એક ભાઈએ બહેનને આપી એવી ભેંટ કે પિતા પણ થઇ ગયા ભાવુક

0
1006

ઘરમાં આનંદનું વાતાવરણ છે. લગ્ન પછી ઘણી લાડલી લક્ષ્મી દીકરી રશ્મી પોતાના પિયર આવી રહી છે. કુટુંબમાં ઉત્સાહ છે. પિતાજીના ન તો પગ અટકી રહ્યા છે અને ન તો જીભ. શું કરી નાખુ, શું કરી નાખું કે દીકરી ખુશ થઇ જાય. એટલામાં પિતાજી બુમ મારીને પોતાના દીકરાને બોલાવે છે.

ઘરનો એકમાત્ર દીકરો પ્રિન્સ પિતાના બોલાવવાથી આવે છે અને પૂછે છે શું વાત છે? પિતા દુઃખી છે અને ચકિત પણ. આ કેવો પ્રશ્ન છે, શું વાત છે, તને ખબર નથી કે આજે તારી બહેન આવી રહી છે, તેનો જન્મ દિવસ છે. તે આપણી સાથે પોતાનો જન્મ દિવસ મનાવશે. તે સ્ટેશન પહોચવા આવી હશે, જલ્દી જા અને તારી બહેનને લઈને આવ.

બહેનનું ઘરે આવવું

પ્રિન્સ થોડો દુઃખી દેખાય છે. પોતાના પિતાને કહે છે. મારી ગાડી તો મારો દોસ્ત સવારે જ લઇ ગયો અને તમારી ગાડી પણ ડ્રાઈવર લઇ ગયો. તેની બ્રેક ખરાબ હતી તો ડ્રાઇવેર રીપેર કરાવીને જ લાવશે. પિતાજી એક વખત ફરી દુઃખી થઇ જાય છે છતાં પણ દીકરીનું તો ઘરે આવવાનું છે કહે છે ઠીક છે તો તું સ્ટેશન જા અને કોઈની ગાડી લઇ લે જે કે ભાડાની ગાડી લઇ લે. તેને આનંદ થશે. પિતાજીને દીકરીની ખુશીની ચિતા છે, તે ઈચ્છે છે કે દીકરી ગાડી માંથી ઘરે આવે જેથી ખુશ જોવા મળે.

ભાઈ પ્રિન્સ દુઃખી છે. બુમ મારીને કહે છે, અરે તે કાંઈ હવે નાની બાળકી છે શું તે જાતે ઘરે આવી નથી શકતી?? આવી જશે, તમે ચિંતા કેમ કરો છો. કોઈ ટેક્સી કે ગાડી મળી જશે. પિતાજીની તકલીફ ગુસ્સામાં બદલાઈ જાય છે. દીકરાને ખીજાઈને કહે છે, તને શરમ નથી આવતી આવું બોલતા. ઘરમાં આટલી ગાડી હોવા છતાં પણ દીકરી શું ટેક્સી કે ઓટોથી આવશે. પિતાના ગુસ્સાની પણ પ્રિન્સ ઉપર કોઈ અસર ન પડી. તે કહે છે, તમે ચાલ્યા જાવ મારે કામ છે હું નહી જઈ શકું.

પિતાનો ઉપડ્યો હાથ

પિતાજી પ્રિન્સના આવા વર્તનથી ખીજાઈ જાય છે, પૂછે છે, તને તારી બહેનની જરાપણ ચિંતા નથી, લગ્ન થઇ ગયા એટલે શું તે બહેન પારકી થઇ ગઈ, શું તેને આપણા બધાનો પ્રેમ મેળવવાનો હક્ક નથી, તારો જેટલો અધિકાર છે આ ઘર ઉપર એટલો જ તારી બહેનનો પણ છે. કોઈ પણ દીકરી કે બહેન પિયર છોડ્યા પછી પારકી નથી હોતી. પ્રિન્સથી આવું બધું સહન ન થયું ખીજાઈને બોલ્યો, પરંતુ મારા માટે તે પારકી થઇ ગઈ છે અને આ ઘર ઉપર મારો હક્ક છે બસ.

એટલું સાંભળતા જ પિતાજીનો હાથ પ્રિન્સ ઉપર ઉપડી જાય છે. થપ્પડનો અવાજ સાંભળીને માં દોડી આવે છે. માં કહે છે, કાંઈક તો શરમ કરો, આવી રીતે જુવાન દીકરા ઉપર હાથ ઉપાડો છો. પિતાજી ખીજાઈને માં ને કહે છે, તમે સાંભળ્યું નહિ તેણે શું કહ્યું, તેની બહેનને પારકી કહે છે. મોટી બહેન જે તેનાથી એક પળ માટે પણ જુદી થઇ શકતી ન હતી, હર પળ તેનું ધ્યાન રાખે છે. પોકેટ મની બચાવીને તેના માટે કાંઈ ને કાંઈ ખરીદી લાવતી હતી. વિદાઈના સમયે અમારાથી વધારે તેને લપેટાઈને રડી હતી, તે બહેનને તે આજે પારકી કહે છે.

ફઈ પણ તો બહેન છે

પ્રિન્સ હસવા લાગે છે. કહે છે, પપ્પા આજે તો ફઈનો પણ જન્મ દિવસ છે, તે ઘણી વખત આપણા ઘરે આવે છે પરંતુ દર વખતે ઓટોમાં આવે છે અને તમે તેને ક્યારેય પણ ગાડી લઈને લેવા નથી ગયા. સમજ્યા કે આજે તે તંગીમાં છે પરંતુ કાલ સુધી તે શ્રીમંત હતી. તમારા માટે મારા માટે તેમણે હંમેશા મન મુકીને મદદ કરી છે. ફઈએ પણ આ ઘરેથી વિદાય થઇ છે તો પછી રશ્મી દીદી અને ફઈમાં આ ફરક કેમ છે. રશ્મી જો મારી બહેન છે તો ફઈ પણ તો તમારી બહેન છે.

પ્રિન્સે આગળ જણાવ્યું કે પપ્પા તમે મારા માર્ગદર્શક છો, તમે મારા હીરો છો, પરંતુ બસ આ વાતને લઈને હું હર પળ એકાંતમાં રડું છું. આ બધી વાત થઇ રહી હોય છે કે ત્યારે એક ગાડી આવીને ઉભી રહે છે. પિતાજીની આંખોમાં આંસુ છે, પ્રિન્સે કેટલી સાચી વાત કહી હતી. રશ્મી દોડીને આવે છે અને પોતાના મમ્મી પપ્પાના ગળે લાગી જાય છે. પપ્પાની આંખોમાં આંસુ જોઇને રશ્મી પૂછે છે શું થયું પપ્પા.

પિયરમાં મળી ઓળખાણ

રશ્મી – એ પાગલ, નવી ગાડી છે ને, ઘણી જ સારી છે હું ડ્રાઈવરને પાછળ બેસાડીને આવી છું અને કલર પણ મારી પસંદનો છે. પ્રિન્સ પોતાની બહેનને જોઇને ખુશ થઇ જાય છે, કહે છે, હેપી બર્થડે ટુ યુ દીદી આ તમારી ગીફ્ટ છે મારા તરફથી. બહેનની ખુશી જોવા લાયક હતી, ત્યારે ફઈ પણ અંદર આવે છે. ફઈ કહે છે, ભાઈ તમે પણ ને, અચાનક ગાડી મોકલી દીધી, પિતાજીની આંખોમાં આંસુ છે કાંઈક કહેવા માગે છે પ્રિન્સ ઈશારાથી તેને ચુપ રહેવાનું કહે છે.

આગળ ફઈ કહે છે, હું કેટલી નસીબદાર છું મને તારા જેવો ભાઈ મળ્યો જે એક પિતા સમાન છે ઈશ્વર મને દર જન્મમાં તમારા જેવા ભાઈ આપે. મમ્મી પપ્પા જાણી ગયા કે આ બધું પ્રિન્સે કર્યું છે. તેણે એક વખત ફરી સંબંધ મજબુત કરી દીધા. પિતાજીને વિશ્વાસ થઇ ગયો કે તેનો ઉછેર યોગ્ય હતો, પ્રિન્સ તેમના ગયા પછી પણ સંબંધ સારી રીતે રાખીશે.

દીકરી અને બહેન બે અનમોલ સંબંધ છે. લગ્ન પછી દીકરી અને બહેન કોઈની પત્ની, ભાભી, વહુ બની જાય છે. છોકરીઓ એટલા માટે પિયર આવતી હશે કેમ કે તે તેને તેના સંબંધ યાદ આવે છે. કોઈ બહેન બોલાવે છે અને કોઈ દીકરી અને તે ફરીથી જીવતી થઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.