આ છે બૂંદીના લાડવા બનાવવાની સૌથી શ્રેષ્ઠ રીત, એટલા ટેસ્ટી બનશે કે બાહરના લાડુનો સ્વાદ ભૂલી જશો

0
831

આ સરળ રીતે ઘરે જ બનાવો શુદ્ધ અને ટેસ્ટી બૂંદીના લાડુ, નોંધી લો તેની બેસ્ટ રેસિપી

મિત્રો, આજે આપણે શીખીશું કે, હોમ મેડ, ટેસ્ટી અને શુદ્ધ બૂંદીના લાડુ કેવી રીતે બનાવાય છે. બૂંદીના લાડુમાં જો લીલા અને નારંગી રંગની બુંદી મિક્સ કરીને બનાવવામાં આવે તો તે દેખાવમાં મજેદાર લાગે છે, અને સ્વાદ તો તેનો ઉત્તમ હોય જ છે. બૂંદીના લાડુ ભગવાનને પ્રસાદીના રૂપમાં ધરાવવામાં આવે જ છે, અને ખુશીના અવસર પર આ લાડુ ખુબ વહેંચવામાં આવે છે. તો આવો જાણીએ તેની રેસિપી.

જરૂરી સામગ્રી :

બેસન – 250 ગ્રામ,

સુજી – 50 ગ્રામ,

ખાંડ – 400 ગ્રામ,

નાની એલાયચી 3-4 નંગ,

બુંદી બનાવવા વાળો સાંચો અથવા ઝારો,

પાણી – 2 લીટર,

તેલ – 1 લીટર,

એક કડાઈ,

ખોરાકમાં વપરાતો પીળો કલર,

ખોરાકમાં વપરાતો લીલો કલર,

ખોરાકમાં વપરાતો નારંગી કલર,

લોટ ચાળવા વાળી ચાયણી.

વિધિ :

એક મોટા વાટકા અથવા અન્ય કોઈ વાસણમાં બેસન અને સુજી નાખીને સારી રીતે મિક્સ કરી દો.

ત્યારબાદ તેમાં ધીરે ધીરે પાણી નાખીને તેને મિક્સ કરતા જાવ. એકવારમાં જ બધું પાણી નાખી દેવું નહિ, નહીં તો ખીરું (ઘોળ) પાતળું થઈ જશે.

બેસન પણ મીડીયમ સાઈઝમાં દળેલું હોય તેવું લો. તેમાં સુજી મિક્સ કરવાથી બુંદી સારી રીતે ચાસણી શોષી લેશે. લાડુ પણ શાનદાર બનશે.

ખીરામાં પાણી નાખતા જાવ અને તેને સારી રીતે મિક્સ કરીને પાતળું ખીરું બનાવો. તે એટલું પાતળું હોવું જોઈએ કે, ચાયણીમાંથી સરળતાથી નીકળી શકે.

ખીરું તૈયાર કર્યા પછી તેને 15 મિનિટ માટે એમ જ રાખી મુકો.

કડાઈમાં તેલ નાખીને તેને મીડીયમ આંચ પર ગરમ કરવા માટે મૂકી દો.

નક્કી કરેલા સમય પછી ત્રણ અલગ-અલગ ભાગમાં બુંદી વહેંચી લો.

પહેલા વાટકામાં વધારે ખીરું રાખો. તેમાં 2 ચપટી પીળો કલર નાખીને સારી રીતે મિક્સ કરી ખીરું તૈયાર કરી લો.

પછી બીજી વાટકીમાં એક ચપટી લીલો કલર નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો.

ત્યારબાદ નારંગી રંગનું બેટર તૈયાર કરી લો. તેના માટે ત્રીજા વાટકામાં ખીરામાં એક ચપટી નારંગી રંગ નાખીને ખીરું તૈયાર કરી લો.

કડાઈમાં રહેલું તેલ ચેક કરી લો કે તે સારી રીતે ગરમ થયું છે કે નહિ. તેના માટે આંગળી પર પાણી નાખીને તેના છાંટા તેલ પર મારો. જો તે તડકી રહ્યા છે તો સમજી જવું કે બૂંદી તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે.

હવે તેમાં સૌથી પહેલા પીળા રંગની બૂંદી ઝારાથી તળી લો. તેલમાં બૂંદી નાખ્યા પછી તેને 1 મિનિટથી વધારે તળવી નહિ.

પછી બૂંદીને પહેલા લોટ ચાળવાની ચાયણીમાં નાખો પછી કિચન પેપર પર મૂકી દો. તેનાથી તેનું વધારાનું તેલ નીકળી જશે.

આ રીતે લીલા અને નારંગી રંગની બુંદી તળી લો.

હવે એક પેનમાં ખાંડ અને એક કપથી થોડું વધારે એટલે સવા કપ પાણી મિક્સ કરીને મીડીયમ આંચ પર રાખો.

તેને 5 મિનિટ સુધી ફૂલ આંચ પર ઉકાળો. તેમાં થોડો નારંગી અને પીળો રંગ મિક્સ કરીને અડધા તારની ચાસણી બનાવી લો.

જયારે ચાસણી બની જાય, તો તેમાં પીળી બુંદી નાખીને સારી રીતે મિક્સ કરી લો.

ફૂલ આંચ પર 30 સેકેંડ સુધી મિક્સ કરો પછી આંચ બંધ કરી દો.

ત્યારબાદ તેમાં નારંગી અને લીલી બૂંદી મીકર કરીને તેને ઠંડી કરી લો.

8-10 મિનિટ ઠંડુ થયા પછી તેના લાડુ બનાવી દો. તો તૈયાર છે તમારા ટેસ્ટી બૂંદીના લાડુ.

આ માહિતી પકવાન ગલી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.