Mirzapur Season 2 : ટ્વીટર પર ટ્રેંડ થઇ રહ્યું છે ‘બાયકોટ મિરઝાપુર 2’, અલી ફઝલ જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.

0
1304

ટ્વીટર પર બાયકોટ મિરઝાપુર 2 ટ્રેંડમાં, લોકો અલી ફઝલને બરાબરના ટ્રોલ કરી રહ્યા છે, જાણો તેનું કારણ.

લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી વેબ સિરીઝ મિરઝાપુર 2 ની રિલીઝ ડેટની ઘોષણા થઈ છે. એમેઝોન પ્રાઈમ વિડીયોએ ટીઝર જાહેર કરતા જણાવ્યું કે, મિરઝાપુરની બીજી સીઝનની શરૂઆત 23 ઓકટોબરથી થશે. આ દરમિયાન મંગળવારે અચાનક જ ટ્વીટર પર હેઝ ટેગ બાયકોટ મિરઝાપુર 2 (#BoycottMirzapur2) ટ્રેંડ થવા લાગ્યું તો ફેન્સ ચોંકી ગયા. તેની તપાસ કરવા પર ખબર પડી કે સિરીઝના કલાકાર અલી ફઝલ ઉર્ફ ગુડ્ડુ ભૈયાને કારણે આ વિરોધ થઈ રહ્યો છે.

અલી ફઝલ દ્વારા કરવામાં આવેલી અમુક જૂની ટ્વીટને કારણે આ વિરોધ થઈ રહ્યો છે. જે અલી ફઝલે CAA વિરોધીઓના સમર્થનમાં કરી હતી. આમ તો અલીએ પાછળથી તે ટ્વિટ્સ ડીલીટ કરી દીધી હતી. અલી ફઝલે CAA નો વિરોધ કરતા મિરઝાપુરનો ડાયલોગ લખ્યો હતો, ‘શુરુ મજબૂરી મેં કિએ થે. અબ મઝા આ રહા હૈ.’

અલીએ બીજી ટ્વીટ કરી હતી, ‘યાદ રાખો – આગળનું પગલું એ સાબિત કરવું નથી કે આ શાંતિપૂર્ણ આંદોલન હતું, પણ તેની તપાસ કરવી અને અસલી ઘૂસણખોરો પરથી પડદો ઉઠાવવો જે બહારથી આ આંદોલનમાં ઘુસ્યા અને હિંસા કરી.’

આ ટ્વીટ્સને કારણે હવે મિરઝાપુર 2 નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુઝરે લખ્યું કે, મિરઝાપુર 2 માં ગુડ્ડુ ઉત્તમ લાગી રહ્યો છે, અને આપણે પણ મિરઝાપુર 2 ને બાયકોટ કરીને પોતાનું ઉત્તમ પ્રદર્શન આપવાનું છે. એક અન્ય યુઝરે ફરહાન અખ્તરને પણ બાયકોટના કારણમાં શામેલ કરી લીધા, કારણ કે તે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.

એવું નથી કે ફક્ત મિરઝાપુર 2 નો વિરોધ જ થઈ રહ્યો છે, તેને જબરજસ્ત સમર્થન પણ મળી રહ્યું છે, કારણ કે ફેંસ લાંબા સમયથી આ સિરીઝની બીજી સીઝનની રાહ જોઈ રહ્યા હતા. શો ના ફેન્સ પણ આને સપોર્ટ કરવામાં લાગ્યા છે. મિરઝાપુર સિરીઝના ફેન્સે પણ મોર્ચો સાચવ્યો છે. યુઝર્સે અમુક મજેદાર મીમ્સ બનાવ્યા છે.

જણાવી દઈએ કે, મિરઝાપુરની બીજી સીઝન 23 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. મિરઝાપુરમાં પંકજ ત્રિપાઠીએ કાલીન ભૈયાનું પાત્ર ભજવ્યું છે. તેમજ અલી ફઝલ ગુડ્ડુના રોલમાં છે. દિવ્યેંદુ શર્મા (મુન્ના ત્રિપાઠી) પંકજ ત્રિપાઠીના દીકરાના રોલમાં છે. રસિકા દુગ્ગલ કાલીન ભૈયાની પત્નીના રોલમાં છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.