બોલીવુડના આ મોટા ગાયકે માધુરી દીક્ષિત સાથે લગ્ન કરવાંની પાડી હતી ના, જાણો એની પાછળનું કારણ.

0
1760

તમે બધા બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી માધુરી દીક્ષિતને સારી રીતે ઓળખતા જ હશો. તે 90 ના દશકની સૌથી સફળ અભિનેત્રીઓ માંથી એક છે. તેમણે બોલીવુડને ‘તેજાબ’, ‘દિલ’, ‘હમ આપકે હૈ કોન’ જેવી ઘણી બધી મોટી અને હિટ ફિલ્મો આપેલી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, માધુરીએ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘અબોધ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેમને સફળતા અનિલ કપૂર સાથેની ફિલ્મ ‘તેજાબ’ થી મળી હતી.

મિત્રો, માધુરીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઉત્તમ અભિનય કલા અને પોતાની નૃત્યના કલાથી પોતાનું એક અલગ સ્થાન મેળવ્યું છે. આના સિવાય તેમને ભારત સરકારે ચોથા સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘પદ્મશ્રી’ થી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

એ વાત કદાચ તમને ખબર નહિ હોય કે, પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરવાં પહેલા જ માધુરીના માતા-પિતાએ તેમના લગ્ન ગાયક સુરેશ વાડકર સાથે નક્કી કરી દીધા હતા. થોડા સમય પછી સુરેશે લગ્ન માટે ના પડી દીધી. અને એ કારણે આ લગ્ન થઇ શક્યા નહિ.

જણાવી દઈએ કે માધુરીના માતા-પિતા તેમના ફિલ્મોમાં કામ કરવાના સખ્ત વિરુદ્ધ હતા. તેમનું માનવાનું હતું કે માધુરીએ લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લેવું જોઈએ. પરંતુ માધુરી પર ફિલ્મોમાં અભિનય કરવાની ધૂન સવાર હતી. જે દિવસોમાં માધુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયરની શરૂઆત કરવાના વિચાર કરી રહી હતી, તેજ દિવસોમાં એના પિતાએ એના લગ્ન માટે છોકરો શોધવાનું શરુ કરી દીધું હતું. અને તેમની શોધ પૂરી થઇ પોતાની ગાયકીના બળ પર બોલીવુડમાં પ્રસિદ્ધ થયેલા ગાયક સુરેશ વાડકર પર.

માધુરીના લગ્ન માટે એના પરિવારે સુરેશ પાસે માધુરીનો એક ફોટો મોકલ્યો. તે ફોટોને જોઈને સુરેશે લગ્ન કરવાની ના પડી દીધી. તેમનું કહેવું હતું કે માધુરી ખુબ પાતળી છે. સુરેશના ના પડવાથી માધુરીના માતા-પિતા ખુબ નિરાશ થયા. પણ માધુરી આ વાતથી ઘણી ખુશ થઇ ગઈ. કારણ કે તેના પછી તેમને ફિલ્મમાં કામ કરવાની પરવાનગી મળી ગયી. એ તો તમે જાણો જ છો કે, માધુરીએ બોલીવુડમાં સફળતા મેળવ્યા પછી ડો. શ્રી રામ નેને જોડે લગ્ન કરી લીધા. હમણાં તે બે બાળકોની માતા છે.

જણાવી દઈએ કે, સુરેશ વાડકરે માધુરીની ઘણી ફિલ્મોમાં ગીત આપ્યા છે. જેમાં એક “તુમસે મિલકે એસા લગા…” તમે સાંભળ્યું હશે. ફિલ્મ ‘તેજાબ’ ની ગીત ‘એક દો તીન’ માધુરીનું આઇકોની ગીત બની ચૂક્યું છે. તેના પછી તેમણે ક્યારેય પણ પાછળ વળીને જોયું નથી. તેમને તે સમયમાં પ્રસિદ્ધ અભિનેતા અનિલ કપૂરની સાથે લગભગ 20 ફિલ્મોમાં કામ કર્યું છે.

અને માધુરીને સૌથી વધારે સફળતા મળી હતી સલમાન ખાન સાથેની રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘હમ આપકે હે કોન’ થી. માધુરીએ આના સિવાય ‘ત્રિદેવ’, ‘રામ લખન’, ‘હમ તુમ્હારે હે સનમ’, ‘દિલ તો પાગલ હે’, ‘દેવદાસ’, ‘આજા નચ લે’, ‘ગુલાબી ગેંગ’ જેવી સુપરફિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. માધુરી નાના પરદા પર ઘણા રિયાલિટી શો માં જજ પણ બનેલી જોવા મળે છે.

માધુરી હમણાં પોતાની ઓનલાઇન ડાંસ એકેડમી પણ ચાલવી રહી છે. અને બીજી તરફ સુરેશ વાડકરની વાત કરીએ તો તે પણ સારેગામાપા જેવા ઘણા સંગીતનાં રીયાલીટી શો માં જજ તરીકે પણ જોવા મળ્યા છે. તેમનો અવાજ ખુબ જ અલગ છે, અને તે વધુ પડતા ભક્તિ સંગીતનાં ગીતો ગાય છે.