લોકોએ બોલીવુડના આ ખતરનાક ખલનાયકને કેમ ભુલાવી નાખ્યો, જાણો

0
949

મિત્રો, તમે બધા એ વાત તો જાણતા જ હશો કે, બોલીવુડની દુનિયા ચકાચોંધથી ભરપુર છે. અને એની તરફ દરેક લોકો આકર્ષિત થાય છે. એ કારણે જ સંખ્યાબંધ લોકો રોજ મુંબઈમાં હીરો બનવાનું સપનું લઈને આવતા હોય છે. હમણાં તો લોકો ઘરવાળાને જણાવીને જ અહીં આવે છે. પણ 90 ના દશકમાં તો એવા લોકોની ભરમાર હતી, જે ફિલ્મોમાં આવવા માટે ઘરવાળાથી છુપાઈને આવતા હતા.

અને બોલીવુડમાં એવા ઘણા કલાકારો છે, જે શરૂઆતમાં ઘરેથી છુપાઈને ભાગીને હીરો બન્યા છે, અને આજે સફળ હીરો છે. જે પણ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકે છે, તે બધા હીરો બનવાની આશા લઈને જ આવે છે. અને એમાં ઘણા એવા પણ કલાકારો હોય છે, જે શરૂઆતમાં હીરોનો રોલ કરે છે પરંતુ સફળતા નહિ મળવાના કારણે ખલનાયકનો રોલ નિભાવવા લાગે છે. અને ખતરનાકના રોલમાં તેમને ખુબ સફળતા પણ મળી છે.

કયારેક બોલીવુડમાં ખતરનાક વિલન તરીકે ઓળખાતા આ કલાકારને બોલીવુડે ભુલાવી દીધો હતો :

મિત્રો આજે અમે તમને બોલીવુડના એક એવા જ અભિનેતા વિષે જણાવવા જઈ રહ્યા છે, કે જે પર્દા પર આવતા હતા તો લોકો ગભરાય જતા હતા. અને તે ફિલ્મોમાં પોતાના વિલનના રોલ માટે ખુબ જ પ્રખ્યાત હતા. પણ બોલીવુડ એમને ભૂલી ગયું. એક સમયે બોલીવુડમાં મુખ્ય ખલનાયકોની યાદીમાં એમનું નામ હતું, પણ સમય જતા બોલીવુડ એમને ભુલી ગયું.

આમનો ડાયલોગ આજે લોકોના મોઢા પર છે :

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડમાં ખતરનાક વિલનની ભૂમિકા ભજવવા વાળા ગંગાસાની રામી રેડ્ડીની. જાણકારી માટે જણાવી દઈએ કે, તેમનો જન્મ વર્ષ 1959 માં ચિત્તોરના બલ્મિકીપુરમમાં થયો હતો. તેમણે ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયથી પત્રકારિતા કરી હતી. ત્યારબાદ તેમણે થોડા દિવસ સુધી પત્રકારના રૂપમાં કામ પણ કર્યુ. પણ પછી એમણે પોતાની ફિલ્ડ બદલી નાખી.

જાણકારી માટે જણાવી દઈએ કે, તેમણે પોતાનાં ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘એંકાશં’ થી કરી હતી. ત્યારબાદ તેમણે હિન્દી, ભોજપુરી, તમિલ અને તેલુગુ ભાષાની ઘણી ફિલ્મો કરી. હિન્દી ફિલ્મોમાં બોલવામાં આવ્યો એમનો ડાયલોગ “ટેંશન લેને કા નહિ, ટેંશન દેને કા” એટલો લોકપ્રિય થયો હતો કે, આજે પણ બધા લોકોને આ ડાયલોગ યાદ છે. જોકે નવી પેઢીના ઘણા લોકોને ખબર નહી હોય કે આ ડાયલોગ આમનો છે.

તમને જણાવતા જઈએ કે, રામી રેડ્ડીએ લગભગ 250 ફિલ્મોમાં કામ કર્યુ છે. ‘ગુંડા’, ‘વક્ત હમારા હૈ’, ‘અંધ’, ‘તલાશ’, ‘પ્રતિબંધ’ અને ‘ખુદ્દાર’ તેમની પ્રમુખ હિન્દી ફિલ્મોમાં એમણે કામ કર્યુ છે. તેમની ખલનાયીકીને લોકોએ ખુબ પસંદ કરી. ‘ગુંડા’ ફિલ્મમાં નિભાવવામાં આવેલ તેમનો રોલ “કાલા શેટ્ટી” થી તેમને એક અલગ ઓળખાણ મળી.

એટલું જ નહિ તેમણે નિર્દેશક અને નિર્માતાના રૂપમાં પણ કામ કર્યુ હતું, પણ એમાં તે અસફળ રહ્યા. તે પોતાની નકારાત્મક ભૂમિકાઓ અને કોમેડી ટાઈમિંગના કારણે ઓળખવામાં આવતા હતા. તેમણે પોતાના અવાજના કારણે ફિલ્મોમાં વિલેનના રૂપમાં પોતાની અલગ ઓળખાણ બનાવી.

રામી રેડ્ડીની છેલ્લી હિન્દી ‘ગલીઓ કા બાદશાહ’ હે 2001 માં આવી હતી. ત્યારબાદ તે ક્યારેય પણ હિન્દી ફિલ્મોમાં દેખાય નહિ. અને એમને ધીરે ધીરે બોલીવુડમાં કામ મળવાનું બંધ થઇ ગયું. એ પછી તેમને તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાની ઘણી ફિલ્મો કરી હતી.

14 એપ્રિલ 2011, 52 વર્ષની ઉંમરમાં હૈદરાબાદમાં તેમનું નિધન થઇ ગયું. જયારે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમની કિડનીનો ઈલાજ ચાલી રહ્યો હતો. અને અંતિમ સમયમાં આ દમદાર વિલનની હાલત ખુબ ખરાબ થઇ ગઈ હતી. 2001 પછી બોલીવુડે આમને ભુલાવી નાખ્યા હતા. જણાવી દઈએ કે, રામી રેડ્ડીના બે દીકરા અને એક દીકરી છે, જે બોલીવુડથી ખુબ દૂર છે.