ખુબ સરળ રીતે અને ઓછા સમયમાં બની જાય છે “બ્રેડ પિઝા”, જાણો આ પીઝા બનાવવાની રીત.

0
1556

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે બ્રેડ પિઝાની રેસિપી લઈને આવ્યા છીએ. આ પીઝા બાળકોને ખુબ પસંદ હોય છે, અને મોટાને પણ આ પિઝા ખાવા ગમે છે. અને આની ખાસ વાત એ છે કે, આ બ્રેડ પિઝા ખુબ સરળ રીતે અને ઓછા સમયમાં બની જાય છે. તો આવો એને કેવી રીતે બનાવવા એ જાણી લઈએ.

જરૂરી સામગ્રી :

4 નંગ બ્રાઉન બ્રેડ,

1/2 કપ મકાઈના દાણા,

મોઝરેલા ચીઝના ટુકડા (2 inch by 2 inch),

1/2 કપ સિમલા મરચા (નાના ટુકડા કરવા),

2 નાની ચમચી માખણ,

1/2 કપ પિઝા સોસ,

1/2 નાની ચમચી ચાટ મસાલો,

1/2 નાની ચમચી આર્ગેનો,

1/2 નાની ચમચી ક્રશ કરેલા કાળા મરી,

મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત :

તો ટેસ્ટી બ્રેડ પિઝા બનાવવા માટે સૌથી પહેલા તો એક પેન લઈને એને ગેસ પર ગરમ કરવા મૂકી દો. જયારે પેન ગરમ થાય ત્યારે તેમાં 1/2 નાની ચમચી માખણ નાખવું, અને માખણ ગરમ થઇ ગયા પછી તેની અંદર પિઝાની ટોપિંગ માટે મકાઈના દાણા અને સિમલા મરચાને નાખીશું. ત્યારબાદ અડધું ઓર્ગેનો, અડધી ચમચી કાળામરી, અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. ત્યારબાદ તેને 2 મિનિટ સુધી હલાવીને મિક્ષ કરી નાખો. 2 મિનિટ બાદ તેને એક બાઉલમાં કાઢી લેવું.

ત્યારબાદ એક તવો ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો, અને તવો ગરમ થઇ ગયા બાદ ધીમો ગેસ રાખીને તવા ઉપર થોડું માખણ નાખીને જે બ્રેડ છે, તેને સેકી નાખવાનું છે. ત્યાર બાદ ચીઝને ક્રશ કરવાનું છે. બ્રેડ નીચેથી બાજુથી હલકી બ્રાઉન થાય ત્યાર બાદ તેને પલટાવી અને તેને એક પ્લેટમાં લઇ લો. અને ગેસ બંધ કરી દો. હવે બ્રેડ ઉપર પિઝાનું ટોપિંગ કરવાનું છે.

એના માટે પહેલા બ્રેડ પર એક ચમચી પિઝા સોસ લગાવો. તેને આખા બ્રેડ પર ફેલાવી દો. ત્યારબાદ તેની ઉપર પિઝા ટોપિંગ બનાવ્યું છે તે નાખશું, અને તેની ઉપર ક્રશ કરેલું ચીઝ નાખવાનું છે. ત્યારબાદ તે બ્રેડ પિઝાને શેકવા માટે પાછું તવા ઉપર મૂકી દો. બ્રેડ તવા ઉપર રાખ્યા બાદ તેની ઉપર ઢાંકીને 2 મિનિટ ગરમ કરવા મૂકી દેશું, એને આ સમયે ગેસ ધીમો રાખવાનો છે.

2 મિનિટ બાદ આપણા બ્રેડ પિઝા બનીને તૈયાર છે. તેને પ્લેટમાં મૂકી તમે ઈચ્છો તો તમે તેની ઉપર થોડું ઓર્ગીનો, થોડા કાળી મરી અને થોડો ચાટ મસાલો નાખી શકો છો. તો તમારા બ્રેડ પીઝા સર્વ કરવા માટે તૈયાર છે.

વીડિયો જુઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.