ઈંટ બનાવવાનું મશીન : માત્ર ૧૦ પાસ ખેડૂતે બનાવ્યું આ મશીન, જે ૧ દિવસમાં ૮૫ હજાર ઇંટો બનાવે છે

0
5385

મિત્રો ભણવું તો દરેક માટે જરૂરી છે જ. પણ આપણા દેશમાં ઓછું ભણેલા લોકો પણ મેહનત અને લગનથી બધું કરી શકે છે. આજે અમે તમને એનું જીવંત ઉદાહરણ જણાવીશું. સોનીપતમાં 10 મું પાસ સતીશ નામના યુવાને એક એવા મશીનની શોધ કરી છે, જે 120 કારીગરોનું કામ એકલા જ કરી શકે છે. તે છે ઈંટ બનાવવાનું મશીન છે. ગામ લડરાવનના રહેવાસી સતીશે પોતાની આ શોધથી ભઠ્ઠા ઉદ્યોગમાં એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે.

હકીકતમાં સતીશ ગામ ફિરોઝપુર બાંગડમાં પોતાની ઈંટની ભઠ્ઠી ચાલવી રહ્યો હતો. પણ તે ત્યાં કામ કરવા વાળા કારીગરોથી ઘણો જ હેરાન થઇ ગયો હતો. કારણ કે તેઓ પૈસા લેવા છતાં પણ ભઠ્ઠી પર કામ કરવા આવતા ન હતા. આવું ચાલવાથી સતીશના મગજમાં એવું મશીન બનાવવાનો વિચાર આવ્યો જે એની જાતે જ બધું કામ કરી લે. અને પછી તેના ઉપર સતીશે કામ કરવાનું શરુ કર્યુ.

ત્યારબાદ સતીશે વર્ષ 2007 માં મશીન બનાવવા માટે જુદી જુદી જગ્યાએથી સ્પેરપાર્ટ અને ઉપકરણોની વ્યવસ્થા કરી, અને પછી મશીન બનાવવાનું શરુ કરી દીધું. મશીન બનાવવામાં લાખો રૂપિયા લગાવ્યા પછી પણ સતીશનો પ્રયત્ન નિષ્ફળ જઈ રહ્યો હતો. પણ સતીશ ક્યારેય હાર માનવા તૈયાર ન હતો.

સતીશની આ અતુટ હિમ્મતને જોઈને તેના પિતરાઈ ભાઈ રાજેશ, વિકાસ, પ્રવેશ, રાકેશ અને તેના મિત્રોએ તેને મદદ કરવાની શરુ કરી. ભાઈ અને મિત્રોની મદદથી સતીશનું મનોબળ એટલું મજબૂત બની ગયું કે આ બધાએ મળીને ઈંટ બનાવવાના મશીનની શોધ કરી લીધી.

આ મશીન અંગે વાત કરતા સતીશ કહે છે કે, “આ મશીન ઈંટ-ભઠ્ઠી પર એક દિવસમાં કામ કરવાવાળા 120 કારીગરોની બરોબર કામ કરે છે. આ મશીન સરળતાથી ઈંટ બનાવી દે છે. બી.એમ.એમ નામનું આ મશીન 1 મિનીટ માં 150 ઈંટ બનાવે છે. દિવસભર આ મશીન દ્વારા 40,000 ઈંટ બનાવવામાં આવે છે.”

આ મશીન સફળ થવાથી એમણે એમાં બીજું મશીન એટલે કે નવું બી.એમ.એમ-300 મશીન પણ તૈયાર કર્યુ. જે 1 મિનિટમાં 300 ઈંટો તૈયાર કરે છે. આ મશીન દિવસભરમાં અંદાજિત 85,000 ઈંટો તૈયાર કરે છે. આ મશીનથી ઈંટ-ભઠ્ઠી પર મજૂરોની પડી રહેલી હેરાનગતિને મહદઅંશે દૂર કરી દીધી છે.

આ મશીન બનાવવામાં સહયોગી થયેલા એન્જિનિયર પંકજ રાણા કહે છે કે આ મશીન સતીશની આઠ વર્ષની મહેનતનું ફળ છે. તમને કહ્યું કે આ મશીન તૈયાર કરવા માટે તો સતીશે ગામમાં રહેલું પોતાનું મકાન અને પૂર્વજોની મિલકત પણ દાવ ઉપર લગાવી દીધી હતી.

પણ મહેનત પરિણામ આપે છે, અને આટલા વર્ષની મહેનતનું ફળ વર્ષ 2013 માં ત્રણ મશીન તૈયાર કરીને મળ્યું. મશીન બનાવવાના અમારા જનૂનને જોઈને બધા લોકોએ અમને ગાંડા કહેવાનું પણ શરુ કરી દીધું હતું, પણ હવે એ જ લોકો અમારા વખાણ કરતા નથી થાકતા.

સતીશનું કેહવું છે, કે આ મશીનની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. અમે આ મશીનની પેટન્ટ કરાવી દીધી છે. મશીનના સ્પેર પાર્ટ જર્મન અને ઈટાલીથી મંગાવવામાં આવે છે. અત્યાર સુધીમાં અમે 25 મશીન વેચી ચુક્યા છીએ. હરિયાણા, યુપી, બિહાર, તામિલનાડુ, રાજસ્થાન અને કર્ણાટક ઉપરાંત પાડોસી દેશ નેપાળમાં પણ અમે આ મશીનની ડિલિવરી કરી ચુક્યા છીએ. અસંભવ કંઈ નથી હોતું માત્ર મહેનત અને હિમ્મત ઘટે છે.

વિડીયો :  (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)