રેલવે પ્લેટફોર્મ પર એક છોકરો પાણીની બોટલ વેચીને ગુજરાન ચલાવતો હતો, એક દિવસ ટ્રેનમાં બેઠેલા શેઠે તેને બોલાવ્યો અને પછી…

0
1831

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. આજે અમે તમારા માટે એક સરસ મજાનો લેખ લઈને આવ્યા છીએ જે આપણને એક સારી શીખ આપતો જશે. તો આવો શરુ કરીએ આજની સ્ટોરી.

“જે સમજવા વિચારવામાં ફસાઈ રહે છે, ખાસ કરીને તે પોતાનું ધ્યેય મેળવવા જ નથી માંગતા.”

દેશના કોઈ એક શહેરમાં એક ૧૫ વર્ષનો સગીર છોકરો રેલ્વે પ્લેટફોર્મ ઉપર પાણી વેચતો હતો. એમાંથી જે કમાણી થતી એના વડે તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. એવામાં એક દિવસ તે પાણી વેચી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં બેઠેલા એક શેઠે તેને પોતાની પાસે બોલાવ્યો.

છોકરો દોડીને એ શેઠ પાસે ગયો. છોકરાએ પોતાની રોજની આદતની જેમ પાણીની બોટલ એ શેઠ તરફ આગળ વધારી, એટલે શેઠે એને પૂછ્યું કેટલા પૈસા? છોકરાએ કહ્યું, ૧૦ રૂપિયાની ૧ બોટલ સાહેબ. એટલે શેઠે કહ્યું ૭ રૂપિયામાં આપીશ?

એ શેઠની આ વાત સાંભળીને છોકરો હળવું હસ્યો અને પાણીની બોટલ લઇને આગળ વધી ગયો. એ શેઠની બાજુમાં એક સંત બેઠા હતા. તેમણે ધ્યાન પૂર્વક આ આખી ઘટના જોઈ. અને તેમના મનમાં એક પ્રશ્ન થયો કે, આ છોકરો હસ્યો કેમ? સંતને લાગ્યું કે તેની પાછળ જરૂર કોઈ રહસ્ય હશે.

એટલે એ રહસ્મય જાણવા માટે તે સંત ટ્રેનમાંથી ઉતર્યા અને પેલા પાણી વેચવા વાળા છોકરાની પાછળ પાછળ ગયા. થોડે દુર જઈને સંતે એ છોકરાને ઉભો રાખ્યો અને પૂછ્યું કે, દીકરા પેલા શેઠે જયારે પાણીના ભાવ તાલ કર્યા, તો તું હસ્યો કેમ?

આ પ્રશ્નનો જવાબ આપતા એ છોકરો બોલ્યો, મહારાજ મને હસવાનું એટલા માટે આવ્યું કે, એ શેઠને તરસ તો લાગી જ ન હતી, તે તો માત્ર મને બોટલના ભાવ પૂછી રહ્યા હતા. અને મારો ટાઇમ ખોટી કરી રહ્યા હતા.

આ સાંભળી સંતે એ છોકરાને પૂછ્યું કે, તને શા માટે એવું લાગ્યું કે, એ શેઠને તરસ લાગી જ ન હતી?

એટલે છોકરાએ કહ્યું, જુઓ મહારાજ, વાત એમ છે કે જેને ખરેખર તરસ લાગી હોય તે ક્યારે પણ પાણીના ભાવ નથી પૂછતાં. તે તો બોટલ લઇને પહેલા પાણી પીવે છે અને પછી પાછળથી પૂછે છે કે, આના કેટલા પૈસા આપવાના છે?

અને એ શેઠ દ્વારા પહેલા ભાવ પૂછવાનો અર્થ એ થયો કે એને તરસ લાગી જ નથી. સંતને પણ છોકરાની વાત સમજાઈ ગઈ અને તે ફરી ટ્રેનમાં જઈને બેસી ગયા.

મિત્રો, વ્યક્તિ જીવનમાં કાંઈકને કાંઈક મેળવવા માંગે છે. પણ ઘણા લોકો એવા હોય છે, જે કોઈ પણ જાતના તર્ક વિતર્ક કર્યા વગર પોતાના લક્ષ્યની પાછળ લાગી રહે છે, અને તેને મેળવીને જ ઝંપે છે. તો ઘણા લોકો એવા પણ હોય છે, જે દરેક વસ્તુમાં ખામી કાઢતા રહે છે, કે સમજવા વિચારવામાં જ ફસાઈ રહે છે. ખાસ કરીને તે લક્ષ્યને મેળવવા જ નથી માંગતા, તે માત્ર વાતોમાં જ ફસાઈને રહી જાય છે.

અહીં કહેવાનો અર્થ એ છે કે, જ્યારે તમારે મોટુ લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો તમે નાના નાના બહાના કે ફરિયાદ કરતા રહેશો તો તમને એમાં સફળતા નહિ મળે. જે લોકો કાર્ય કરતો રહે છે, તેમજ ધીરજ અને ચતુરાઈથી દરેક વિકટ પરિસ્થિતિનો પોતાનો માર્ગ શોધે છે, તેને હંમેશા સફળતા મળે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.