બોલીવુડના આ પ્રખ્યાત કોમેડી એક્ટરોની પત્નીઓને જોઈને તમારી આંખો પણ રહી જશે ખુલ્લી ને ખુલ્લી.

0
2128

બોલીવુડમાં કામ કરતા પ્રખ્યાત કોમેડિયન કલાકારો કાંઈ હીરોથી ઓછા નથી હોતા. એમના ફેન્સ પણ લાખો અને કરોડોની સંખ્યામાં હોય છે. વર્તમાન સમયમાં કપિલ શર્મા, ક્રિષ્ના અભિષેક, રાજુ શ્રીવાસ્તવ સુનીલ ગ્રોવર જેવા પ્રખ્યાત કલાકારોએ સ્ટેન્ડઅપ કોમેડીને એક નવી ઉંચાઈ આપી છે.

લોકો એમના વિષે ઘણું બધું જાણતા હોય છે. પરંતુ આજે અમે આ આ કોમેડી એક્ટરોની વાત કરવાના નથી, પણ તેમની સુંદર પત્નીઓ વિષે જણાવવાના છીએ, જેમને જોઈને તમે બસ એમની પત્નીઓને જોતા જ રહી જશો.

રાજપાલ યાદવ :

આ યાદીમાં પહેલું નામ આવે છે અભિનેતા રાજપાલ યાદવનું, જેમણે ફિલ્મોમાં કોમેડીને નવી ઓળખાણ આપી છે. રાજપાલ યાદવની પત્નીનું નામ રાધા યાદવ છે. રાધા અને રાજપાલ યાદવની મુલાકાત કેનેડામાં એક શૂટિંગ દરમિયાન થઇ હતી. રાજપાલ યાદવના લગ્ન 2003 માં થયા. રાધા યાદવ લગ્ન પછી ભારતમાં જ રહેવા લાગી. બંનેની એક છોકરી છે જેનું નામ હની છે.

જોની લીવર :

જોની લીવરે વર્ષ 1984 માં સુજાતા સાથે લગ્ન કર્યા હતા. અને જોનીનું માનવું છે કે તે પોતાની પત્નીના કારણે જ એટલા વર્ષો સુધી કામ કરી શક્યા છે. તેમની પત્નીએ તેમનો હંમેશા સાથ આપ્યો છે. જોનીને બે બાળકો છે જેમાંથી એક છોકરી અને એક છોકરો છે. એમની છોકરી જેમી એક સ્ટેડ-અપ કોમેડિયન છે.

રાજુ શ્રીવાસ્તવ :

રાજુ શ્રીવાસ્તવ પણ કોમેડીની દુનિયાનું એક મોટું નામ છે. રાજુને તેમની ઓબ્ઝર્વેશનલ કોમેડી માટે ઓળખવામાં આવે છે. તે પોતાની દિનચર્યા અને જીવનની ઘટનાઓને લઈને કોમેડી કરે છે, અને કોઈ પણ ઘટનાને કોમેડીમાં બદલી નાખે છે. રાજુ શ્રીવાસ્તવે શિખા શ્રીવાસ્તવ જોડે લગ્ન કાર્ય છે તેમના બે બાળકો છે.

સુનિલ ગ્રોવર :

મિત્રો, સુનિલ ગ્રોવરને આજે કોણ નથી ઓળખતું. અને જે લોકો સુનીલને નથી ઓળખતા, તે લોકો ગુથ્થી કે ડોક્ટર મશહૂર ગુલાટીને તો ઓળખતા જ હશે. સુનિલ હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કોમેડિયન માંથી એક છે. હવે તે ફિલ્મોમાં પણ કામ કરે છે. તેમણે ઇન્ટિરિયર ડિઝાઈનર જોડે લગ્ન કર્યા છે, અને એમનું નામ છે આરતી. એ બંનેનો બે વર્ષનો દીકરો મોહન છે. આરતી દેખાવમાં ઘણી જ સુંદર છે.

કિકુ શારદા :

હવે આવે છે કિકુ શારદા. આજે કિકુનો કોઈને પરિચય આપવાની જરૂર નથી. કોમેડી નાઈટ વિથ કપિલ શર્મામાં તેમણે ખુબ નામ કમાવ્યુ છે. તેમને 2003 માં પ્રિયંકા શારદા જોડે લગ્ન કર્યા. તેમના બે છોકરા છે, શૌર્ય અને આર્યન. કિકુ અને પ્રિયંકાએ એક સાથે નચ બલિયેના મંચ પર ડાન્સ પણ કર્યો છે.

સંજય મિશ્રા :

આ યાદીમાં આગળનું નામ આવે છે સંજય મિશ્રાનું. આમને તમે તેમના નામથી નહિ પણ તેમના ફોટાથી ઓળખી જશો. સંજયે ઘણી બધી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. સંજયને એમની કોમિક ભૂમિકાઓ માટે જાણવામાં આવે છે. સંજયના પહેલા લગ્ન અસફળ થયા, જેના કારણે તે ખુબ ગભરાયેલા હતા, પરંતુ પરિવારના વારંવાર દબાણ કરવા પર તેમને વર્ષ 2009 માં બીજા લગ્ન કર્યા.

અલી અસગર :

આ યાદીમાં આગળ આવે છે અલી અસગર. અલીને પણ બધાં સારી રીતે ઓળખે જ છે. તે કપિલ શર્માના શો માં દાદી-નાની બનીને જે ધમાલ મચાવતો હતો એના લોકો દીવાના હતા. અલીનો આ અવતાર લોકોને ખુબ ગમતો હતો. આ પહેલા તે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. તેમણે 2005 માં સિધ્ધિકા જોડે લગ્ન કર્યા હતા. આ બંનેના બે બાળકો છે, જેમના નામ એડા અને ન્યાન છે.

કૃષ્ણા અભિષેક :

આ યાદીમાં આગળ આવે છે કૃષ્ણા અભિષેક. જે ગોવિંદાનો ભાણજો છે. કૃષ્ણા અભિષેકની પત્ની કશ્મીરા શાહને દરેક જાણે છે. આ બંને જણા લગભગ 9 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા અને તેમને 2013 માં લગ્ન કરી લીધા.

સુનિલ પાલ :

સુનિલ પાલ પણ કોમેડી જગતનું એક જાણીતું નામ છે. તે પણ એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને ફિલ્મોમાં પણ કોમેડી પાત્ર ભજવે છે. એમની પત્નીનું નામ સરિતા છે. આ બંનેના બે બાળકો છે, અને એમના નામ બીજા બાળકોથી યુનિક છે. એમના બાળકોના નામ પ્રબળ અને સરલ છે.

ચંદન પ્રભાકર :

મિત્રો, ચંદન પ્રભાકર પણ કોમેડી નાઈટ વિથ કપિલ શર્મા શો દ્વારા જ લોકપ્રિય થયા છે. તેમણે 25 એપ્રિલ 2015 ના રોજ નંદીની ખન્ના જોડે લગ્ન કર્યા છે.

કપિલ શર્મા :

કપિલ શર્મા આ સમયે ભારતના સૌથી ફેમસ કોમેડિયન એક્ટર છે. એમણે 12 ડિસેમ્બર 2018 ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ ભાવનીત ચતુર્થ ઉર્ફ ગિન્ની સાથે લગ્ન કર્યા છે.