પોતાની માં ને જોઈને આ બાળકે બનાવી હતી એક પેન્ટિંગ, જે આજે કેરળના જેંડર બજેટનું કવર પેજ બની ચુકી છે

0
665

અનુજાથ સિંધુ (Anujath Sindhu) નવમાં ધોરણનો એક વિદ્યાર્થી છે, જે કરેલના થ્રિસુર જિલ્લામાં રહે છે. અનુજાથે એક પેન્ટિંગ બનાવી છે, જે તેણે પોતાની માતા અને પોતાના ઘરની આસપાસ રહેતી દરેક મહિલાઓને સમર્પિત કરી હતી. તેમાં તેણે પોતાની માં દ્વારા આખા દિવસમાં પોતાના પરિવાર માટે કરવામાં આવતા અવેતન કામ (Unpaid Work) ને દર્શાવ્યા હતા.

તેની એ પેન્ટિંગ કેરલ સરકારને એટલી પસંદ આવી કે તેમણે પોતાના એક મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજના કવર પેજ માટે તેને પસંદ કરી લીધી. આ બાળકના વિચારોને વ્યક્ત કરતા આ ફોટાને તમે અહીં જોઈ શકો છો.

આ પેન્ટિંગનું નામ અનુજાથે ‘My Mother And Mothers In The Neighborhood’ રાખ્યું છે. તેની આ પેન્ટિંગને કેરલના નાણાં મંત્રી (Thomas Isaac) એ પોતાના વુમન એમ્પાવરમેન્ટ બજેટના દસ્તાવેજનું કવર પેજ બનાવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે નવેમ્બરમાં અનુજાથની માં નો સ્વર્ગવાસ થઈ ગયો હતો. તે હજુ પણ તે દુઃખમાંથી બહાર આવી શક્યો નથી. પોતાની માં ને ગુમાવ્યા પછી તે હંમેશા પેન્ટિંગ દ્વારા પોતાની માં પ્રત્યેના પ્રેમને દર્શાવવા પ્રયત્ન કરતો રહે છે. જ્યારે તે 4 વર્ષનો હતો ત્યારે તેની માં એ પેન્ટિંગ કરવાની તેની પ્રતિભાને ઓળખી હતી.

આ વિષે વાત કરતા અનુજાથે કહ્યું, ‘મારી માં હંમેશા મને પેન્ટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરતી રહેતી હતી. તે હંમેશા પહેલા કરતા વધારે સારી પેન્ટિંગ બનાવવા માટે પ્રેરિત કરતી હતી. તેમના વિશ્વાસ અને પિતાના સાથ સાથે હું પેન્ટિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યો છું.’

અનુજાથના પિતા વિનાયલા આ વાતથી ઘણા ખુશ છે. તેમણે કહ્યું – ‘મને આ થીમ પર ખુબ ગર્વ છે. આ પેન્ટિંગ અનુજાથે 10 વર્ષની ઉંમરમાં બનાવી હતી. આ એક ઘણો મોટો સંદેશ આપે છે. અમે હંમેશા તેને મહિલાઓ દ્વારા પોતાના બાળકોના ઉછેર માટે કરવામાં આવતા પ્રયત્નો વિષે જણાવતા રહેતા હતા.’

આ નાની ઉંમરમાં મહિલાઓના સંઘર્ષોને સમજવા અને તેને પેન્ટિંગ દ્વારા રજુ કરવા સરળ નથી હોતું. અમે દુઆ કરીએ છીએ કે, અનુજાથ આગળ જઈને એક મોટો ચિત્રકાર બને.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.