મજેદાર જોક્સ : બાળક (મમ્મીને) : ગાંધીજીના માથા પર વાળ કેમ ન હતા? મમ્મી : કારણ કે તે…..

0
275

જોક્સ 1 :

વકીલ : મરતા પહેલા તમારા પતિના અંતિમ શબ્દ શું હતા?

મહિલા : મારા ચશ્મા ક્યાં છે વિનિતા?

વકીલ : તો તેના માટે આટલું મોટું પગલું ભરવાની શું જરૂર હતી?

મહિલા : મારું નામ જાનવી છે.

જોક્સ 2 :

પત્ની : તમે આખો દિવસ બીજી મહિલાઓને કેમ જોયા કરો છો?

પતિ : અરે ભગવાન…. એવું જરાય નથી.

પત્ની : જાણો છો? ગધેડો પણ પોતાનાવાળી સિવાય બીજી તરફ નથી જોતો.

પતિ : એટલે જ તો તેને ગધેડો કહે છે.

જોક્સ 3 :

એક કંજૂસ બાપે દીકરાને નવા ચશ્મા અપાવી દીધા.

બીજા દિવસે દીકરો ખુરશી પર બેઠો બેઠો કંઈક વિચારી રહ્યો હતો.

કંજૂસ પિતાએ પૂછ્યું : દીકરા કાંઈ વાંચી રહ્યો છે?

દીકરો : ના પપ્પા.

પિતા : તો કાંઈ લખી રહ્યો છે?

દીકરો : ના પપ્પા.

પિતા (ગુસ્સામાં) : તો પછી ચશ્મા ઉતારી કેમ નથી દેતો?

તને તો ખોટા ખર્ચ કરવાની આદત પડી ગઈ છે.

જોક્સ 4 :

એક પત્નીની વ્યથા.

મારા પતિદેવ પણ ‘કોન બનેગા કરોડપતિ’ ના અમિતાભ બચ્ચનથી ઓછા નથી.

જયારે પણ પૈસા માંગુ ત્યારે પૂછે છે,

શું કરશો તમે આટલી ધન રાશિનું?

જોક્સ 5 :

પિતા : દીકરા, જણાવ જાન ક્યાંથી નીકળે છે?

દીકરો : બારીમાંથી.

પિતા : એ કઈ રીતે?

દીકરી : કાલે જ દીદી એક છોકરાને કહી રહી હતી,

જાન, બારીમાંથી બહાર જતા રહો, પપ્પા આવી ગયા છે.

જોક્સ 6 :

પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને ડોક્ટર પાસે ગયો.

ડોક્ટર : દીકરી આ ઇજા કઈ રીતે થઈ?

પપ્પુ : ડોક્ટર આ મારી સાથે રોજ ઝગડી હતી.

હું રોજ કારણ પૂછતો તો કહેતી, તેનાથી પ્રેમ વધે છે.

ડોક્ટર : પછી શું થયું?

પપ્પુ : પછી શું, પ્રેમ વધારવા માટે મેં પણ બે ચાર ચોળી દીધી.

જોક્સ 7 :

પપ્પુ રોટલીનો એક બુકો પોતે ખાઈ રહ્યો હતો અને બીજો બાજુમાં બેસેલી મરઘીને ખવડાવી રહ્યો હતો.

છોટુ (ચકિત થઈને) : આ શું કરી રહ્યો છે?

પપ્પુ : દેખાતું નથી ચિકન સાથે રોટલી ખાઈ રહ્યો છું.

જોક્સ 8 :

આજના સમયની સૌથી મોટી સમસ્યા,

ખાલી પેટ મગજ નથી ચાલતું,

અને પેટ ભરાઈ ગયા પછી શરીર નથી ચાલતું.

જોક્સ 9 :

છગન ગર્લફ્રેન્ડ સાથે પહેલી વાર ડેટ પર ગયો, પણ 2 જ મિનિટમાં તેની ગર્લફ્રેન્ડ ભાગી ગઈ.

કારણ કે છગને તેને કહ્યું, આ મારી પહેલી ડેટ છે ડાર્લિંગ. કોઈ ભૂલ અથવા કમી રહી જાય,

તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજે.

જોક્સ 10 :

પપ્પુ પોતાની નોકરાણીને પ્રેમ કરતો હતો,

એક દિવસ તે પોતાની નોકરાણી સાથે રોમાન્સ કરી રહ્યો હતો.

પપ્પુ : તું તો મારી પત્ની કરતા પણ વધારે સુંદર છે.

નોકરાણી : જુઠ્ઠુંના બોલો શેઠ.

પપ્પુ : ના હું એકદમ સાચું કહી રહ્યો છું.

નોકરાણી : પણ ડ્રાઈવર તો કહી રહ્યો હતો કે,

શેઠાણી જ વધારે સુંદર છે.

પપ્પુ બેભાન.

જોક્સ 11 :

બાળક (મમ્મીને) : ગાંધીજીના માથા પર વાળ કેમ ન હતા?

મમ્મી : કારણ કે તે હંમેશા સાચું બોલતા હતા.

બાળક : ઓહ હવે સમજાયું કે મહિલાઓના માથા પર આટલા લાંબા વાળ કેમ હોય છે.

જોક્સ 12 :

પતિ : તને તૈયાર થવામાં આટલો ટાઈમ કેમ લાગે છે?

હું તો 2 મિનિટમાં તૈયાર થઇ ગયો.

પત્ની : અરે સાદા ભાત અને બિરયાનીમાં ફરક હોય છે કે નહિ.