બોલીવુડના સુપરસ્ટાર સંજય દત્તની દીકરી છે આટલી સુંદર, ફોટા જોઈને તમારો પણ પરસેવા છૂટી જશે.

0
3075

મિત્રો, જો આપણે બોલીવુડના અભિનેતા સંજય દત્તની વાત કરીએ, તો એમને દરેક વ્યક્તિ જાણે છે. તે બોલીવુડના સુપરસ્ટાર છે. અને એમના પર બનેલી ફિલ્મ ‘સંજુ’ તમે બધાએ જોઈ જ હશે. એ ફિલ્મ દ્વારા લોકોને એમના વિષે ઘણી બધી ન જાણેલી વાતો જાણવા મળી હતી.

પણ આજે અમે તમને સંજય દત્ત વિષે નહિ, પણ એમની દીકરી વિષે જણાવવાના છીએ. એમની દીકરીનું નામ છે ત્રિશાલા દત્ત. આમ તો તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહે છે. પરંતુ તેમની ગણતરી બોલીવુડની સૌથી ચર્ચિત સ્ટાર ડોટર્સમાં થાય છે.

મિત્રો, થોડા સમય પહેલા 29 વર્ષની ત્રિશાલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ટ્રાંસફોમેશનના ફોટા શેયર કર્યા હતા. એમાં તે ખુબ બદલાયેલી દેખાઈ રહી છે. ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહેલ આ ફોટામાં ત્રિશાલાએ લાલ ટોપની સાથે બ્લેક પ્લાઝો પહેર્યું છે. પોતાના લૂકને એમણે બ્લેક હેંડબેગ અને ખુબ ઓછા મેકઅપથી કમ્પ્લીટ કર્યું છે. હેયરસ્ટાઈલ તેમના પર સારી લાગી રહી છે.

અને ફોટોમાં હેસટેગ દ્વારા ત્રિશાલાએ પોતાની ફિટનેસનું સિક્રેટ પણ ફેન્સ સાથે શેયર કર્યું. તેમને જણાવ્યું કે અઠવાડિયાના સાત દિવસ તે જીમમાં વર્ક આઉટ કરે છે. કાર્ડિયો અને લીંબુ પાણીની મદદથી તેમની આવી બોડી બની શકી છે.

જણાવી દઈએ કે, ત્રિશાલા સંજય દત્ત અને તેમની બીજી પત્ની ૠચા શર્માની દીકરી છે. ત્રિશાલા હમણાં ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. 2014 માં તેમણે પોતાની પહેલી ડ્રિમ ટ્રેસેઝ હેયર એક્સ્ટેંશન લાઈન શરુ કરી હતી. ત્રિશાલા ન્યુયોર્કના જોન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસ માંથી લો માં ગ્રેજ્યુએશન પણ પૂરું કરી ચુકી છે.

સંજય દત્ત અને રિચા શર્માએ 1987 માં લગ્ન કર્યા હતા. અને ત્રિશાલાનો જન્મ 1988 માં થયો હતો. રિચાને બ્રેન ટ્યુમર હતું, જેના કારણે 10 ડિસેમ્બર 1996 ના રોજ એમનું મૃત્યુ ગઈ ગયું. માં ના મૃત્યુ પછી ત્રિશાલા ન્યુયોર્કમાં પોતાની માસી એના સાથે રહેતી હતી.

સંજય દત્તે ફિલ્મ ‘ભૂમિ’ ની રીલીઝ સમયે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે નથી ઈચ્છતા કે ત્રિશાલા ક્યારેય પણ ફિલ્મોમાં આવે. આ કારણે સંજય દત્તે ત્રિશલાને સારી સ્કૂલ અને કોલેજમાં ભણાવી, જેથી તે પોતાનું કરિયર કોઈ બીજી ફિલ્ડમાં બનાવે. સંજયના જણાવ્યા મુજબ ફિલ્મોમાં આવવા માટે ઇન્ડસ્ટ્રીની ભાષા આવડવી જોઈએ, આ ગ્લેમરની દુનિયા છે, પરંતુ અહીંયા કામ કરવું સરળ નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.