Jio ને ધૂળ ચટાડશે આ કંપની, માત્ર 96 રૂપિયામાં 6 મહિના માટે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100…

0
885

હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં હરીફાઈ ચાલી રહે છે. અને ટેલીકોમ ક્ષેત્રમાં તો ઘણી વધારે હરીફાઈ જોવા મળી રહી છે. અહીં તો ટેલીકોમ કંપનીઓ પ્રતિસ્પર્ધી કંપનીને ટક્કર આપવા માટે નવી નવી યોજનાઓ બહાર પાડતી જ રહે છે. અને દેશની સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ (BSNL) પણ છેલ્લા ઘણા દિવસોથી પોતાના યુઝર્સને આકર્ષિત કરવા અને વધુમાં વધુ ગ્રાહકોને જોડવા માટે ઘણા પ્રયાસ કરી રહી છે.

એના માટે હવે કંપની ઘણા બધા નવા પ્લાન લાવી છે. અને હાલના પ્રીપેડ પ્લાન અને STV માં ફેરફાર પણ કર્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે, હવે કંપનીએ પોતાના ચેન્નઈ અને તમિલનાડુ વિભાગના યુઝર્સ માટે VASANTHAM GOLD – PV 96 રીચાર્જ પ્લાન બહાર પાડ્યો છે.

બીએસએનએલના આ 96 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો તે 180 દિવસની માન્યતા સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને રોમિંગ અને એસટીડી કોલિંગનો લાભ પણ મળે છે. પણ મુંબઈ અને દિલ્હી વિભાગમાં તમને કોલિંગની સુવિધા નહિ મળે. તે ઉપરાંત યુઝર્સ રોજના 100 એસએમસેસનો લાભ પણ ઉઠાવી શકશે. પરંતુ આ ફ્રી એસએમએસની માન્યતા ૨૧ દિવસની જ રહેશે. આ પ્લાનને ગ્રાહક મેસેજમાં PLAN VOICE96 લખીને 123 ઉપર મોકલીને સબ્સક્રાઈબ કરી શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, હાલમાં જ કંપનીએ પોતાની બંપર ઓફરનો સમયગાળો પણ વધાર્યો છે. પહેલા તો બીએસએનએલે આ ઓફરને એપ્રિલ સુધી વધારી હતી. પણ હવે કંપનીએ તેને ઓક્ટોમ્બર સુધી વધારી દીધી છે. તેમજ કંપનીએ આ ઓફર હેઠળ બીજા બે નવા પ્લાન પણ સામેલ કર્યા છે. તેમાં 1699 અને 2099 રૂપિયા વાળો પ્લાન સામેલ છે.

અને આ બંને પ્લાન ટ્રેરીફ વાઉચર (STV) હેઠળ આવે છે. તેમજ આ બંને પ્લાનનો સમયગાળો ૩૬૫ દિવસનો છે, એટલે આખું વર્ષ ગ્રાહક ચિંતા મુક્ત રહે છે. તે ઉપરાંત બીએસએનએલની આ ઓફરનો લાભ ગ્રાહકોને 186, 429, 666, 999, 187, 333, 349, 444, 338, 1699 અને 2099 રૂપિયા વાળા પ્લાનમાં મળશે. આ પ્લાનમાં રહેલા ફાયદા ઉપરાંત રોજનો 2.2 જીબી ડેટા પણ ફ્રી મળશે. હવે પોતાના નવા પ્લાન સાથે આ કંપની બીજી તમામ કંપનીઓને મોટી ટક્કર આપી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.