક જ સ્થાન ઉપર બેસી જાય છે, અને પછી બહાર નીકળે છે. પરંતુ જો કોઈ એકથી વધુ વખત છીંકે છે, તો તે અશુભ સંકેત નથી હોતા. તે વખતે તમે થોડીવાર બેસ્યા વગર પણ જઈ શકો છો. આમ તો જો તમે કોઈ પ્રવાસ ઉપર જઈ રહ્યા છો, અને કોઈ ગાય રસ્તામાં છીંકે તો તે પ્રવાસ તમારે બંધ રાખવો જોઈએ. તે આવનારી દુર્ઘટનાનો સંકેત હોઈ શકે છે.

ચાવીમાં કાટ લાગવો :

ઘરની તિજોરી કે ક્બાટની ચાવીમાં જો કાટ લાગી જાય તો તે એ સંકેત છે કે, તમારા ધનને નુકશાન થવાનું છે. એવી સ્થિતિમાં તમારે એક નવી ચાવી બનાવરાવી લેવી જોઈએ. જો તમે તે કાટ વાળી ચાવીનો ઉપયોગ કરતા રહેશો તો તમારી તિજોરીમાં રાખવામાં આવેલું ધન જલ્દી ખર્ચ થવા લાગશે. એક બીજી ટીપ્સ એ છે કે, તમે ઘરની ચાવીને એક બોક્સમાં મૂકી દો જેમાં મોરપીછ મુકેલું છે તો તમારા ધનમાં વૃદ્ધી થવા લાગશે.

કપડાના બટન તુટવા :

કપડા પહેરતી વખતે જો તમારા શર્ટનું કે પેન્ટનું બટન તૂટી જાય છે તો તે ખરાબ સંકેત હોઈ શકે છે. તે તમારી પાસે દુર્ભાગ્ય લાવે છે. તેનાથી તમારા બધા કામ સુધરા સુધરતા બગડવા લાગે છે. તે ખરાબ ભાગ્ય તમારી ઉપર એક અઠવાડિયા સુધી રહી શકે છે. આ સ્થિતિમાં તમે શર્ટનું નવું બટન લગાવી દો અને એક અઠવાડિયા સુધી કોઈ જરૂરી કામ ન કરો. આમ તો જો કપડાનું આ બટન પછી પણ રસ્તામાં કે કોઈ કામ કરતી વખે તૂટી જાય તો તે સંકેત હોય છે કે તમારા દુશ્મન તમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે.

કુતરાનું ભસવું :

તમારા ઘરમાં જો કોઈ પાળેલો કુતરો છે, અને તે તમારા જવા દરમ્યાન એક મિનીટથી વધુ સમય સુધી ભસતો રહે છે તો તે અશુભ સંકેત હોય છે. તે વખતે તમારે ભગવાનને માથું નમાવીને પછી જ ઘરમાંથી નીકળવું જોઈએ. તે ઉપરાંત રાત્રે જો તમારો પાળેલો કુતરો કે પછી બહારની શેરીનો કુતરો રડે છે તો તે સંકેત હોય છે કે, ઘરની આસપાસ કોઈ ખરાબ શક્તિ ભટકી રહી છે. તે વખતે સવારે ઉઠીને તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. તે ઉપરાંત તમે ઘરમાં ગંગાજળનો છંટકાવ પણ કરી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.