તિરંગા ફિલ્મના ખૂંખાર વિલન ‘ગેંડાસ્વામી’ ના થઈ ગયા છે આવા હાલ, જોઇને બોલીવુડે પણ ફેરવી લીધી નજર

0
7447

રાજકુમારની સુપરહિટ ફિલ્મ તિરંગાના ખૂંખાર વિલન ‘ગેંડાસ્વામી’ ની થઈ ગઈ છે આવી હાલત, બોલીવુડે પણ તેમનાથી નજર ફેરવી લીધી

આપણી બોલીવુડની દુનિયા ઘણી મોટી છે, અહી ઘણી બધી ફિલ્મો રીલીઝ થાય છે. અને એના પહેલા દશકથી લઈને આજ સુધી ઘણી બધી ફિલ્મો આપણે જોઈ હશે. આ ફિલ્મો આપણને ગમી પણ છે, અને આ ફિલ્મો જોઇને આપણને ઘણું સારું પણ લાગ્યું છે. કારણ કે એમાં તમને કોમેડી, ડ્રામા, એક્શન, લવ સ્ટોરી એમ દરેક પ્રકારની ફિલ્મો જોવા મળે છે.

પણ આ ફિલ્મો આપણને ત્યારે જ ગમે છે, જ્યારે એની સ્ટોરી સારી હોય અને એમાં જેણે કામ કર્યુ હોય એમની એક્ટિંગ સારી હોય. જો એક્ટિંગની વાત આવે તો બોલીવુડમાં એવા ઘણા અભિનેતા છે, જેમના અભિનયને ભૂલી શકવું ઘણું મુશ્કેલ હોય છે. ફિલ્મો પહેલાના દશકની હોય કે આજના સમયની બન્નેમાં જ વિલનનું પાત્ર ઘણું મહત્વ ધરાવતા હોય છે. કેમ કે આખી ફિલ્મનો વિલનના પાત્ર ઉપર જ આધાર રહે છે.

મિત્રો પહેલાના સમયની ફિલ્મોમાં કામ કરનારા વિલન વધુ ફેમસ અને લોકપ્રિય બની ગયા છે. કારણ કે તે એક એવો સમય હતો, જયારે વિલનને વિલન લાગવું ઘણું જરૂરી રહેતું હતું. આજ એવું નથી, આજે તો હીરો-વિલનમાં કોઈ ફરક જ નથી હોતો.

પરંતુ આજકાલ તો આમ પણ એવી ફિલ્મો જ ઘણી ઓછી જોવા મળે છે, જેમાં હીરોની સરખામણીએ એક ખરાબ પાત્ર ફિલ્મની પહેલી જરૂરિયાત રહેતી હોય. ૮૦-૯૦ ના દશકનો સમય હિન્દી સિનેમામાં ‘બદલા’ નો સમય હતો, મોટાભાગની ફિલ્મોમાં એક સેટ પેટર્ન રહેતી હતી. આ ૮૦-૯૦ ના દશકના વિલનો માંથી એક વિલન વિષે આજે અમે તમને જણાવીશું.

મિત્રો, આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવા ખતરનાક અને ખૂંખાર વિલન વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે આજે બોલીવુડથી દુર છે. એમને હવે બોલીવુડ ફિલ્મોમાં કામ ન મળવાને કારણે મરાઠી ફિલ્મોમાં કામ કરવું પડી રહ્યું છે.

અમે જે વિલનની વાત કરી રહ્યા છીએ, તે વિલન બીજા કોઈ નહિ પણ સુપરહિટ ફિલ્મ “તિરંગા” માં વિલનનું પાત્ર નિભાવનારા દીપક શિર્કે છે. ખાસ કરીને દીપક શિર્કેને આજકાલ બોલીવુડ ફિલ્મોમાં કામ નથી મળી શકતું, તેના કારણે તેને મરાઠી ફિલ્મોમાં કામ કરવા મજબુર થવું પડે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, દીપક શિર્કેને સાચી ઓળખ વર્ષ ૧૯૯૯ માં આવેલી ફિલ્મ તિરંગા દ્વારા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં દીપક શિર્કેએ એક આતંકવાદી માસ્ટરમાઈન્ડ પ્રલયનાથ ગેંડાસ્વામીની ભૂમિકા નિભાવી હતી.

આ ફિલ્મમાં સકારાત્મક પાત્રમાં નાના પાટેકર અને રાજકુમાર હતા. દીપક શિર્કેએ આ ફિલ્મમાં વિલનનું પાત્ર કર્યુ હતું તે ઘણું વખાણવા લાયક હતું. તેમના આ પાત્રને દર્શકો દ્વારા ઘણું વધુ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દીપકે ખૂંખાર વિલનનું પાત્ર નિભાવ્યું હતું જે ઘણું પ્રસશનીય હતું.

તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, દીપક શિર્કેએ અત્યાર સુધી ૧૦૦ થી વધુ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. તે ઉપરાંત તે દક્ષીણ ભારતીય, ભોજપુરી અને તેલુગુ ફિલ્મોમાં પણ પોતાનો અભિનય દેખાડવામાં પાછળ નથી રહ્યા. તેમણે ઘણી બધી ફિલ્મોમાં અલગ અલગ પાત્ર ભજવીને દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે.

એમનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૫૭ ના રોજ થયો હતો. એમણે ઘણી બધી ફિલ્મોમાં જોરદાર અભિનય કર્યો છે, પરંતુ નસીબનો ખેલ જુવો કે, ઘણા વર્ષો સુધી લોકોને મનોરંજન પૂરું પાડનારા દીપક શિર્કેને ફિલ્મ જગત અને દર્શકો ભૂલી ગયા છે. બોલીવુડે તો દીપક શિર્કે માટે પોતાનો દરવાજો સમજો કે બંધ જ કરી દીધો છે.

એમણે પોતે જ એક ઈન્ટરવ્યુંમાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે તો જાણે બોલીવુડ મને ભૂલી જ ગયું છે. આજે દીપક શિર્કે નાની મોટી મરાઠી ફિલ્મોમાં કામ કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે, અને બીજી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે.