આ સરળ રેસિપીથી મિનિટોમાં બનાવો બુંદીની ટેસ્ટી કઢી.

0
163

ફક્ત 7 સ્ટેપમાં બનાવો બુંદીની ટેસ્ટી કઢી, જાણો તેની સરળ અને સિક્રેટ રેસિપી. ભારતીય રસોઈની સૌથી પ્રસિદ્ધ ડીશમાંથી એક છે કઢી. તેનું નામ સાંભળતા જ મોં માં પાણી આવવા લાગે છે, અને કઢી ભાતનું કોમ્બિનેશન યાદ આવી જાય છે. પણ ઘણી વાર આપણે સમયની અછતને કારણે કઢી નથી બનાવી શકતા, કારણ કે આપણને એવું લાગે છે કે, પકોડીઓ બનાવવામાં વધારે સમય પણ લાગશે અને તે ખાવામાં થોડું ભારે પણ થઈ જશે. એટલા માટે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ બુંદીની કઢીની સરળ રેસિપી. આ રેસિપીથી તમે મિનિટોમાં કઢી તૈયાર કરી શકો છો.

બુંદીની કઢી બનાવવાની રેસિપી :

કુલ સમય : 30 min

તૈયારી કરવા માટે સમય : 10 min

બનાવવાનો સમય : 20 min

સર્વિંગ : 5

કુકીંગ લેવલ : મધ્યમ

કોર્સ : મેઈન કોર્સ

કેલરી : 100

પ્રકાર : ભારતીય

લેખક : સંવિદ તિવારી.

જરૂરી સામગ્રી :

બેસન – 200 ગ્રામ (2 કપ)

દહીં – 400 ગ્રામ ( 2 કપ)

જીરું – 1 /2 ચમચી

મેથીના દાણા – 1 /2 નાની ચમચી

હિંગ – 2 ચપટી

લીલા મરચા ઝીણા સમારેલા – 2-3

હળદર – 1/3 નાની ચમચી

લાલ મરચું – 1/4 નાની ચમચી

મીઠું – સ્વાદ અનુસાર

કોથમીર – 1 ટેબલ સ્પૂન

બુંદી -200 ગ્રામ

તેલ – જરૂરિયાત મુજબ

બનાવવાની રીત :

સ્ટેપ 1 : બેસનને દહીં સાથે સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. બેસન અને દહીંના મિશ્રણને તમે બ્લેન્ડરમાં બ્લેન્ડ પણ કરી શકો છો.

સ્ટેપ 2 : ગેસ પર મોટી તપેલી અથવા કડાઈ મુકો અને તેમાં થોડું તેલ નાખો.

સ્ટેપ 3 : તેલ હળવું ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું, મેથી, લાલ મરચું નાખો. જયારે મસાલો પોતાનો રંગ બદલવા લાગે ત્યારે તેમાં હિંગ નાખો અને હળદર પાવડર નાખો.

સ્ટેપ 4 : હવે આ મસાલામાં દહીં અને બેસનનું મિશ્રણ નાખી સારી રીતે મિક્સ કરો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરી ચમચાની મદદથી હલાવતા રહો.

સ્ટેપ 5 : જયારે મિશ્રણમાં ઉભરો આવવા લાગે અને તમને લાગે કે બેસનનું મિશ્રણ રંધાઈ રહ્યું છે ત્યાં સુધી તેને સારી રીતે હલાવતા રહો.

સ્ટેપ 6 : બેસન અને દહીંનું મિશ્રણ જયારે રંધાઈને તૈયાર થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે તેમાં બુંદી નાખીને તેને ઢાંકણથી ઢાંકી દો.

સ્ટેપ 7 : પાંચ મિનિટ પછી તેનું ઢાંકણ હટાવીને તેને ગરમા-ગરમ સર્વ કરો અને ભાત અથવા રોટલી સાથે તેનો આનંદ માણો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.