બોયફ્રેન્ડે બે વર્ષ પહેલા આપ્યુ હતું નેકલેસ, ખોલીને જોયું તો રહી ગઈ ચકિત, એમાં છુપાયેલું હતું આ મોટું રહસ્ય

0
2481

આપણી આ દુનિયા ઘણી મોટી છે. અને અહી રોજ કોઈક ને કોઈક જગ્યાએ કોઈ ને કોઈ વ્યક્તિ સાથે અજબો-ગરીબ ઘટનાઓ અને અકસ્માત થતા જ રહે છે. એમાંથી કેટલીક ઘટનાઓ તો એટલી અલગ હોય છે કે તેના વિષે તમે સપનામાં પણ વિચારી શકો નહિ કે આવું પણ થઇ શકે છે.

આવી ઘટનાઓ હજારો વર્ષોથી થતી આવે છે, પણ આજે સોશિયલ મીડિયાના વ્યાપને કારણે લોકોને ઘણું ઝડપથી આવી ઘટનાઓ વિષે જાણવા મળી જાય છે. નહિતર તેમની તરફ લોકોનું ધ્યાન પણ જતું નથી. ઈન્ટરનેટના આ યુગમાં હંમેશા તમે આવી અજીબો ગરીબ ઘટના વિષે સાંભળ્યું હશે.

જો તમે થોડો સમય કાઢીને સોશિયલ મીડિયામાં લટાર મારો તો તમને અલગ અલગ જાણકારી અને વિડિઓ જોવા મળી જશે. આમાંથી જ કેટલાક વિડિઓ જોયા પછી તમે પોતે ચકિત થઇ જશો કે, દુનિયામાં આવું પણ થાય છે. આવા વિડિઓ આવ્યા પછી લોકો તેને ખુબ વાયરલ કરે છે. એકબીજાને ખુબ શેયર કરે છે. ઘણા લોકો આના કારણે ચર્ચામાં પણ આવી જાય છે. આજે અમે તમને એક આવી જ ચર્ચિત છોકરીની ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છે.

પાઇન(ચીડ) લાકડાથી બનેલ લોકેટ આપ્યું હતું એન્નાને :

આજે અમે તમને જે છોકરીને વિષે જણાવવાના છીએ એનું નામ એન્ના છે. અને તે ઓસ્ટ્રલિયાની રહેવાસી છે. એન્નાની સ્ટોરી જાણીને હકીકતમાં તમે પણ ચકિત થઇ જશો. દરેક વ્યક્તિની જેમ એન્નાના જીવનમાં પણ એક બોયફ્રેન્ડ છે. એન્નાના બોયફ્રેન્ડનું નામ ટેરી છે. ટેરી એન્નાને ખુબ પ્રેમ કરતો હતો. એક દિવસ ટેરીએ એન્નાને પાઇન લાકડા(ચીડ) નું બનેલ એક લોકેટ (નેકલેસ) ગિફ્ટ આપ્યું હતું.

લોકેટ અંદરથી હતું ખોખલુ, જે નીકળ્યું તે જોઈને એન્ના રહી ગઈ ચકિત :

મળેલી જાણકારી અનુસાર જાણવામાં આવી રહ્યું છે કે, એન્ના પોતાના બોયફ્રેન્ડ દ્વારા આપેલ લોકેટને છેલ્લા બે વર્ષથી પહેરતી હતી. પણ એના એ લોકેટની અંદર કંઈક હતું જે એને ખબર ન હતી. અને લોકેટનું એ રહસ્ય એન્ના બે વર્ષ પછી જાણી શકી. જયારે એક દિવસ એ લોકેટના અંદર શું છે, એની એન્નાને ખબર પડી, તો તેને જોઈને તે ચકિત થઇ ગઈ. ભરોસો કરો, જયારે તમે પણ એ વિષયમાં જાણશો તો તમે પણ ચકિત થઇ જશો.

લોકેટ તોડવા પર નીકળી એક ચમકદાર વસ્તુ :

એક દિવસ એન્ના અને ટેરી બંને ફરવા માટે બહાર ગયા હતા. ત્યાં ટેરીએ એન્ના પાસેથી તે લોકેટ માગ્યું. જણાવી દઈએ કે લોકેટ પોતે ટેરીએ પોતાના હાથથી બનાવ્યું હતું. જેવું જ ટેરીને એન્નાએ પોતાનો લોકેટ આપ્યુ, તો ટેરીએ તે લોકેટને તોડી નાખ્યું. લોકેટ તૂટતાં જ અંદરથી એક ચમકદાર વસ્તુ નીકળી, જેને જોઈને એના ચકિત થઇ ગઈ.

જણાવી દઈએ કે જયારે લોકેટ તૂટ્યું તો તેમાંથી એક હીરાની એક વીંટી નીકળી. તેને ભરોસો થઇ રહ્યો નહોતો કે જે લોકેટને તે બે વર્ષ સુધી પોતાના ગળામાં પહેરી રાખેલું તે લોકેટ માંથી એક હીરાની વીંટી નીકળશે. ટેરીએ એનાને પ્રપોઝ કર્યુ અને એના એ ખુશ થઈને એને હા પડી દીધી. પણ તે ટેરીથી ગુસ્સે પણ હતી. કારણ કે ટેરીએ તેને આ લોકેટનું રહસ્ય બે વર્ષ સુધી જણાવ્યું નહિ.

તમે પણ તમારા ચહિતાને આવું કોઈ સરપ્રાઈઝ આપ્યું હોય તો જરૂર કોમેન્ટમાં જણાવો. અથવા તમે જેને પણ ખુબ ચાહતા હો એનું નામ ટેગ કરો. અમને આશા છે કે તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હશે તો શેર કરજો.