બોસ હોય તો આવો, કર્મચારીઓને આપ્યા કંપનીના શેયર, બધા બની ગયા કરોડપતિ.

0
250

આ બોસે પોતાના કર્મચારીઓને બનાવ્યા કરોડપતિ, કર્મચારીઓ સમક્ષ રાખી આ સ્કીમ અને પછી વરસ્યા પૈસા. બોસ હોય તો આવા જ હોય, જે પોતાના અને કંપનીના લાભની સાથે સાથે કર્મચારીઓના લાભનો વિચાર કરે. બ્રિટનના એક બિઝનેસમેને તેની કંપનીના પ્રોફિટ શેયર્સને પોતાના કર્મચારીઓમાં વહેંચી દીધા. હવે તેમની કંપનીના મોટાભાગના કર્મચારી કરોડપતિ બની ગયા છે. બિઝનેસમેને આવું ત્યારે કર્યું જયારે કંપનીના શેર ઝડપથી ઉપર ગયા અને કંપનીને ઘણું મોટું પ્રોફિટ થયું.

આ કંપનીનું નામ છે ધ હટ ગ્રુપ (The Hut Group). તેના માલિક છે મૈથ્યુ મોલ્ડિંગ (Matthew Moulding). મૈથ્યુએ તેની કંપનીમાંથી 830 મીલીયન પાઉંડ એટલે લગભગ 8183 કરોડ રૂપિયાના શેયર તેની કંપનીના કર્મચારીઓમાં વહેંચી દીધા. તેમણે એક બાય બેક સ્કીમ ચલાવી. તે તમામ કર્મચારીઓ માટે ઓપન સ્કીમ હતી.

આ સ્કીમનો ફાયદો તેમના તે કર્મચારીઓને મળ્યો જેમણે આવું ક્યારેય વિચાર્યું પણ ન હતું. કર્મચારીઓની પસંદગી તેમના મેનેજર્સે કરી અને લીસ્ટ મૈથ્યુ સુધી પહોંચાડ્યું. આ સ્કીમનો ફાયદો કંપનીના ડ્રાઇવર્સથી લઈને મૈથ્યુની પર્સનલ આસીસ્ટન્ટ સુધીના લોકોને થયો છે. મૈથ્યુની પર્સનલ આસીસ્ટન્ટ કહે છે કે, તેને એટલા પૈસા મળ્યા છે કે તે 36 વર્ષની ઉંમરમાં નિવૃત્તિ લઇ શકે છે.

બ્રિટીશ સમાચાર પત્ર મિરર સાથે વાતચીત કરતા મૈથ્યુ મોલ્ડિંગે કહ્યું કે, મેં બધાને મારો અને કંપનીનો લાભ વહેંચવાનું વિચાર્યું. એટલા માટે આ સ્કીમ રાખી દીધી. બધાને પૈસા મળ્યા છે. આ સમયે વેપારના વિરોધમાં ઘણા લોકો કાંઈને કાંઈ બોલી રહ્યા હતા, પરંતુ મને વિશ્વાસ હતો કે શેયર ઉપર આવશે. કોઈ પણ પરફેક્ટ નથી હોતું પરંતુ આપણે બધા લાભ અને પૈસામાં ભાગ જરૂર ઇચ્છીએ છીએ.

ધ હટ ગ્રુપ એક ઈ-કોમર્સ બિઝનેસ છે. મૈથ્યુ મોલ્ડિંગ જીમીંગના શોખીન છે. તે ઘણા ફીટ રહે છે. તે લેમ્બોર્ગીની ચલાવે છે. તે ખાસ કરીને પોતાના પ્રોટીન શેકસ અને તેમની બ્રાંડની બ્યુટી પ્રોડક્ટ્સ માટે ઓળખાય છે. મૈથ્યુને ઘણા બિઝનેસ એવોર્ડ મળી ચુક્યા છે. દુનિયાભરના ઘણા મહાન નેતાઓ સાથે તેમનો પરિચય છે. મૈથ્યુ પોતાની સુંદર પાર્ટીઓ માટે પણ ઓળખાય છે.

મૈથ્યુ મોલ્ડિંગે વર્ષ 2004 માં જોન ગેઈલમોર સાથે ધ હટ ગ્રુપની સ્થાપના કરી હતી. 48 વર્ષીય મૈથ્યુ છેલ્લા 16 વર્ષથી સતત ઘણા પૈસા કમાઈ રહ્યા છે. તેમનો બિઝનેસ ઘણો સારો ચાલી રહ્યો છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેમણે તેના શેરહોલ્ડર્સને 1.1 બિલીયન ડોલર્સ એટલે 8122 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું છે.

ધ હટ ગ્રુપે તેના શેરધારકોને તે બોનસ ત્યારે આપ્યું જયારે કંપનીના શેર્સ ઉપર ગયા અને કંપનીને 63,505 કરોડ રૂપિયાનો લાભ થયો. તે પણ માત્ર 15 દિવસની અંદર. ધ હટ ગ્રુપ બે મહિના પહેલા જ તેના આઈપીઓ લઈને આવી હતી. આ સમયે હટ ગ્રુપનું માર્કેટ કેપિટલ 80,521 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. ધ હટ ગ્રુપ દુનિયાભરના 164 દેશોમાં કામ કરી રહી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં જ મૈથ્યુ મોલ્ડિંગને ફોર્બ્સે અબજોપતિની યાદીમાં પહેલી વખત મુક્યા છે. શેયર સ્કીમથી કંપનીના લગભગ 200 કર્મચારીઓને સીધો લાભ થયો છે. તે કરોડપતિ બની ગયા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.