આ છે બોલીવુડની 5 સાવકી માં, જેમની ઉંમર તેમના પતિના બાળકોની ઉંમરની આજુ બાજુ જ છે.

0
1306

જો હિન્દી ફિલ્મોની વાત કરવામાં આવે તો એમાં સાવકી માં ની છાપ હંમેશાથી ખરાબ જ દેખાડવામાં આવી છે. હિન્દી ફિલ્મોમાં એવું દેખાડવામાં આવે છે કે, સાવકી માં પોતાના સાવકા સંતાનો ઉપર જુલમ કરે છે, અને તેના પોતાના સંતાનો એને વ્હાલા હોય છે. નાનપણની ઉત્તમ વાર્તા માંથી એક એવી સિન્ડ્રેલાની વાર્તા એનું ઉદાહરણ છે, જેમાં તેની સાવકી માં તેને ઘણી હેરાન કરતી હતી. પણ હકીકતમાં એવું નથી હોતું.

સાવકી માં ની વાત કરતા કરતા જણાવી દઈએ કે, આપણા બોલીવુડમાં થોડી એવી સાવકી માં છે, જે તેમના પતિની અન્ય પત્નીના બાળકોની ઉંમરથી ૧૦ કે ૧૨ વર્ષ નાની છે કે થોડી મોટી છે. એટલે બોલીવુડની સાવકી માં ની ઉંમર બાળકોથી પણ નાની છે કે એમની આસપાસ જ છે.

બોલીવુડની સાવકી માં ની ઉંમર કેટલી છે?

એ વાતમાં કોઈ શંકા નથી કે, બોલીવુડમાં ઘણા ઓછા લોકો એવા છે જે સંબંધોની કિંમત સમજતા હોય. કારણ કે અહિયાં કોઈપણ ઉંમરમાં કોઈપણ વ્યક્તિ કોઈની પણ સાથે લગ્ન કરી લે છે. જો કે તેમના પહેલાથી જ મોટા મોટા બાળકો હોય છે.

આ ઇન્ડસ્ટ્રીમાં સંબંધ અને લગ્ન પળભરમાં તૂટે પણ છે. અને લગ્નના તૂટ્યા પછી કલાકારોને પોતાનાથી અડધી ઉંમરની છોકરીઓ સાથે પ્રેમ થઇ જાય છે, અને તેની સાથે લગ્ન કરી લે છે. અને ઓછી ઉંમરની હિરોઈનો સાવકી માં બની જાય છે. આજે અમે તમને બોલીવુડની સાવકી માં ની ઉંમર અને તેના બાળકોની ઉંમરનો તફાવત જણાવીશું.

૧. કરીના કપૂર :

જણાવી દઈએ કે કરીના અને તેની સાવકી દીકરી સારા અલી ખાનમાં માત્ર 13 વર્ષનો તફાવત છે. સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા પછી કરીના સૈફના બાળકો સાથે મિત્રની જેમ હળીમળી ગઈ છે. તેમના ફોટા આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા રહે છે.

૨. માન્યતા દત્ત :

એ તો જાણતા જ હશો કે, માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે. સંજય દત્તની મોટી દીકરી ત્રિશાની ઉંમર અને માન્યતાની ઉંમરમાં માત્ર ૯ વર્ષનો તફાવત છે. ત્રિશા અને માન્યતાના ફોટા જુઓ તો મિત્રો જેવી સામ્યતા છે.

૩. હેમા માલિની :

આ યાદીમાં આગળનું નામ આવે છે હેમા માલિનીનું. મિત્રો સની દેઓલ અને હેમા માલિની વચ્ચે માત્ર ૮ વર્ષનો તફાવત છે. તેમજ એ બંને વચ્ચેના સંબંધો સારા નથી. એ કરને સની ઈશા દેઓલના લગ્નમાં પણ ગયો ન હતો. તેના મનમાં આજે પણ હેમા માટે કડવાશ છે, કારણ કે તેના પિતાએ સનીની માં ને છોડીને હેમા માલિની સાથે બીજા લગ્ન કરી લીધા હતા.

૪. પરવીન દોસાંજ :

મિત્રો ૭૩ વર્ષના ખુલ્લા દિલના અભિનેતા અને બોલીવુડના પ્રખ્યાત વિલન કબીર બેદીએ વર્ષ ૨૦૧૬ માં પોતાની ઉંમરની અડધી ઉંમરની છોકરી સાથે ચોથા લગ્ન કર્યા હતા. તેમણે ચોથા લગ્ન પરવીન દોસાંજ સાથે કર્યા, જે તેની દીકરી પૂજા બેડીથી પણ ૪ વર્ષ નાની છે. એટલે કે પૂજા અને પરવીન સંબંધોમાં માં-દીકરી છે અને માં પોતાની દીકરીથી પણ નાની છે.

૫. લીના ચંદ્રવારકર :

કિશોર કુમારે પણ એકથી વધારે લગ્ન કર્યા હતા. એમણે ચોથી વખત લીના ચંદ્રવારકર સાથે લગ્ન કર્યા હતા. કિશોર કુમારના મોટા દીકરાની ઉંમર લીનાથી માત્ર બે વર્ષ નાની છે. એટલે કે અમિતની ઉંમર ૬૫ વર્ષ છે, જયારે લીનાની ઉંમર ૬૭ વર્ષ છે.