બુલેટ ટ્રેનના નામ માટે સરકારે લોકો પાસે નામની કરી માંગણી,’પુલવામાં શહિદ એક્સપ્રેસ’ સહીત મળ્યા 18 હજાર નામ

0
582

સાયન્સની દુનિયામાં આજે વિશ્વ આખાએ ઘણી પ્રગતી કરી છે, અને તેમાં ભારત પણ પાછળ નથી, ભારતે પણ અનેક પ્રકારની પ્રગતી કરી છે, એટલે કે જો એમ કહીએ કે ભારત વિકાસમાં વિશ્વમાં કોઈ પણ દેશથી પાછળ નથી તો તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. આજના સમયમાં વિશ્વમાં ઘણા દેશોમાં વિજ્ઞાન ટેકનોલોજીએ ઘણો વિકાસ કર્યો છે, અને ઘણા દેશોમાં અનેક નવા નવા યંત્રો આવી ગયા છે.

તેમાં એક છે બુલેટ ટ્રેન, જે આજના સમયમાં ઘણી મોટી પ્રગતી માનવામાં આવે છે. બુલેટ ટ્રેન આપણા દેશમાં પણ થોડા સમયમાં જ શરુ થઇ જશે. હાલમાં તેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અને સરકારની ગણતરી મુજબ વર્ષ ૨૦૨૨માં ટ્રેન શરુ થઇ જશે. અને હાલમાં તેનું નામ રાખવા માટેની એક સ્પર્ધા ચાલુ છે. અને તેમાં અનેક પ્રકારના નામો સામે આવ્યા છે. આવો જાણીએ તેના વિષે વિગતવાર.

ભારતની પહેલી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના નામ અને લોકો નક્કી કરવા માટે સરકારે લોકો પાસે અભિપ્રાયો માગ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે બુલેટ ટ્રેન માટે ઉડનતસ્કરી, મહાત્મા, બુલેટ ભારત, વિદ્યુત, અશ્વમેઘ, પવનપુત્ર, ચેતક અને વાયુપુત્ર જેવા અનેક નામ સૂચવ્યા છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં શહીદોના નામ ઉપર પણ ‘પુલવામા શહીદ એક્સપ્રેસ’ નું પણ સુચન મળ્યું છે.

નામોના સૂચનો ઉપરાંત એજેન્સીને ૪૪૦૦ પ્રતિક ચિન્હ પણ મળ્યા છે. ૩૦ દિવસની અંદર સરકારને લગભગ ૨૨ હજાર સૂચનો પ્રાપ્ત થયા છે. નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન લીમીટેડ (એનએચએસઆરસિ) એ ૨૫ ફેબ્રુઆરીના રોજના અભિપ્રાયો આપવા માટે આ સ્પર્ધા શરુ કરી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સે નામોનો અભિપ્રાય mygov. in પ્લેટફોર્મ ઉપર મોકલ્યો. સરકારે ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અભિપ્રાય આપવાની છેલ્લી તારીખ ૨૫ માર્ચ રાખવામાં આવી હતી.

સ્પર્ધાના નિયમોમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેનનું નામ કોઈ નેતાના નામ ઉપર રાખવાનો અભિપ્રાય માન્ય રાખવામાં નહિ આવે. જે વ્યક્તિનો અભિપ્રાય સ્વીકારવામાં આવશે તેને ૫૦,૦૦૦ રોકડા અને પ્રમાણપત્ર આપવામાં આવશે. અને લોકોના વિજેતાને એક લાખ રૂપિયા મળશે. તે ઉપરાંત ફાઈનલમાં સ્થાન મેળવવા વાળા પાચ અભિપ્રાયને ૧૦-૧૦ હજાર રૂપિયા આપવામાં આવશે.

તમારું પણ મંતવ્ય કોમેન્ટમાં લખીને જણાવો,

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.