બોલીવુડની બહેનોની 5 લાજવાબ જોડીઓ, જેમની વચ્ચે તમને જોવા મળશે ઊંડો પ્રેમ…

0
1799

બોલીવુડની દુનિયા ઘણી મોટી છે, એમાં ઘણી બધી ભાઈ-ભાઈ, ભાઈ-બહેન અને બહેન-બહેનની જોડીઓ આવેલી છે. અને બોલીવુડમાં ઘણા એવા સંબંધ છે. જેમને તમે કદાચ જ પડદા પર એવા ગાઢ જોયા હોય, જેટલા તે અસલમાં ગાઢ હોય છે. મોટેભાગે બોલોવુડમાં ભાઈઓની જોડી અથવા ભાઈ-બહેનની જોડી વિષે ઘણી ચર્ચા થાય છે, પરંતુ આજે અમે તમને જણાવીશું ઈન્ડસ્ટ્રીની બહેનો વિષે, જેના વિષે જાણીને તમને પણ લાગશે કે એમનો પ્રેમ સાચે અનમોલ અને અલગ છે.

તમે બોલીવુડમાં ભાઈ-બહેનમાં એટલો પ્રેમ નહીં જોયો હોય, જેટલો આ બહેનોમાં જોતા હશો. એમની જોડી જોરદાર છે, અને આવી બહેનોને કોઈ ત્રીજા મિત્રની જરૂર પણ નથી પડતી. એનું કારણ છે કે તે એક-બીજાની ઘણી સારી મિત્ર હોય છે. તો આજે અમે તમને એવી જ બહેનોની 5 લાજવાબ જોડીઓ વિષે જણાવીશું, જેમનું ઉદાહરણ આખું બોલીવુડ આપે છે.

આ છે બહેનોની 5 લાજવાબ જોડીઓ :

મિત્રો આ યાદીમાં અમે તમને એવી બહેનો વિષે જણાવીશું જે ખરેખર એક બીજાને ઘણો પ્રેમ કરે છે, જેમાંથી અમુક તો સોશિયલ મીડિયા પર ઘણી વધારે ફેમસ પણ છે. આ બહેનોને કયારેય કોઈ ત્રીજા સાથે મિત્રતા કરવાની જરૂર નહીં પડી હોય, આ વાતના સાક્ષી આ વાયરલ ફોટા છે. આવો એમના વિષે જાણીએ.

1) ડિમ્પલ અને સિમ્પલ કપાડિયા :

આ જોડી છે 80 ના દર્શકની એક્ટ્રેસ ડિમ્પલ કપાડિયા અને એમની બહેન સિમ્પલની. જણાવી દઈએ કે ડિમ્પલે ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તમે એમની બહેન સિમ્પલ કપાડિયાને કદાચ જ નોટિસ કરી હોય. સિમ્પલને તમે અનુરોધ, જીવન ધારા અને લૂંટમાર જેવી 80 ના દશકની ફિલ્મોમાં જોઈ હશે.

2) કરિશ્મા અને કરીના કપૂર :

આ જોડી બોલીવુડની સૌથી પોપ્યુલર બહેનો કરિશ્મા અને કરીનાની છે. આ બંને બહેનો હીટ રહી છે. અને એમના ઊંડા પ્રેમનો અંદાજો તમે એ રીતે લગાવી શકો છો કે એમને કોઈ ત્રીજા મિત્રની જરૂર જ નથી પડી. સ્કૂલના સમયથી લઈને કોલેજના સમય સુધી એમને કોઈ ખાસ મિત્રની જરૂર નથી પડી, કારણે કે એ બંને એક-બીજાની બહેનથી વધારે બેસ્ટ ફ્રેન્સ છે. બંને બહેનોના લાખો દીવાના છે.

3 ) શિલ્પા અને શમિતા શેટ્ટી :

બોલીવુડમાં શિલ્પા શેટ્ટીએ તો ઘણી ફિલ્મોની સફળતાનો સ્વાદ ચાખ્યો છે, પરંતુ ખરાબ નસીબને લીધે એમની બહેન શમિતા શેટ્ટીના ભાગમાં એક પણ સફળ ફિલ્મો નથી આવી. એના માટે એમણે બિગબોસનો સહારો પણ લીધો હતો. પરંતુ ત્યાં પણ એને એ સફળતા ન મળી. હાલ તમે આ બંને બહેનોનો ઊંડો પ્રેમ સોશિયલ મીડિયા પર જોઈ શકો છો.

4) સોનમ અને રિયા કપૂર :

જ્યાં એક તરફ સોનમ કપૂર બોલીવુડમાં કેમેરાની આગળ નજરે આવે છે, ત્યાં બીજી તરફ એમની બહેન કેમેરાની પાછળ રહીને ફિલ્મો પ્રોડયુસ કરે છે. કદાચ તમે એમના વિષે નહિ જાણતા હોવ. તો જણાવી દઈએ કે રિયા ફિલ્મ પ્રોડયુસર છે અને તે એના પિતા અનિલ કપૂરના હોમ પ્રોડકશનનું કામ સંભાળે છે. પણ વારંવાર ઈવેન્ટ્સમાં આ બહેનોનો પ્રેમ તમે સરળતાથી જોઈ શકો છો.

5 ) પ્રિયંકા અને પરિણીતિ ચોપડા :

આ જોડી બહેનોની હીટ જોડી માંથી એક છે. પ્રિયંકા અને પરિણીતિ ચોપડા ભલે સગી બહેનો નથી, પણ પિતરાઈ તો છે અને એમનો ઉછેર પણ એક સાથે થયો છે. એમનો પ્રેમ પણ સોશિયલ મીડિયા કે પછી ઘણી વાર પબ્લિકલી જોવા મળે છે. પ્રિયંકાની સગાઈમાં પરિણીતિએ ડાન્સ પણ કર્યો હતો. જેનો વિડીયો ઘણો વાયરલ થયો છે. અને પરીણીતી પ્રિયંકા અને એમના સાસરા પક્ષ સાથે ઘણી વખત જોવા મળે છે.