બોલીવુડના ટોપ 6 સિંગરની પત્નીઓ છે ઘણી જ સુંદર, સુંદરતાની બાબતમાં એક્ટ્રેસ પણ છે એમની આગળ ફેલ

0
4821

બોલીવુડની દુનિયા ઘણી મોટી છે. અહી હીરો હિરોઈન તો ચર્ચામાં રહે જ છે. તેમજ એમના પરિવાર વાળા પણ ચર્ચાનો વિષય બની રહે છે. પણ આજકાલ તો બોલીવુડના સિંગર્સ પણ કંઈ ઓછા નથી. તેઓ પણ સતત ચર્ચામાં બન્યા રહે છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેક લોકો વિષે સામાન્ય માણસો દરેક વાતો જાણવા માંગે છે. અને એવામાં આ ઈન્ડસ્ટ્રીના સિંગર્સ અને એમની સાથે જોડાયેલી વાતો વિષે પણ લોકો જાણવા માંગે છે.

એવી જ રીતે બોલીવુડના સિંગર અને એમની પત્ની વિષે પણ દરેક લોકો જાણવા માંગે છે. પણ ઘણા બધા લોકો એવા છે, જે બોલીવુડના સિંગરો વિષે તો જાણે છે, પણ એમની પત્ની વિષે એમને ખબર નથી હોતી. પણ આજે અમે તમને બોલીવુડના ટોપ 6 સિંગરની પત્નીઓ વિષે જણાવવાના છીએ. કારણ કે તેઓ પણ કોઈ બોલીવુડ એક્ટ્રેસથી ઓછી નથી. તો ચાલો તમને જણાવીએ કે કયા સિંગરની પત્ની કેવી છે.

1. હિમેશ રેશમિયા :

મિત્રો ભારતના પ્રસિદ્ધ સિંગર હિમેશ રેશમિયાનો જન્મ 23 જુલાઈ, 1973 ના રોજ થયો હતો. તે એક ગાયક, સંગીતકાર, ગીતકાર, અભિનેતા તથા ફિલ્મ નિર્માતા પણ છે. હિમેશે પોતાના કરિયરમાં ઘણા બધા સુપરહિટ ગીતો બોલીવુડને આપ્યા છે.

હવે તમને એમની પત્ની વિષે જણાવીએ. મિત્રો 1995 માં હિમેશે કોમલ સાથે લગ્ન કર્યા હતા. એમનો એક દીકરો પણ છે. પણ કોઈ કારણસર બંનેએ 2017 માં છૂટાછેડા લઈ લીધા હતા. અને ત્યારબાદ હિમેશ રેશમિયાએ 2018 માં ટીવી અભિનેત્રી સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા.

2. બાદશાહ :

બાદશાહને કોણ નથી જાણતું. તે એક ભારતીય પંજાબી ગાયક છે, અને એમનું સાચું નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા છે. પરંતુ એમને મોટાભાગના લોકો બાદશાહ નામથી જ ઓળખે છે. તે બોલીવુડમાં બાદશાહના નામથી ફેમસ છે. એમણે પોતાના કરિયરની શરૂઆત યો યો હની સિંહ સાથે 2006 માં કરી હતી, અને આજે તે બોલીવુડના ટોપ સિંગર અને રેપર છે. અને એમની પત્નીનું નામ જૈસ્મિન છે. તે દેખાવમાં ઘણી સુંદર છે.

3. અભિજીત સાવંત :

આ યાદીમાં આગળનું નામ આવે છે અભિજીત સાવંતનું. એમને પણ લોકો સારી રીતે જાણે છે. જણાવતા જઈએ કે એમનો જન્મ 7 ઓક્ટોબર, 1981 ના રોજ થયો હતો, અને તે એક ભારતીય ગાયક છે. ઈંડિયન આઈડલથી ઓળખ મેળવવા વાળા અભિજીતે ઈંડિયન આઈડલ સીઝન 1 જીતીને પોતાને નામે કરી હતી. અભિજીતની પત્નીનું નામ શિલ્પા સાવંત છે.

4. સોનુ નિગમ :

સોનુ નિગમ પણ બોલીવુડના પ્રખ્યાત ગાયક છે. એમનો જન્મ 30 જુલાઈ, 1973 ના રોજ ફરીદાબાદમાં થયો હતો. અને સોનું હિન્દી ફિલ્મોમાં ઘણા જ ફેમસ ગાયક છે. તે હિન્દી સિવાય કન્નડ, ઉડિયા, તમિલ, અસમિયા, પંજાબી, બંગાળી, મરાઠી અને તેલુગુ વગેરે ફિલ્મોમાં પણ ગીતો ગાઈ ચુક્યા હતા. સોનુ નિગમની પત્નીનું નામ મધુરિમા નિગમ છે. જે કોઈ હિરોઈન કરતા ઓછી નથી.

5. હની સિંહ :

દુનિયાભરમાં લોકો હની સિંહને ‘યો યો હની સિંહ’ ના નામથી ઓળખે છે. અને તે એક ભારતીય પંજાબી રૈપ ગાયક, સંગીતકાર, ગાયક અને ફિલ્મ અભિનેતા છે. એમની પત્નીનું નામ શાલિની સિંહ છે. હની સિંહે પોતાનો હાથ બોલીવુડમાં પણ અજમાવ્યો છે, અને વર્તમાનમાં તે કોઈ એક ગીત માટે સૌથી વધારે ફી લેવા વાળા કલાકાર બની ગયા છે. અને પાર્ટીઓ પણ એમના ગીત વગર અધુરી ગણાય છે.

6. આતિફ અસલમ :

આમ તો આતિફ અસલમ પાકિસ્તાની સિંગર છે, પણ તેમનું બોલીવુડમાં ઘણું મોટું નામ છે. એમનો જન્મ 12 માર્ચ, 1983 ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તે જાણીતા અને આંતરરાષ્ટ્રીય સ્તરના હિંદી-ઉર્દુ ગાયક છે. પણ એમને ખ્યાતિ હિંદી ગીતોથી મળી છે. એમની પત્નીનું નામ સારા છે. એક સમય એવો પણ હતો જયારે આતિફને ‘કમ્પ્યુટર સિંગર’ ની મહોર આપવામાં આવતી હતી.