આખું વર્ષ ચોપડી ન ખોલવા વાળા છોકરાઓ આ લેખ જરૂર વાંચે, નહિ તો અંતે પસ્તાવો થશે

0
1315

કોલેજમાં એક છોકરો હતો, તે પોતાની સાથે ભણતી એક છોકરીને પ્રેમ કરતો હતો. એક દિવસ પોતાના પ્રેમનો એકરાર કરવાં માટે તેણે એ છોકરીને લવ લેટર લખ્યો. શરૂઆતમાં એણે પોતાના દિલની બધી લાગણીઓ વિષે લખ્યું અને અંતમાં લખ્યું કે, “જો તું પણ મને પ્રેમ કરતી હોય, તો કાલે લાલ રંગનો ડ્રેસ પહેરીને આવજે.”

પછી એ છોકરો પોતે લખેલો લવ લેટર એક ચોપડીમાં મુકીને પેલી છોકરીને આપે છે. એ છોકરી ચોપડીમાં મુકેલો લવ લેટર વાંચે છે. અને બીજા દિવસે એ છોકરી પીળા રંગનો ડ્રેસ પહેરીને કોલેજમાં આવે છે.અને એ છોકરાને એની ચોપડી પાછી આપે છે.

છોકરીને લાલને બદલે પીળા રંગના ડ્રેસમાં જોઈને એ છોકરાનું મનદુઃખ થાય છે. એ સમજી જાય છે કે હું જેને પ્રેમ કરું છું, એ મને પ્રેમ નથી કરતી. તે આ વિષયમાં આગળ એની સાથે વાત નથી કરતો, અને ઉદાસ રહેવા લાગે છે. પછી કોલેજ પણ પૂરી થઈ જાય છે, અને એ છોકરીના બીજા છોકરા સાથે લગ્ન થઇ જાય છે.

થોડા વર્ષો પસાર થયા પછી એક દિવસ ઘરની સફાઈ કરતા સમયે છોકરાના હાથમાંથી પેલી છોકરીએ પાછી આપેલી ચોપડી નીચે પડી જાય છે. અને એમાંથી એક ચિઠ્ઠી બહાર નીકળે છે. પછી છોકરો એ ચિઠ્ઠી વાંચે છે.

એ ચિઠ્ઠીમાં લખ્યું હોય છે કે, “મને પણ તું પસંદ છે. તું મારા ઘરવાળાને મળવા આવ, અને આ બાબતે વાત કર. જો ઘરવાળા ન માને તો પણ હું તારી સાથે લગ્ન કરીશ. અને હા, હું ગરીબ છોકરી છું એટલે મારી પાસે લાલ રંગનો ડ્રેસ નથી. સોરી.

આ વાંચીને છોકરાને પોતાના પર ખુબ ગુસ્સો આવે છે. તે દીવાલ સાથે માથું ભટકાડે છે. અને એને એકપણ વાર એ ચોપડી ન ખોલવાનો પસ્તાવો થાય છે.

તાત્પર્ય : વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તો તમારા કોર્સની ચોપડીઓ ખોલીને જરૂર જોવી.

નોંધ : હવે તમે તમારી બધી ચોપડીઓ ફંફોળવા ન બેસી જતા. તમારો સમય તો નીકળી ગયો છે સાહેબ. હવે તમે તમારા બાળકોના ભણતર પણ ધ્યાન આપો. જૂની ચોપડીઓ ફંફોળવાથી હવે કોઈ ફાયદો નહિ થાય.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.