બ્રિટનના વડાપ્રધાને મંદિરમાં નીલકંઠ વર્ણીનો અભિષેક કરીને ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો, કહી આ ખાસ વાતો

0
560

હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન એવા બોરિસ જૉનસને બ્રિટનના સૌથી મોટા હિંદુ મંદિર તરીકે ઓળખાતા નિસડન (Neasden Temple) બીએપીએસ મંદિર ખાતે હાજરી આપી હતી. ત્યાં પ્રમુખસ્વામી મહારાજની 98 મી જન્મ જયંતીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. અને તેમણે નીલકંઠ વર્ણીનો અભિષેક કરીને એમના આશીર્વાદ મેળવીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.

જણાવી દઈએ કે, બ્રિટનમાં ગુરુવારે 12 ડિસેમ્બરના રોજ થનારી સામાન્ય ચૂંટણી પહેલા પ્રવાસી ભારતીયોને આકર્ષિત કરવા માટે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસન પોતાની મહિલા મિત્ર કૈરી સાયમંડ્સ સાથે બીએપીએસ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા, અને નવું ભારત બનાવવાના પ્રધાનમંત્રી મોદીના મિશનમાં એમની સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ચટક ગુલાબી રંગની સિલ્ક સાડીમાં 31 વર્ષીય સંરક્ષણવાદી સાયમંડ્સે શનિવારે 55 વર્ષીય જૉનસન સાથે લંડનના ઉત્તર પશ્ચિમ વિસ્તાર નેસડેનમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં જઈને પોતાનું પહેલું આધિકારિક અભિયાન શરૂ કર્યું.

પ્રધાનમંત્રી જૉનસને કહ્યું, ‘હું જાણું છું કે પ્રધાનમંત્રી મોદી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. બ્રિટિશ સરકારમાં અમે આ પ્રયત્નમાં એમનું સમર્થન કરશું.’ જૉનસનની સત્તારુંઢ કંજરવેટિવ પાર્ટી ઓપિનિયન પોલમાં વિપક્ષી લેબર પાર્ટીથી આગળ ચાલી રહી છે.

કશ્મીરના મુદ્દા પર લેબર પાર્ટીના કથિત ભારત વિરોધી વલણ તરફ પરોક્ષ રૂપથી ઈશારો કરતા જૉનસને કહ્યું, ‘આ દેશમાં કોઈ પણ પ્રકારના નસ્લવાદ અથવા ભારત વિરોધી ભાવના માટે કોઈ જગ્યા નથી હોય શકતી.’

તિલક લગાવેલા અને ગળામાં માળા પહેરેલા બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું, ‘બ્રિટિશ ભારતીયોએ પહેલા પણ કંજરવેટિવનેને જીતવામાં મદદ કરવામાં ભૂમિકા ભજવી છે. જયારે મેં નરેંદ્ર ભાઈને એ કહ્યું તો તે હસવા લાગ્યા અને બોલ્યા કે ભારતીય સદા જીતવા વાળાની સાથે રહે છે.’

તેમણે કહ્યું હતું કે, ભારત વિરોધી અને હિંદુ વિરોધી તત્વોને યુકે ક્યારેય સહન નહીં કરે. તેમણે એક જોરદાર સ્પીચ આપીને પોતાની હિંદુ ધર્મ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. બ્રિટનમાં વસતા ભારતીય લોકોને ચૂંટણીમાં પોતાની પાર્ટી તરફ આકર્ષવા જરૂરી છે, કારણ કે બ્રિટનના કુલ જી.ડી.પી 6.5% માંથી 2 % GDP માત્ર ભારતીય સમુદાય જ બનાવી રહ્યું છે.

એટલે પોતાની પાર્ટીને જીતવા માટે ભારતીય મતદારોનું મહત્વ સમજતા વડાપ્રધાન બોરિસ જૉનસન ભારતીયોને ખાસ મહત્વ આપી રહ્યા છે. ભારતીય ડોક્ટર, નર્સ અને આરોગ્ય સાથે જોડાયેલા ધંધાર્થીઓને બોરિસ જૉનસને આગામી સમયમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક વિઝા આપવાની જાહેરાત કરી હતી. જે માત્ર બે અઠવાડિયામાં જ પ્રોસેસ થઈ જશે.

આ ખાસ પ્રસંગે તેમણે નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયા (New India) પ્રોજેક્ટની વાત પણ કરી હતી અને કહ્યું હતું કે, યુકે હંમેશા તેનું સમર્થન કરશે. અને જો તેઓ ફરીથી વડાપ્રધાન પદે ચૂંટાશે, તો સૌથી પહેલા ભારતની મુલાકાત લેશે અને બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. આ પ્રસંગે વડાપ્રધાનની સાથે ભારતીય મૂળના ગૃહ પ્રધાન પ્રિતી પટેલ (Priti Patel) પણ હાજર રહ્યા હતા.

જણાવી દઈએ કે, નિસડન મંદિર (Neasden Temple) માં પ્રવેશ કરતાંની સાથે જ બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જૉનસનનું સ્વાગત હિંદુ પ્રણાલી પ્રમાણે તિલક કરીને કરાયું હતું. મંદિરમાં તેમણે દેવ દર્શન કર્યા પછી તેઓએ સંકલ્પ મૂર્તિ નીલકંઠ વર્ણીનો મહા અભિષેક કર્યો હતો અને આશીર્વાદ લીધા હતા.

આ માહિતી લાઈવ હિંદુસ્તાન/ત્રિશુલ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.