શરીર આ 10 સંકેત દ્વારા જણાવે છે બ્રેન ટ્યુમરની શરૂઆત વિષે, જાણી લો નહી તો પછતાવું પડશે.

0
2694

મિત્રો આજના લેખમાં અમે તમને બ્રેન ટ્યુમરના ૧૦ સામાન્ય લક્ષણો વિષે જણાવીશું. જો શરીર તમને આવા સંકેત આપે છે, થઈ સમજવું કે બ્રેન ટ્યુમરની શરુઆત થઇ છે. એને જાણો લો, નહી તો પછતાવું પડશે. અને આ સંકેતને તમે ખુબ જ સહજતાથી જાણી શકો છો. આ તમને ડરાવા માટે નથી, પણ અગમ ચેતી માટે છે. જેથી તમને એના ઈલાજ માટે સમય મળે.

જાણવી દઈએ કે, જો કોઈ વ્યક્તિના માથામાં સતત દુ:ખાવાની ફરિયાદ રહે છે, અને દવા લીધા છતાં પણ આ માથાનો દુ:ખાવો ઠીક નથી થઇ રહ્યો, તો તમારે સાવચેત થવાની જરૂર છે. કારણ કે આ લક્ષણ બ્રેન ટ્યુમરનું સૌથી શરૂઆતનું સ્ટેજ પણ હોઈ શકે છે.

આમ તો બ્રેન ટ્યુમર એક ગંભીર બીમારી ગણાય છે. પણ જો આ બીમારીની જાણ સમયસર થઇ જાય છે, તો તેનાથી બચાવ કરી શકાય છે. જો તેની સારવારમાં મોડું થઇ જાય તો તે વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. મિત્રો બ્રેન ટ્યુમરની સ્થિતિમાં મગજમાં ઘણી બધી કોશિકાઓ કે, કોઈ એક કોશિકા સામાય રીતે વધતી રહે છે. અને એના કારણે બીજી કોશિકાઓ ક્ષતિગ્રસ્ત થતી રહે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ઘણી વખત બ્રેન ટ્યુમર વારસાગત પણ હોઈ શકે છે, અને ઘણી વખત રેડીએશનમાં વધુ રહેવું કે કેમિકલના સંપર્કમાં રહેવાથી પણ આ રોગ થઇ શકે છે. આજે અમે તમને આ લેખ દ્વારા બ્રેન ટ્યુમરના શરૂઆતના લક્ષણો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

આવો જાણીએ બ્રેન ટ્યુમરના શરૂઆતના લક્ષણો વિષે :

૧) માથાનો દુ:ખાવો :

જાણકારી માટે જણાવી દઈએ કે, બ્રેન ટ્યુમરનો શરૂઆતના લક્ષણ માથાનો દુ:ખાવો અને તે સામાન્ય લક્ષણ પણ છે. જયારે બ્રેન ટ્યુમર થાય છે, તો આવી સ્થિતિમાં સૌથી પહેલા માથાનો દુ:ખાવો મોટાભાગે સવારના સમયે થાય છે, અને પછી તે સતત થવા લાગે છે અને દુ:ખાવો ઘણી વખત એટલો તીવ્ર થઇ જાય છે કે માણસ પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે. જો તમને પણ સતત માથામાં દુ:ખાવાની ફરિયાદ છે. તો ડોક્ટર પાસે તપાસ જરૂર કરાવી લો.

૨) શરીરનું સંતુલન બગાડવું :

બ્રેન ટ્યુમરનું બીજું લક્ષણ છે શરીરનું સંતુલન બગાડવું. જયારે બ્રેન ટ્યુમર થાય છે, તો ચક્કર આવે છે અને ઘણી વખત ચક્કર એટલા વધુ આવે છે, કે વ્યક્તિ નીચે પડી પણ જાય છે. તમને જણાવી આપીએ કે ટ્યુમર જો શેરીબેલમમાં થાય છે, તો તે શારીરિક સંતુલનને અસર કરે છે. જેને કારણે ફરતા શરીરનું સંતુલન બગડતુ રહે છે અને માણસ પડી જાય છે.

૩) ઉલટી અને મીતલી થવી :

મિત્રો, બ્રેન ટ્યુમરનું અન્ય એક લક્ષણ છે, માથાના દુ:ખાવાની સાથે ઉલટી થવી છે. ક્યારે ક્યારે માથાનો દુ:ખાવો થવા ઉપર આખો દિવસ મીતલી થતી રહે છે, અને કાંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી. આ પણ શરૂઆતમાં સવારના સમયે જ જોવા મળે છે અને પછી તે તીવ્ર થઇ જાય છે.

૪) હુમલો આવવો :

જયારે પણ કોઈ વ્યક્તિમાં બ્રેન ટ્યુમરની સ્થિતિ ઉભી થાય છે, ત્યારે એની અસર વાળી કોશિકાઓ પોતાનું જાળ ફેલાવવાનું શરુ કરી દે છે. એના લીધે આજુ બાજુની કોશિકાઓ ઉપર અસર પડે છે, અને ઘણી વખત રોગીને વારંવાર હુમલા આવવાના શરુ થઇ જાય છે.

૫) પેરાલીસીસ જેવો અનુભવ થવો :

જણાવી દઈએ કે, જયારે વ્યક્તિને બ્રેન ટ્યુમર થાય છે. તો શરીરના અંગો દ્વારા મગજનું નિયંત્રણ રહેતું નથી. જેને કારણે વ્યક્તિના અંગો ખાસ સંવેદનાનો અનુભૂતિ થતી નથી. આવી સ્થિતિમાં રોગીને પેરાલીસીસ જેવી અનુભૂતિ થાય છે.

6) બોલવામાં તકલીફ :

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે, મગજમાં શરીરના દરેક અંગોને જોડનારી કોશિકાઓ રહેલી હોય છે. તેથી ટ્યુમરની કોશિકાઓ જે પણ કોશિકાઓની આજુ બાજુથી પસાર થાય છે. તે કોશિકાઓ અસરગ્રસ્ત થઇ જાય છે. જેને કારણે વ્યક્તિને બોલવામાં તકલીફ થાય છે.

૭) ચડીયાપણું અને સ્વભાવમાં ફેરફાર :

જણવતા જઈએ કે, બ્રેન ટ્યુમરને કારણે માત્ર આપણા શરીરના અંગોની ક્રિયા અને માનસિક ક્રિયા જ પ્રભાવિત નથી થતી, પણ તેની અસર આપણા સ્વભાવ ઉપર પણ પડે છે. તેથી વ્યક્તિના વર્તનમાં ફેરફાર આવવા લાગે છે.

૮) સાંભળવામાં તકલીફ થવી :

જયારે બ્રેન ટ્યુમર દર્દીના ટેપોરલ લોબમાં પહોચી જાય છે, ત્યારે દર્દીની માત્ર બોલવાની શક્તિ જ નહિ, પણ સાંભળવાની શક્તિ ઉપર પણ અસર થાય છે. જેને કારણે વ્યક્તિને સાંભળવામાં ઘણી વધારે તકલીફ થવા લાગે છે.

૯) હાથ પગ જકડાવા :

તેમજ ટ્યુમર સેલ્સનો પ્રવેશ જયારે દર્દીના પેરાઈટલ લોબમાં થવાનો હોય છે, ત્યારે તેવી સ્થિતિ ઉભી થાય છે, કે અચાનકથી વ્યક્તિના હાથ પગ જકડાવા લાગે છે.

૧૦) નબળાઈનો અનુભવ :

બ્રેન ટ્યુમરની શરૂઆતના લક્ષણોમાં માથાના દુ:ખાવા સાથે સાથે નબળાઈનો પણ અનુભવ થવા લાગે છે.