ભારતના આ ભાગ પર આજે પણ છે બ્રિટનનું રાજ, 1 કરોડ 20 લાખ રૂપિયા આપવું પડે છે દર વર્ષે ભાડું

0
2853

ભારતમાં રેલ્વેનું સૌથી મોટું નેટવર્ક છે. અને હાલમાં આપણો દેશ બુલેટ ટ્રેનના સપના જોઈ રહ્યો છે. તેમજ આપણા દેશનું રેલવેનું બેજેટ લાખો-કરોડો રૂપિયાનું છે. છતાં પણ આપણા દેશમાં એક એવી રેલેવે લાઈન છે જેના પર આજે પણ ભારતનું નહિ પણ બ્રિટનનું રાજ ચાલે છે. અને એની પર શકુંતલા એક્સપ્રેસ જેવી ટ્રેન ચાલે છે. શકુંતલા એક્સપ્રેસ એવી રેલ લાઈન પર ચાલે છે, જેનો હક ભારતીય રેલવે પાસે નથી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એનું સંચાલન બ્રિટેનની એક ખાનગી કંપની કરે છે. અને નૈરો ગેજના આ ટ્રેકનો ઉપયોગ કરવા માટે ઇન્ડિયન રેલવે દર વર્ષે 1 કરોડ 20 લાખ રૂપિયાની રોયલ્ટી બ્રિટેનની આ કંપનીને આપે છે. આ રેલવે ટ્રેક પર આજે પણ શકુંતલા એક્સપ્રેસનામની એક પેસેન્જર ટ્રેન કાર્યરત છે. જે અમરાવતીથી મુર્તજાપુરનની 189 કિલોમીટરની સફરને 6 થી 7 કલાકમાં પૂરી કરે છે.

શંકુતલા એક્સપ્રેસની મુસાફરીની વાત કરીએ, તો આ ટ્રેન અચલપુર, યવતમાન સાથે કુલ 17 નાના-મોટા સ્ટેશનો પર રોકાય છે. 100 વર્ષ જૂની અને 5 ડબ્બા વાળી આ ટ્રેનને 70 વર્ષ સુધી સ્ટીમ એન્જીન (વરાળથી ચાલતું એન્જીન) ખેચતું હતું. આ ટ્રેનને 1921 માં બ્રિટેનના મેનચેસ્ટરમાં બનાવામાં આવી હતી.

15 એપ્રિલ 1994 થી શંકુતલા એક્સપ્રેસના સ્ટીમ એન્જીનને ડીઝલ એન્જીનથી રિપ્લેસ કરવામાં આવ્યું. આ રેલ રૂટ પર લાગેલા સિગનલ આજે પણ બ્રિટિશકાલીન છે. જેમનું નિર્માણ ઇંગ્લેન્ડના લિવરપૂલમાં 1895 માં થયું હતું. 5 કોચ વાળી આ પેસેન્જર ટ્રેનમાં દરરોજ એક હજારથી વધારે લોકો મુસાફરી કરે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમરાવતીનો વિસ્તાર પોતાના કપાસ માટે આખા દેશમાં પ્રખ્યાત છે. અહીના કપાસને મુંબઈ પોર્ટ સુધી પહોંચાડવા માટે અંગ્રેજોએ આનું નિર્માણ કરાવ્યું હતું. 1903 માં બ્રિટિશ કંપની ક્લિક નિક્સન દ્વારા શરુ કરવામાં આવેલું રેલવે ટ્રેકને પાથરવાનું કામ 1916 માં જઈને પૂર્ણ થયું હતું. અને 1857 માં સ્થાપિત આ કંપનીને આજે સૈન્ટ્રલ પ્રોવિન્સ રેલવે કંપનીના નામથી ઓળખવામાં આવે છે.

કદાચ તમે નહિ જાણતા હોવ કે બ્રિટિશકાળમાં પ્રાઇવેટ ફર્મ જ રેલવે નેટવર્કોનું નિર્ણય લેવાનું કામ કરતી હતી. જોકે 1951માં ભારતીય રેલ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. છતાં પણ રૂટ ભારત સરકારની આધીન થયું નહિ. આ રેલ રૂટના બદલે ભારત સરકાર દર વર્ષે 1 કરોડ 20 લાખની રોયલ્ટી આપે છે.

આ રેલ્વે લાઈન આજે પણ ઇન્ડિયન રેલ્વેના આધીન નથી. તો કોઈ પણ બજેટમાં આ રેલ લાઈન અને આની પર ચાલવા વાળી ટ્રેન વિષે વિચારવામાં આવતું નથી. અને આજ સુધી કોઈ પણ સરકારે આને ઇન્ડિયન રેલવેના અંતર્ગત કરવાની યોજના તૈયાર કરી નથી. આ જ કારણ છે કે દર વર્ષે પૈસા આપવા છતાં પણ આ રેલ્વે લાઈન અને ટ્રેન ખુબ જર્જરીત થઇ ચુકી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે લગભગ છેલ્લા 60 વર્ષથી આનું સમારકામ કરવામાં આવ્યું નથી. આના પર ચાલવા વાળા જે.ડી.એમ સિરીઝના ડીઝલ એન્જીનની વધુમાં વધુ 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ રાખવામાં આવે છે. અને સૈન્ટ્રલ રેલવેના 150 કર્મચારી આ મુશ્કેલ માર્ગને સંચાલિત કરવામાં આજે પણ લાગ્યા છે.

બે વખત બંધ થઇ ચુકી છે રેલવે :

જાણકારી માટે જણાવી દઈએ કે આ ટ્રેક પર ચાલવા વાળી શંકુતલા એક્સપ્રેસ પહેલી વાર 2014 માં મોદી સરકાર આવતા, અને બીજી વાર એપ્રિલ 2016 માં બંધ કરવામાં આવી હતી. પણ સ્થાનીય લોકોની માંગ અને સાંસદ આનંદ રાવના દબાણમાં સરકારે ફરી આને શરુ કરવી પડી.

સાંસદ આનંદ રાવનું કહેવું છે, કે આ ટ્રેન અમરાવતીના લોકોની લાઈફ લાઈન છે. જો આ બંધ થઇ ગઈ તો ગરીબ લોકોને ખુબ સમસ્યા થશે. આનંદ રાવે આ નૈરો ગેજને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવાનો પ્રસ્તાવ પણ રેલવે બોર્ડમાં મોકલ્યો છે. ભારત સરકારે આ ટ્રેકને ઘણી વાર ખરીદવાનો પ્રયાસ કર્યો, પરંતુ તકનીકી કારણોથી આ સંભવ થયું નહિ.