બ્રેન ટ્યુમર થવા પર શરીરમાં થાય છે આ પરિવર્તન

0
3481

મિત્રો આજકાલ લોકોને ઘણી બધી સમસ્યાઓ થવા લાગી છે. એનાથી એક છે બ્રેન ટ્યુમર. બ્રેન ટ્યુમરને એક ગંભીર બીમારી ગણવામાં આવે છે. જો આ બીમારીનો સમયસર ખબર પડી જાય છે, તો તેનાથી બચાવ કરી શકાય છે. જો તેની સારવારમાં મોડું થઇ જાય તો તે વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આજે અમે તમને એના લક્ષણો જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે એને ઓળખીને સમય રહેતા એનું નિદાન કરાવી શકો. આ તમને ડરાવવા માટે નથી, પણ અગમ ચેતી માટે અને તમને સારવાર માટે સમય મળે તે માટે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિના માથામાં સતત દુ:ખાવાની ફરિયાદ રહે છે, તેમજ એની દવાનું સેવન કર્યા છતાં પણ આ માથાનો દુ:ખાવો ઠીક નથી થઇ રહ્યો, તો તમારે સાવચેત થવાની જરૂર છે. કેમ કે આ લક્ષણ બ્રેન ટ્યુમરની સૌથી શરૂઆતનું સ્ટેજનું પણ હોઈ શકે છે.

બ્રેન ટ્યુમરની બીમારીમાં મગજમાં ઘણી બધી કોશિકાઓ કે કોઈ એક કોશિકા સામાય રીતે વધતી રહે છે. જેને કારણે બીજી કોશિકાઓ ક્ષતિગ્રસ્ત થતી રહે છે. મિત્રો ઘણી વખત બ્રેન ટ્યુમર વારસાગત પણ હોઈ શકે છે, તો ઘણી વખત કોઈ પ્રકારના રેડીએશનમાં વધુ રહેવું કે પછી કેમિકલના સંપર્કમાં વધુ સમય સુધી રહેવાથી પણ આ રોગ થઇ શકે છે. આજે અમે તમને આ લેખ દ્વારા બ્રેન ટ્યુમરના શરૂઆતના લક્ષણો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

આવો જાણીએ બ્રેન ટ્યુમરના શરૂઆતના લક્ષણો વિષે :

  1.  માથાનો દુ:ખાવો :

આ લક્ષણ બ્રેન ટ્યુમરનું શરૂઆતનું અને સામાન્ય લક્ષણ પણ છે. જયારે કોઈને બ્રેન ટ્યુમર થાય છે, તો આવી સ્થિતિમાં સૌથી પહેલા માથાનો દુ:ખાવો (મોટાભાગે સવારના સમયે) થાય છે, અને પછી તે સતત થવા લાગે છે. અને ઘણી વખત દુ:ખાવો એટલો તીવ્ર થઇ જાય છે કે, માણસ પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે. જો તમને પણ સતત માથામાં દુ:ખાવાની ફરિયાદ છે. તો ડોક્ટર પાસે તપાસ જરૂર કરાવી લો.

2.  નબળાઈનો અનુભવ :

સામાન્ય રીતે બ્રેન ટ્યુમરના શરૂઆતના લક્ષણોમાં માથાના દુ:ખાવાની સાથે સાથે નબળાઈનો પણ અનુભવ થવા લાગે છે.

3.  શરીર સુન્ન થવું :

બ્રેન ટ્યુમરના કારણે વ્યક્તિના ચહેરા અથવા શરીરના વિભિન્ન ભાગો મોટાભાગે સુન્ન થઇ જાય છે. ખાસ કરીને જો ટ્યુમર બ્રેન સ્ટેમ(મગજનો મધ્યભાગ જેની નીચેથી કરોડરજ્જુનો પ્રારંભ થાય છે) પર વિકસિત થાય છે, તો શરીર સુન્ન થવાનો અનુભવ થાય છે.

4.  ઉલટી અને ઉબકા :

મિત્રો બ્રેન ટ્યુમરની બીમારીનું બીજું લક્ષણ માથાના દુ:ખાવાની સાથે જ ઉલટી થવી છે. ક્યારે ક્યારે માથાનો દુ:ખાવો થવા ઉપર આખો દિવસ ઉબકા આવતા રહે છે, અને કાંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી. આ પણ શરૂઆતમાં સવારના સમયે જ જોવા મળે છે અને પછી તે તીવ્ર થઇ જાય છે.

5.  હુમલો આવવો :

જાણકારી માટે જણાવી દઈએ કે જયારે બ્રેન ટ્યુમરની સ્થિતિ ઉભી થાય છે, ત્યારે અસર વાળી કોશિકાઓનું જાળ મગજમાં ફેલાવવાનું શરુ થઇ જાય છે. જેને કારણે આજુ બાજુની કોશિકાઓ ઉપર અસર પડે છે, અને ઘણી વખત રોગીને વારંવાર હુમલા આવવાના શરુ થઇ જાય છે.

6.  પેરાલીસીસ જેવો અનુભવ થવો :

મિત્રો જો કોઈ વ્યક્તિને બ્રેન ટ્યુમર થાય છે, તો એના શરીરના અંગો પર મગજનું નિયંત્રણ રહેતું નથી. જેને કારણે વ્યક્તિના અંગોને ખાસ સંવેદનાનો અનુભવ નથી થતો. આવી સ્થિતિમાં રોગીને પેરાલીસીસ જેવી અનુભૂતિ થાય છે.

7.  શરીરનું સંતુલન :

જયારે કોઈ વ્યક્તિને બ્રેન ટ્યુમર થાય છે, તો એને ચક્કર આવે છે અને ઘણી વખત ચક્કર એટલા વધુ આવે છે, કે વ્યક્તિ નીચે પડી પણ જાય છે. તમને જણાવી દઈએ કે ટ્યુમર જો શેરીબેલમમાં થાય છે, તો તે શારીરિક સંતુલનને અસર કરે છે. જેને કારણે ફરતા શરીરનું સંતુલન બગડતુ રહે છે અને માણસ પડી જાય છે.

8.  દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ :

તેમજ જો ટ્યુમર માથાના પાછળના ભાગમાં અથવા પિટ્યુટરી ગ્રંથિની આસપાસ છે, તો એની સીધી અસર તમારી આંખો પર પડે છે. એ કારણે વ્યક્તિને ઝાંખું દેખાવું અથવા ડબલ દેખાવાનું શરુ થઇ જાય છે.

9.  બોલવામાં તકલીફ :

એ વાત તો તમે બધા જાણો જ છો કે, આપણા મગજમાં શરીરના દરેક અંગોને જોડનારી કોશિકાઓ રહેલી હોય છે. તેથી ટ્યુમરની કોશિકાઓ જે પણ કોશિકાઓની આજુ બાજુથી પસાર થાય છે. તે કોશિકાઓ અસરગ્રસ્ત થઇ જાય છે. જેને કારણે વ્યક્તિને બોલવામાં તકલીફ થાય છે.

10.  સાંભળવામાં તકલીફ થવી :

આ પણ એક અગત્યનું લક્ષણ છે. જયારે બ્રેન ટ્યુમર વ્યક્તિના ટેપોરલ લોબમાં પહોચી જાય છે, તો તેનાથી ન માત્ર બોલવાની શક્તિ નહિ, પણ વ્યક્તિની સાંભળવાની શક્તિ ઉપર પણ અસર થાય છે. જેને કારણે વ્યક્તિને સાંભળવામાં તકલીફ થવા લાગે છે.

11.  હાથ પગ જકડાવા :

જણાવી દઈએ કે જયારે ટ્યુમરના સેલ્સનો પ્રવેશ પેરાઈટલ લોબમાં થવાનો હોય છે, ત્યારે તેવી સ્થિતિ ઉભી થાય છે કે જેનાથી અચાનક જ વ્યક્તિના હાથ પગ જકડાવા લાગે છે.

12.  ચડીયાપણું અને સ્વભાવમાં ફેરફાર :

જણાવી દઈએ કે બ્રેન ટ્યુમરથી માત્ર આપણા શરીરના વિવિધ અંગોની ક્રિયા અને માનસિક ક્રિયા જ પ્રભાવિત નથી થતી. પણ તેની અસર આપણા સ્વભાવ ઉપર પણ પડે છે. તેનાથી વ્યક્તિના વર્તનમાં પણ ફેરફાર આવવા લાગે છે.

13.  સમજવામાં તકલીફ :

બ્રેન ટ્યુમર વ્યક્તિની સમજવા વિચારવાની ક્ષમતાને ઘણે અંશે પ્રભાવિત કરે છે. મગજના થોડા ભાગોમાં ટ્યુમર થવા પર વ્યક્તિને ન ફક્ત બોલવામાં મુશ્કેલી થાય છે, પણ એને બીજાના શબ્દોને સમજવામાં પણ તકલીફનો સામનો કરવો પડે છે. તેમજ મગજની સામેના ભાગમાં ટ્યુમર વ્યક્તિના વિચાર અને વ્યક્તિત્વને વિપરીત રીતે પ્રભાવિત કરે છે.