બુરાડીના 6 ગજના નાનકડા મકાનની લાંબી છે સ્ટોરી, જાણો વધુ વિગત

0
814

દિલ્હી મહાનગરમાં છેલ્લા થોડા દિવસોથી બુરાડી વિસ્તારમાં ૬ ગજમાં બનેલુ એક મકાન ચર્ચામાં છે. આશરે ૬ ગજ જમીન ઉપર પાંચ વ્યક્તિઓનું કુટુંબ કેવી રીતે વસવાટ કરી રહ્યા છે, તેને લઈને સ્વભાવિક જ મનમાં જાત જાતના પ્રશ્ન ઉઠવા લાગે છે. શું કોઈ ૬ ગજ જમીનમાં પોતાનું રહેણાક બનાવી શકે છે? પરંતુ હકીકતમાં દિલ્હીના બુરાડી વિસ્તારમાં ૬ ગજની જમીન ઉપર ન માત્ર એક સુંદર મકાન બન્યું છે, પરંતુ તેમાં પાંચ સભ્યોનું એક કુટુંબ પણ રહે છે.

હકીકતમાં બુરાડીના આ નાના એવા ઘરની સ્ટોરી ઘણી મોટી છે. આ ઘરની સાથે સાથે ઘર બનાવવા વાળાની સ્ટોરી પણ રસપ્રદ છે. ઘર બનાવવાનો આઈડિયા અને ઘર બનાવવા વાળા શું ધંધો કરે છે? છેવટે કેમ ૬ ગજ જમીન ઉપટ ૧૬ ગજનો રૂમ બનાવી લીધો? તો જાણીએ કે આ બિલ્ડીંગ પાછળ સાચું મગજ અને કારીગરી કોની છે?

૬ ગજમાં બન્યું એક સુંદર એવું ઘર :

બુરાડી મેઈન રોડથી સંત નગર મેઈન માર્કેટના છેલ્લા ભાગમાં જઈએ, તો જમણા હાથ ઉપર એક નાની એવી ચોધરી ડેરી જોવા મળે છે. તમને ત્યાંથી જ સ્થાનિક લોકો ૬ ગજની જમીન ઉપર બનેલા મકાન વિષે જણાવવા લાગશે. જયારે ૬ ગજ જમીન વાળી બિલ્ડીંગ વિષે એક રાહદારીને પૂછ્યું તો તેણે જણાવ્યું કે, દુર સામે જે યાદવેન્દ્ર સ્કુલ દેખાય છે, તેની પહેલા જ ગલી નંબર ૬૨ છે. તે ગલીમાં પ્રવેશ કર્યા પછી તમે ડાબી તરફ વળી જજો તો ગલીનું છેલ્લું મકાન જ ૬ ગજ વાળું ઘર.

ખરેખર કોનો આઈડિયા છે આ નાનું ઘર?

સારું મકાન જોઇને તમે કારીગરની પ્રસંશા ન કરો એવું તો નથી હોઈ શકતું. અહિયાં આવનારા દરેક વ્યક્તિ કારીગરની પ્રસંશા કરતા થાકતા નથી. પરંતુ આ મકાન બનાવવા વાળા હવે આ વિસ્તારમાં રહેતા નથી. લોકો દ્વારા જાણવા મળ્યું કે, મકાન બનાવવા વાળો એક મજુર હતો જે પાછળથી મકાન બનાવવા વાળો કારીગર બની ગયો. તે વિસ્તારના જ એક કોન્ટ્રાકટર છે તેમને ત્યાં એ નોકરી કરતો હતો.

તે કોન્ટ્રાકટરનું કામ હતું, વિસ્તારની જમીનોનું પ્લોટીંગ કરી અને પછી વેચી દેવું. કેમ કે જે જમીન ઉપર તે મકાન બનેલું છે ત્યાં ગલી નંબર ૬૫ માટે રસ્તો નીકળવાનો હતો. એટલા માટે રસ્તો કાઢ્યા પછી ખૂણાની ૬ ગજ જમીન વધી હતી. તે કારીગરે કોન્ટ્રાકટર પાસેથી ૬ ગજનો જમીનનો ટુકડો પોતાના નામે કરાવી લીધો. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોન્ટ્રાકટરે એક લાખ રૂપિયામાં જમીન વેચી હતી.

આ જગ્યા ઉપર આવવા જવાવાળા દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે કે, એક કારીગર જે એક સમયે મજુર હતો તેણે ૬ ગજ જમીન ઉપર આટલું સુંદર મકાન બનાવી નાખ્યું. એટલું જ નહિ આ મકાન હવે બુરાડી માટે જ નહિ આખા દિલ્હી માટે કોઈ અચરજથી ઓછું નથી. આ બે માળના બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી જ પહેલા માળ ઉપર જવાનો રસ્તો નીકળે છે, અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ સીડીઓથી જોડાયેલું એક બાથરૂમ પણ છે.

ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તે સિવાય બીજું કાંઈ નથી. જો તમે પહેલા માળ ઉપર જશો તો એક બેડરૂમ અને તેની બાજુમાં એક બાથરૂમ જોવા મળશે. બેડરૂમમાંથી જ બીજા માળ માટે એક રસ્તો કાઢવામાં આવ્યો છે. પહેલા માળ ઉપર ઉપર પહોંચતા જ એક બેડ તમને જોવા મળશે. આ બેડને આ મકાનના પહેલા માલિકના રૂમની અંદર જ બનાવરાવ્યો હતો. ત્યારથી જ તે હજુ સુધી તે જગ્યા ઉપર જ છે જ્યાં તે પહેલા દિવસથી લાગેલો હતો. મકાન ત્રિકોણ આકારનું છે. એટલે દરવાજાથી શરુ થઈને છેલ્લે સુધી જતા જતા દીવાલ ત્રિભુજની જેમ જોડાઈ જાય છે.

હવે ૬ ગજના મકાનના માલિક કોણ છે?

આજે હકીકત એ છે કે, આ ૬ ગજના મકાનથી જ વિસ્તાર ઓળખાઈ રહ્યો છે. પવન કુમાર ઉર્ફ સોનું આ મકાનનો હાલનો માલિક છે. સોનું કહે છે, આ મકાનને અમે ૫-૬ વર્ષ પહેલા અરુણ કુમાર નામના એક વ્યક્તિ પાસેથી ખરીદ્યું હતું. અરુણ કુમાર બિહારના મુંગેર જીલ્લાનો રહેવાસી હતો, અને એણે પોતે જ આ મકાન બનાવ્યું હતું. આ મકાન ત્રિકોણ છે.

મકાન નીચે તો ૬ ગજનું છે પરંતુ તમે જયારે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરની તરફ જશો તો આ મકાનની લંબાઈ અને પહોળાઈ વધી જાય છે. મકાન બે તરફથી ખુલ્લું છે, એટલા માટે પહેલા માળથી જ મકાન ૧૬ ગજનું જોવા મળે છે. અઢી ફૂટના છજ્જા બે તરફથી નીકળેલા છે, જેથી ઉપર જગ્યા વધી ગઈ છે.

મકાનના સાચા માલિકે મકાનને કેમ વેચી દીધું?

જ્યાં એક તરફ વધુ સાંકડી ગલીઓમાંથી નીકળવા ઉપર લોકો અકળાઈ જાય છે, અને બીજી તરફ એક વ્યક્તિએ સાંકડી જમીન ઉપર બે માળની બિલ્ડીંગ ઉભી કરી દીધી છે. આ મકાનને અરુણ કુમારે પોતે બનાવ્યું હતું. તે પોતે રાજમિસ્ત્રી હતા. આજુ બાજુના લોકોનું કહેવું છે કે, તે જુગારી હતો અને એક રાત્રે ઘણી મોટી રકમ જુગારમાં હારી ગયો.

આ ટેવને કારણે જ તેની ઉપર ઘણું દેવું પણ થઇ ગયું હતું. દેવું ચુકવવા માટે તેણે સોનુંને રાતોરાત જમીનની પાવર ઓફ એટર્ની નામે કરી દીધી. કેમ કે આ કાચી કોલોની છે, એટલા માટે અહિયાં મકાનનું રજીસ્ટ્રેશન નથી થતું. આમ તો વીજળી અને પાણીની કોઈ તકલીફ નથી.

આ ૬ ગજની જમીનને વેચીને અરુણ અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, તે ક્યાં અને કેવી રીતે રહે છે? તે એમને ખબર નથી. પરંતુ તે સારો માણસ હતો અને તેનું મગજ ઘણું સારું હતું. તે પોતાના ચાર પાંચ ભાઈઓ સાથે આ વિસ્તારમાં રહેતો હતો. જ્યારથી મકાન વેચ્યું છે તે સંપર્કમાં નથી. ઘરના હાલના માલિક સોનું જ નહિ બીજા પાડોશીઓએ પણ જણાવ્યું કે, અરુણ ઉપર લોકોનું દેવું ઘણું વધી ગયું હતું. તે દેવું ચુકવવામાં અસમર્થ હતો એટલા માટે તેણે અંડરગ્રાઉન્ડ થઇ જવું જ યોગ્ય સમજ્યું.

હાલના મકાન માલિક શું કરે છે?

તે મકાનના હાલના માલિક સોનું પોતાના વિષે જણાવે છે કે, તેના પિતા દિલ્હી પોલીસમાં હતા. પરંતુ વર્ષ ૨૦૦૪માં જ તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું. સોનુંના જણાવ્યા મુજબ, અમે ચાર ભાઈ બહેન છીએ. મારી બે બહેન અને એક ભાઈ દિલ્હી પોલીસમાં છે, અને હું બિલ્ડીંગ બનાવવાનો ધંધો કરું છું. આ મકાન વેચવાના પ્રશ્ન ઉપર સોનું કહે છે, હાલમાં આ મકાન નહિ વેચે. પરંતુ જો સારી કિંમત મળી જાય તો વેચી પણ શકે છે. ઘણા લોકોએ અમારી સાથે મકાન ખરીદવા માટે સંપર્ક કર્યો છે, અને તે ૧૫ લાખ રૂપિયા સુધી તેની કિંમત લગાવી રહ્યા છે.

આમ તો હવે તે પોતાનું મકાન વેચવા નથી માંગતા. કેમ કે આ મકાનને ઘણા બધા લોકો જોવા આવે છે. સોનું કહે છે, મકાન સમાચારોમાં છવાઈ જવાને કારણે જ મકાન નથી વેચવું. જો કોઈ ૫૦-૬૦ લાખ આપે છે, તો પછી વેચી દઈશ નહિ તો તેને હવે મારી પાસે જ રાખીશ.

મકાનમાં હવે કોણ રહે છે?

મકાનમાં ભાડુઆત તરીકે રહેતા યુપીના બાંદા જુલ્લાની પિંકીએ જણાવ્યું છે, છેલ્લા થોડા દિવસોથી ઘણા લોકો મકાન જોવા આવી રહ્યા છે, જેનાથી અમને તકલીફ થઇ રહી છે. મારા પતિનું નામ સંજય છે અને તે ડ્રાઈવર છે. તે ગાડી ચલાવીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. અમે ૩૫૦૦ રૂપિયા ભાડું આપીએ છીએ, અને લગભગ ૧૫૦-૨૦૦ રૂપિયા સુધી લાઈટ બીલ આવે છે. અમારે ત્રણ બાળકો છે. બે દીકરા અને એક દીકરી.

અમે લોકો બધા આ મકાનમાં રહીએ છીએ. અમે છેલ્લા ૬ મહિનાથી આ મકાનમાં રહીએ છીએ. પહેલા લાગતું હતું કે, કેવા સંકડા મકાનમાં રહીએ છીએ પરંતુ પાછળથી ટેવ પડી ગઈ. હવે સારું લાગે છે કે, અમારા આ મકાનને આખું દિલ્હી ઓળખવા લાગ્યું છે, અને ઘરને જોવા માટે દુર દુરથી લોકો પણ આવે છે.

એક ઘરની ગણતરીએ આ ઘરમાં બધું રહેલું છે. સિંગલ બેડ, સાઈડ ટેબલ ઉપર ટીવી મુક્યું છે. સીલીંગ ફેન પણ ચાલી રહ્યા છે. ઘરની ઊંચાઈ પણ સારી છે. જેમાં ગરમી નથી લગતી. ઘર બે તરફથી હવા ઉજાશ વાળું પણ છે. લાદી પણ સારી છે અને સારો પથ્થર લાગેલો છે. સૌથી ઉપર પાણીની ટાંકી મુકવામાં આવી છે. આ ઘર પાંચ પીલ્લર ઉપર ટકેલું છે, ઘરની એક જ તરફ પાંચ સુંદર બારીઓ ખુલ્લી છે, અને તેઓ કહે છે કે આટલા નાના ઘરમાં પણ અકળામણ નથી અનુભવતા.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.