બોલીવુડના સૌથી વધુ ઉંમર વાળા વરરાજા, કોઈએ 50 તો કોઈએ 70 વર્ષે કર્યા લગ્ન

0
553

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારો માટે લગ્નની કોઈ ઉંમરની મર્યાદા નથી હોતી, જયારે જેને સાથી મળ્યા, તેમણે ત્યારે લગ્ન કરી લીધા. પછી તે સમયે તેની ઉંમર ૪૦ વર્ષ હોય કે ૭૦ વર્ષ હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. ઉંમરનું બંધન અભિનેતાઓને લગ્ન કરવાથી નથી અટકાવી શકતું. આજે અમે તમને એવા અભિનેતાઓ વિષે જણાવવાના છીએ જે બોલીવુડના સૌથી ઉંમરલાયક વરરાજા બન્યા.

સંજય દત્ત :

સંજય દત્તે વર્ષ ૨૦૦૮ માં માન્યતા દત્ત સાથે ૪૯ વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. તે સંજયના ત્રીજા લગ્ન હતા. માન્યતા પહેલા સંજયે રિયા પીલ્લઈ અને સૌથી પહેલા રીચા સાથે લગ્ન કર્યા હતા. રીચાનું કેન્સરથી અવસાન થઈ ગયું હતું. અને રિયા સાથે તેના લગ્ન વધુ સમય સુધી ચાલી શક્યા ન હતા.

મિલિન્દ સોમન :

મિલિન્દે ૨૦૧૮ માં પોતાનાથી ૨૦ વર્ષ નાની છોકરી અંકિતા કુંવે સાથે ૫૩ વર્ષની ઉંમરે લગ્ન કર્યા. તે મિલિન્દના બીજા લગ્ન હતા. મીલીન્દે તે પહેલા વર્ષ ૨૦૦૬ માં ફ્રેંચ કલાકાર માઈલીન સાથે લગ્ન કર્યા હતા. તેના ૨૦૦૯ માં છૂટાછેડા થઇ ગયા હતા.

સૈફ અલી ખાન :

સૈફે કરીના કપૂર સાથે વર્ષ ૨૦૧૨ માં લગ્ન કર્યા હતા. તે સમયે સૈફની ઉંમર ૪૨ વર્ષ હતી. તે સૈફના બીજા લગ્ન હતા. તે પહેલા સૈફે અમૃતા સિંહ સાથે ૨૧ વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. પહેલા લગ્નથી તેને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહીમ ખાન પણ છે.

કબીર બેદી :

કબીર બેદિએ વર્ષ ૨૦૧૬ માં મોડલ પ્રવીણ દોસાંઝ સાથે ૭૦ વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. તે કબીરના ત્રીજા લગ્ન હતા. તે પહેલા કબીરે પ્રીતિમા બેદી અને નિક્કી બેદી સાથે લગ્ન કર્યા હતા.

આમીર ખાન :

અમીર ખાને ૪૦ વર્ષની ઉંમરમાં કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા હતા. તે આમીરના બીજા લગ્ન હતા. આમીર તે પહેલા ૧૯૮૬ માં રીના દત્તા સાથે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. બંનેના ૨૦૦૨ માં છૂટાછેડા થઇ ગયા હતા.

રઘુ રામ :

રોડીઝથી પ્રસિદ્ધ થયેલા કલાકાર રઘુ રામે ગયા વર્ષે ૪૩ વર્ષની ઉંમરમાં નતાલી ડી લુસા સાથે લગ્ન કર્યા હતા. આ રઘુના બીજા લગ્ન હતા. તે પહેલા રઘુએ વર્ષ ૨૦૦૬ માં સુગંધા સાથે લગ્ન કર્યા હતા. તેના ૨૦૧૮ માં છૂટાછેડા થઇ ગયા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.