આ છે બોલીવુડની 5 ખાતી પીતી હીરોઇન્સ, નંબર ૩ ની આર્મી મેન પરની ટીપ્પણીને લીધે થયો હતો હોબાળો.

0
1869

આપણા બોલીવુડની અભિનેત્રીઓ પોતાની યુનિક સ્ટાઇલ અને પોતાના સ્લિમ ટ્રીમ ફિગરના કારણે ઘણી પ્રખ્યાત છે. બોલીવુડમાં ઘણી બધી એવી અભિનેત્રીઓ છે, જેમનું ઝીરો સાઈઝ ફિગર તેમના ફેન્સ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું છે. તો બીજી તરફ બોલીવુડમાં જ ઝીરો સાઈઝના સિવાયની પણ ઘણી એકટ્રેસ એવી છે, જેમનું ફિગર પ્લસ સાઈઝમાં આવે છે. પણ તેઓ પ્લસ સાઈઝની હોવા છતાં પણ તેમની સફળતા પર કોઈ પ્રકારનો અસર પડ્યો નહિ. ચાલો આજે અમે તમને જણાવી દઈએ આવી કેટલીક એકટ્રેસ વિષે.

1. હુમા કુરેશી :

આ યાદીમાં પહેલા આવે છે બોલીવુડની સૌથી મહેનતી અભિનેત્રી માંથી એક હુમા કુરેશી. તે એક પ્લસ સાઈઝ અભિનેત્રી છે. અને એમનું વજન 65 કિલોથી વધારે છે. હુમા પ્લસ ફિગર ધરાવતી હોવા છતાં પણ એમનું ફેન ફોલોઇંગ ખુબ વધારે છે. હુમા કુરેશીએ ગેંગ્સ ઓફ વાસેયપુર ભાગ 1 અને 2 માં પોતાની એક્ટિંગથી લાખો લોકોનું દિલ જીત્યું. હુમા ગયા વર્ષે જોલી એલ. એલ. બી 2 માં ખુબ હિટ સાબિત થઇ છે. હુમાએ સાબિત કર્યુ છે કે શરીરની સાઈઝ સફળતા મેળવવામાં અડચણ નથી બનતી.

2. સોનાક્ષી સિંહા :

આ યાદીમાં દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હાનું નામ પણ શામેલ છે. જણાવી દઈએ કે, સોનાક્ષીનો જન્મ 2 જૂન 1987 એ થયો હતો. શરૂઆતમાં સોનાક્ષીનું વજન પણ ઘણું વધારે હતું. પણ સોનાક્ષીએ પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલ જીતી લીધા. અને તે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ. એમણે દબંગ, સન ઓફ સરદાર, રાવડી રાઠોડ, હોલીડે, લુટેરા અને અકીરા જેવી હિટ ફિલ્મો આપી છે. અને હવે તે નિયમિત કસરત કરીને પોતાનું ફિગર મેઈન્ટેન કરી રહી છે.

3. વિદ્યા બાલન :

આ યાદીમાં આગળ આવે છે વિદ્યા બાલન. અને ધ ડર્ટી ગર્લ વિદ્યા 60 કિલો વજનની સાથે આ લિસ્ટમાં 3 નંબર પર આવે છે. વિદ્યાએ જયારે પોતાનું એક્ટિંગ કેરિયર શરુ કર્યુ હતું, તે સમયે તો તે ઝેરો સાઈઝની હતી. પણ પછી તેમણે ‘ધ ડર્ટી પિક્ચર’ માટે વજન વધાર્યું તો તે ફિલ્મ ખુબ હિટ થઇ ગઈ અને તેમણે ખુબ અસફતાઓ પણ મેળવી છે. તે પોતાના પ્લસ સાઈઝ ફિગરને પોતાના સારા કેરિયર માટે લકી માને છે.

તેમણે પા, ધ ડર્ટી પિક્ચર, ઇક્સકીયા, હમારી અધૂરી કહાની અને કહાની જેવી ફિલ્મો દ્વારા લાખો લોકોના દિલ પર રાજ કર્યુ છે. ‘ધ ડર્ટી પિક્ચર’ માં એમની એક્ટિંગ એટલી જોરદાર હતી કે, એના માટે તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. પણ થોડા સમય પહેલા વિદ્યા બાલને તેની ફિલ્મ “તુમ્હારી સુલું” વખતે પોતાના અનુભવ જણાવતા એક આર્મી મેન પર આક્ષેપ લગાડતા હોબાળો થયો હતો.

4. આયેશા ટાકિયા :

આ યાદીમાં સેક્સી બાલા આયેશા પણ શામેલ છે. હાલમાં તો તે ફિલ્મોમાં જોવા નથી મળતી. પણ જયારે તે મોટા પર્દા પર આવતી હતી ત્યારે તેમના ફેન્સ તેમને જોવા વગર રહી શકતા નહોતા. સાઈઝ 8 ની એકટ્રેસ હોવા છતાં તેમણે ક્યારેય પોતાનો કોન્ફિડન્સ ગુમાવ્યો નથી. જેના કારણે તેમને બોલીવુડમાં સારું નામ મળ્યું. આયેશાનો જન્મ 10 એપ્રિલ 1986એ થયો હતો. તેમને ફિલ્મ ટારઝન ધ વન્ડર કાર, વોન્ટેડ અને સલામે ઈસ્ક વગેરેમાં તેમની ઍક્ટિંગે લોકોનું દિલ જીતી લીધું. હાલમાં તે પોતાના નવા લુકને કારણે ટ્રોલ ખુબ ટ્રોલ થઇ હતી.

5. પરિણીતી ચોપડા :

આ યાદીમાં છેલ્લું નામ આવે છે, બોલીવુડની પરિ એટલે કે પરિણીતી ચોપડાનું. એમણે પણ પોતાની એક્ટિંગ દ્વારા બોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. પ્લસ સાઈઝ ફિગર હોવાના કારણે શરૂઆતમાં એમણે ખુબ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પણ તેમના મજબૂત નિર્ણયે તેમને આગળ વધવાની શક્તિ આપી. પણ એમણે કે ફિલ્મ ધીસુમના એક ગીત માટે પોતાની સાઈઝ ઝીરો કરી હતી. પરિણીતીનીએ છેલ્લે અક્ષય કુમાર સાથે કામ કર્યું છે, અને આ ફિલ્મ હીટ સાબિત થઇ છે.