બુધનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કોના માટે રહેશે શુભ અને કોણ થઇ શકે છે હેરાન

0
268

બુધના રાશિ પરિવર્તનના કારણે બન્યા શુભ-અશુભ યોગ, આ રાશિઓને થશે બમણો લાભ. ગ્રહોમાં યુવરાજ કહેવાતા ચંદ્ર પુત્ર બુધ 28 નવેમ્બરની સવારે 7 વાગ્યે તુલા રાશીની યાત્રા પૂરી કરીને વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રાશીમાં તે 17 ડીસેમ્બર બપોરે 11 વાગીને 35 મિનીટ સુધી વિરાજમાન રહેશે, ત્યારબાદ ધનુ રાશિમાં પ્રવેશ કરશે.

વૃશ્ચિક મંગળ ગ્રહની રાશી છે અને તે બુધને પોતાનો શત્રુ માને છે. એટલે આ રાશીમાં બુધ ઘણો સહજ નહિ રહે. એટલા માટે પૃથ્વી વાસીઓને તેના ભ્રમણના અકલ્પનીય પરિણામ મળવાના છે. મિથુન અને કન્યા રાશીના સ્વામી બુધ, મીન રાશિમાં નીચસંજ્ઞક કહેવામાં આવે છે. જયારે કન્યા રાશી તેની સ્વરાશી અને ઉચ્ચરાશી સંજ્ઞક છે. આવો તેના રાશી પરિવર્તનની તમામ 12 રાશીઓ ઉપર કેવી અસર પડશે તેનું જ્યોતિષ વિશ્લેષણ કરીએ.

મેષ રાશી : રાશીના આઠમાં ગૃહમાં બુધનું ભ્રમણ તમારા માટે આરોગ્યની બાબતમાં વિપરીત અસરકારક રહેશે. ચામડીના રોગ, એલર્જી, પેટ સંબંધી વિકાર અને દવાઓના રીએક્શનનું જોખમ રહેશે. કાર્ય ક્ષેત્રમાં પણ ષડ્યંત્રનો ભોગ બનવાથી ચેતો. કોઈને પણ વધુ ધન ઉધાર આપવું નહિ નહિ તો આપેલું ધન પાછું આવવામાં શંકા રહેશે. વિદ્યાર્થીએ પરીક્ષા અથવા સ્પર્ધામાં સારી સફળતા માટે વધુ મહેનત કરવી પડશે. તમારી ઉપર આળસ ન આવવા દો અને ભાઈઓ સાથે મતભેદ પણ ન વધવા દો.

વૃષભ રાશી : રાશીના સાતમાં ગૃહમાં બુધનું ભ્રમણ મિશ્રિત ફળ આપશે. બની શકે કે સાસરી પક્ષ તથા દાંપત્ય જીવનમાં થોડી કડવાશ પણ આવે, પરંતુ વેપારની દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. નવા પ્રોજેક્ટ ઉપર પણ હસ્તાક્ષર કરવાના યોગ છે. લગ્ન જેવા માંગલિક કાર્યોના શુભ પ્રસંગ આવશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગો સાથે જોડાયેલા કાર્યોનો ઉકેલ થવાના સંકેત છે. મકાન અથવા વાહન ખરીદીનો સંકલ્પ પૂરો કરી શકો છો. કોઈ પણ પ્રકારની યોજના ત્યાં સુધી ગુપ્ત રાખો જ્યાં સુધી તે પૂરી ન થઇ જાય.

મિથુન રાશી : રાશીથી છઠ્ઠા ગૃહમાં રાશી સ્વામી બુધનું જવું કોઈને કોઈ રીતે આરોગ્ય ઉપર તો વિપરીત અસર કરશે જ, પણ કુટુંબના ઝગડા અને માનસિક અશાંતિનું કારણ પણ બની શકે છે. કોર્ટ કચેરીની બાબત પણ બહારથી ઉકેલી શકો તો સારું રહેશે. વિદેશી કંપનીઓમાં નોકરી અથવા વિદેશી નાગરિકતા માટે અરજી કરવી સફળ રહેશે. ધર્મ-કર્મની બાબતમાં રસ વધશે, દાન પુણ્ય પણ કરશો. મુશ્કેલ પ્રવાસના યોગ છે. વધુ ખર્ચથી ચેતો નહિ તો આર્થિક તંગીની સ્થિતિ ઉભી થઇ શકે છે.

કર્ક રાશી : રાશીના પાંચમાં ગૃહમાં બુધના ભ્રમણથી શિક્ષણ પ્રતિયોગીતામાં સફળતા સાથે ઘણા પ્રકારના સારા પરિણામ જોવા મળશે, એટલા માટે અભ્યાસમાં આળસ બિલકુલ ન આવવા દો. વેપારીઓ માટે ભ્રમણ સારું રહેશે, આવકની તકો વધશે. સફળતામાં વૃદ્ધી તો થતી રહેશે છતાં પણ ભાગીદારીમાં વેપાર કરવાથી ચેતો. નિયમ અને શરતોને સંપૂર્ણ રીતે વાંચી લીધા પછી જ કોઈ પણ પ્રકારના કરાર ઉપર હસ્તાક્ષર કરો. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે. નવદંપત્તિ માટે સંતાન પ્રાપ્તિના યોગ છે.

સિંહ રાશી : રાશીના ચોથા ગૃહમાં બુધનું ભ્રમણ સામાન્ય ફળદાયક જ રહેશે. ફલિત જ્યોતિષ મુજબ આ ગૃહમાં બુધ ક્યાંકને ક્યાંક પોતાને નબળો અનુભવે છે. માતા-પિતાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખો, મિત્રો અને સંબધીઓ સાથે પણ સંબંધ બગડવા ન દો. વિવાદોથી દુર રહો. પ્રવાસ વખતે સામાન ચોરી થવાથી ચેતો. જમીન સંપત્તિ સાથે જોડાયેલી બાબતોનો ઉકેલ આવશે. તમારી ઉર્જાશક્તિનો પૂરો ઉપયોગ કરીને કામ કરવાથી સફળતાની સંભાવના વધુ રહેશે.

કન્યા રાશી : રાશીના પરાક્રમ ગૃહમાં ભ્રમણ કરતા બુધ તમને અતિ ઉત્સાહી અને તરત નિર્ણય લેવાવાળા બનાવશે. પરંતુ કુટુંબના વડીલ સભ્યો અને નાના ભાઈઓ સાથે મતભેદ ન ઉભા થવા દો. નારી શક્તિ માટે આ ભ્રમણ ઘણું વધુ ફળદાયક રહેશે, એટલા માટે કોઈ પણ પ્રકારના મોટામાં મોટા કાર્ય શરુ કરવા માંગો, કરાર ઉપર હસ્તાક્ષર કરવા માંગો અથવા પ્રતિયોગીતામાં બેસવા માંગો તો તેના માટે બુધનું ભ્રમણ કોઈ વરદાનથી ઓછું નથી. વિદેશી કંપનીઓમાં પણ સર્વિસ માટે અરજી કરવી સફળ રહેશે.

તુલા રાશી : રાશીના ધનગૃહમાં બુધનું ભ્રમણ આર્થિક પક્ષ તો મજબુત કરશે, પરંતુ ક્યાંકને ક્યાંક કુટુંબના ઝગડાનું કારણે પણ બની શકે છે. એટલા માટે તમારી જિદ્દ અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખતા કાર્ય કરશો તો સફળતા મળશે. રોજગારીની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે. આયાત-નિકાસનું કે કોઈ પણ પ્રકારના સપ્લાઈનું કાર્ય કરવાવાળા વેપારીઓ માટે પણ સમય ઘણો અનુકુળ છે. જમીન સંપત્તિ સાથે જોડાયેલી બાબતોનો ઉકેલ આવશે. વિદેશી મિત્રો અથવા સંબંધીઓના પણ સહયોગની આશા છે.

વૃશ્ચિક રાશી : તમારી રાશી ઉપર ભ્રમણ કરતા બુધ આરોગ્ય સંબંધી ચિંતા વધારી શકે છે. તમારી ઉર્જાશક્તિ અને સાહસના બળ ઉપર મુશ્કેલ પરિસ્થિતિઓ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લેશો. સરકારી વિભાગોમાં સર્વિસ માટે અરજી કરવી હોય, અથવા કોઈ પણ પ્રકારના કરાર ઉપર હસ્તાક્ષર કરવાના હોય તો સમય અનુકુળ રહેશે. આવકના સાધન વધશે અને ઘણા દિવસોથી આપેલું ધન પણ પાછું મળવાની આશા છે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દો. કુટુંબના વડીલ સભ્યો અથવા ભાઈઓના સહકારના પણ યોગ છે.

ધનુ રાશી : રાશીના બારમાં ગૃહમાં બુધનું ભ્રમણ વધુ દોડધામ અને પીડાદાયક પ્રવાસ કરાવી શકે છે. દાંપત્ય જીવનમાં પણ કડવાશનું કારણ બની શકે છે. લગ્ન સંબધી ચર્ચામાં પણ થોડો વિલંબ થઇ શકે છે, પરંતુ દુઃખી ન થશો તે વધુ સમય સુધી નહિ રહે. વધુ પૈસા ઉધાર પણ ન આપો નહિ તો ધનહાની થવાની સંભાવના રહેશે. મિત્રો અથવા સંબંધીઓ પાસેથી પણ અશુભ સમાચાર મળવાના યોગ છે. ઝગડાથી દુર રહો અને કોર્ટ કચેરીની બાબત પણ બહારથી જ ઉકેલો તો સારું રહેશે.

મકર રાશી : રાશીના લાભ ગૃહમાં ભ્રમણ કરતા બુધ આવકમાં વૃદ્ધી તો કરશે જ પરંતુ મોટા ભાઈઓ સાથે મતભેદ વધી શકે છે, કુટુંબમાં ભાગલાની સ્થિતિ ઉભી ન થવા દો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મળશે. સંતાન સંબધી ચિંતા દુર થશે. નવદંપત્તિને સંતાન પ્રાપ્તિના પણ યોગ છે. જે લોકો તમને નીચા દેખાડવામાં લાગેલા હતા તે તમારી મદદ માટે આગળ આવશે. વધુ પડતા ઉત્સાહને કારણે ભાવનાઓમાં આવીને લેવામાં આવેલા નિર્ણય નુકશાનકારક સાબિત થઇ શકે છે સાવચેત રહો.

કુંભ રાશી : રાશીમાંથી દશમા ગૃહમાં ભ્રમણ કરતા બુધ કાર્યક્ષેત્રનો વિસ્તાર તો કરશે, સાથે જ બઢતીની તકો પણ લાવશે, પરંતુ મોટા સાથે સંબંધ બગડે નહિ તેની ધ્યાન રાખવું, નહિ તો અડચણ આવવાની પણ સંભાવના રહેશે. વેપારી વર્ગને મોટામાં મોટા કાર્ય શરુ કરવાના હોય તો સમય સારો આવ્યો છે, પ્રયત્ન કરો. સરકારી વિભાગોમાં અટકેલા કાર્યો ઉકેલાશે. મકાન વાહનની પસંદગીના યોગ છે. વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે અરજી કરવી પણ સફળ રહેશે. માતા પિતાના આરોગ્ય પ્રત્યે ચિંતિત રહો.

મીન રાશી : રાશીના ભાગ્યગૃહમાં ભ્રમણ કરતા બુધ તમારી ભાગ્યોદયનું કારણ તો બનશે જ, સાથે જ ધર્મ કર્મની બાબતોમાં પણ આગળ વધીને ભાગ લેશો અને દાન પુણ્ય પણ કરશો. સામાજિક માન સન્માન વધશે, તેના માટે કરવામાં આવેલા નિર્ણયોની પ્રશંસા પણ થશે. લગ્ન સંબંધી વાત પણ સફળ રહેશે. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. રોજીંદા વેપારીઓ માટે તો સમય કોઈ વરદાનથી ઓછો નથી, પરંતુ ભાગીદારીમાં વેપાર કરવાથી હંમેશા ચેતતા રહો. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સ્પર્ધાઓમાં સારી સફળતા પ્રાપ્ત કરવાના યોગ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.