અહીં સુહાગરાત પહેલા ભાગી ગઈ કન્યાઓ, ત્રણ કલાક પહેલા જ સાત ફેરા લઈને આવી હતી સાસરે.

0
290

લગ્ન કરીને સાસરીમાં આવેલી કન્યાઓ સુહાગરાત પહેલા જ થઈ ગઈ ગાયબ, જાણો સંપૂણ બનાવ વિષે વિસ્તારથી. સગા ભાઈઓ સાથે સાત ફેરા લઈને આવેલી બે કન્યાઓ (દુલ્હન) ત્રણ કલાક પછી જ સુહાગરાત પહેલા ભાગી ગઈ. લગ્નના રીતિરીવાજો પુરા કર્યા પછી શૌચ જવાનું બહાનું બનાવીને બંને કન્યાઓ ખેતરમાં ગઈ. ત્યાં તેઓ સાસુને ઉલ્લુ બનાવીને રફુચક્કર થઈ ગઈ. બંને કન્યાઓને સોનભદ્ર જિલ્લામાંથી લગ્ન કરાવીને લાવવામાં આવી હતી. કન્યાઓને શોધ્યા પછી તેમની ભાળ નહિ થતા વરરાજા પણ દુઃખી થઈ ગયા. તેમજ બંને કન્યાઓ લગ્ન કરીને આવ્યાના 3 કલાકમાં જ ભાગી જવાની ઘટના આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ બનાવ આગ્રાના બાહ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા ફરેરા ગામનો છે. અહીં રહેતા બે સગા ભાઈઓના લગ્ન એક પરિચિત વચોટિયાએ સોનભદ્રની બે સગી બહેનો સાથે કરાવ્યા હતા. કન્યાઓના ભાઈએ લગ્નના બદલામાં 1 લાખ રૂપિયા લીધા હતા. જાન સોનભદ્ર લઈ જવાની જગ્યાએ છોકરાવાળાએ ગુરુવારે કન્યાઓને ગામમાં જ બોલાવી લીધી હતી. ગુરુવારની રાત્રે 11 વાગ્યે લગ્નના રીતિરિવાજ પુરા થયા. રાત્રે લગભગ 1 વાગ્યે બંને કન્યાઓએ શૌચ જવાની વાત કરી. આથી સાસુ બંને વહુઓને લઈને ખેતરમાં ગઈ હતી.

ત્યાં એક વહુએ પોતાના લોટાનું પાણી ઢળી ગયું હોવાનું નાટક કરીને સાસુને પાણી લાવવાના બહાને ઘરે મોકલી દીધી. સાસુ પાણી લઈને આવી ત્યારે તેમની બંને વહુઓ ત્યાં દેખાઈ નહિ. વહુઓ ન મળતા તે ગભરાય ગઈ. તેમને લાગ્યું કે વહુઓ સાથે કંઈક ખોટું ન થઈ ગયું હોય. સાસુએ પરિવારના લોકોને તેની જાણકારી આપી. પછી પરિવારના સભ્યો ગામવાળા સાથે મળીને કન્યાઓને શોધવામાં લાગી ગયા. પણ તેમની ભાળ થઈ નહિ. પછી તે પરિવારને સમજાઈ ગયું કે, તે બંને પોતાની મરજીથી ભાગી ગઈ છે. ખેતરમાં આસપાસ ક્યાંય સંઘર્ષના નિશાન ન હતા.

શરૂઆતમાં તે પરિવારે આ બનાવની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી નહિ. તેઓ પોતાના સ્તરે બંને કન્યાઓને શોધવામાં લાગી ગયા. તેમજ ગામમાં એવી ચર્ચા થવા લાગી કે બંને સગા ભાઈઓનો સંબંધ તેમના એક પરિચિત વ્યક્તિએ કરાવ્યો હતો. વરરાજાના પિતા પાસેથી લગ્ન માટે 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. તે રકમ કન્યાના ભાઈને આપવામાં આવી હતી. કન્યાઓ પહેરેલા ઘરેણાં પણ સાથે લઇ ગઈ છે.

કન્યાઓને લઇ જવા માટે વાહન તૈયાર હતું : બંને કન્યાઓ જે રીતે ફરાર થઇ છે, તેના પરથી માનવામાં આવી રહ્યું છે કે તેઓ પગપાળા નહિ ગઈ હોય. જણાવવામાં આવી રહ્યું છે કે, કન્યાઓએ ત્યાંથી ભાગવાની તૈયારી પહેલાથી કરી લીધી હતી. તેના માટે એક ગાડી પહેલાથી ગામની બહાર ઉભી હતી. આ બનાવમાં એવી શંકા છે કે, કન્યાઓનું સરનામું ખોટું પણ હોઈ શકે છે. તે સોનભદ્રની જગ્યાએ કોઈ અન્ય જિલ્લાની હોઈ શકે છે.

ઠગાયેલો પરિવાર ગરીબ છે : બંને વરરાજા અને તેમનો પરિવાર ઘણો ગરીબ છે. પિતાએ દીકરાઓના લગ્ન માટે આખા જીવનની ભેગી કરેલી મૂડીના 1 લાખ રૂપિયા કન્યા પક્ષને આપ્યા હતા જેથી તેમનો ઘરસંસાર વસે. પણ દીકરાઓના લગ્નના ત્રણ કલાક પછી જ કન્યાઓ ગાયબ થઈ જવાથી પિતાનું સપનું તૂટી ગયું.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – યુટ્યુબ/ગુગલ).

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.