શું તમે જાણો છો આ બોલીવુડ કલાકારોના અસલી નામ કયા છે, જાણવા માટે વાંચો અમારો આ એક્સક્લુસિવ રિપોર્ટ.

0
962

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, તો એમાં 70 થી 90 ના દશકમાં આવવા વાળા તમામ ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓ પોપ્યુલર થવા માટે પોતાનું નામ બદલી નાખતા હતા. એમાંથી કેટલાક લોકો તો પોતાનું નામ પોતાની ગ્રહ દશા સારી કરવા માટે પણ બદલી નાખતા હતા. કલાકારો આવું એટલા માટે કરતા હતા, જેથી એમની ફિલ્મો હિટ થાય અને એમને સફળતા મળતી જ રહે.

બોલીવુડના દિગ્ગજ કલાકારો અશોક કુમાર, કિશોર કુમાર અને નરગીસ આ બધાએ પણ પોતાના નામ બદલેલા છે. અને એ પછીના દશકમાં પણ આ નામ બદલવાની પરંપરા શરુ જ રહી. એટલું જ નહિ 2018 માં એનું ઉદાહરણ જોવા મળ્યું. બોલીવુડમાં પોતાની છબી કે નક્ષત્રને બદલવા માટે ફિલ્મી કલાકારો પોતાનું નામ બદલી નાખે છે, કે પછી સ્પેલિંગ ચેન્જ કરી નાખે છે.

રાજકુમાર રાવ પહેલા રાજકુમાર યાદવ હતા. તેમજ આયુષ્માન ખુરાનાએ પોતાના નામમાં ડબલ N અને ડબલ R લગાવી દીધા. એક્શન ડાયરેક્ટર વીરુ દેવગન પોતાની સરનેમની સ્પેલિંગ ‘Devgan’ લખતા હતા, પણ એમણે પોતાના છોકરાનું નામ પણ બદલ્યું અને હવે સરનેમ પણ ‘Devgn’ કરી લીધી છે.

આ એક બોલીવુડ સુપર સ્ટાર છે એમાં અપવાદ, જેણે નહિ બદલ્યું પોતાનું નામ :

જાણકારી માટે જણાવી દઈએ કે, શાહરુખ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એકલા એવા અભિનેતા છે, જેમણે ક્યારેય પણ પોતાનું નામ બદલ્યું નથી. જો તે પોતાનું અસલી નામ બદલી નાખતે તો તેમની ફિલ્મો જોવા કોઈ જતે નહિ. ફિલ્મોમાં આવના પહેલા તેમનું નામ લગભગ બદલાઈ પણ ગયું હતું.

મળેલી જાણકારી અનુસાર જાણવામાં આવ્યું છે કે, જયારે તે ગૌરી છિબ્બર જોડે લગ્ન કરવાં માટે સંધર્ષ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમના થનાર સાસરી પક્ષે એમને કહ્યું હતું કે, તે પોતાનું નામ બદલી નાખે. પરંતુ શાહરુખે નામ બદલ્યું નહિ. જો કે એમના સાસરી પક્ષ દ્વારા તેમનું નામ ‘જીતેન્દ્ર કુમાર ટુલી’ રાખવાનો વિચાર થયો હતો. હવે તમે જ વિચારો શું તમે કોઈ ‘જીતેન્દ્ર કુમાર ટુલી’ ની ફિલ્મો જોવા જતે?

હવે તમને જણાવી દઈએ કે કયા-કયા છે તે બોલીવુડ સ્ટાર્સ જેમણે સફળતા મળેવવા માટે બદલી નાખ્યું પોતાનું નામ.

સલમાન ખાન :

જણાવી દઈએ કે આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે, બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનનું. તમને કદાચ ખબર નહિ હોય કે, 1965 માં જન્મેલા સલમાન ખાનનું અસલી નામ ‘અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન’ છે. સલમાને 1988 માં ફિલ્મ ‘બીવી હો તો એસી’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું.

ઈરફાન ખાન :

બોલીવુડમાં લીંકથી અલગ ફિલ્મો કરવા માટે પ્રખ્યાત અભિનેતા ઈરફાન ખાનનું સાચું નામ ‘સાહબજાદે ઈરફાન અલી ખાન’ છે. ફિલ્મોમાં આવાના પહેલા આમણે પોતાનું નામ બદલીને ઈરફાન ખાન કરી નાખ્યું હતું. થોડા સમય સુધી તો તે આ નામની આગળ ખાન પણ લગાવતા હતા નહિ. ઈરફાને ફિલ્મી કરિયરની શરૂઆત ‘ધ વોરિયર’ નામની ફિલ્મથી કરી હતી.

શ્રી દેવી :

તમને કદાચ એ જાણીને નવાઈ લાગે કે, આ લિસ્ટમાં શ્રી દેવીનું નામ પણ આવે છે. જણાવી દઈએ કે, શ્રી દેવીનું અસલી નામ ‘શ્રી અમ્મા યેંગર અય્યપન’ હતું. શ્રી દેવીનો અદાકારીનો જાદુ આજે પણ લોકોને ખુબ ગમે છે. જો કે હવે તે આ દુનિયામાં રહ્યા નથી, પણ એમની યાદ ફિલ્મોમાં સચવાયેલી છે. એમની ફિલ્મો જોઈએ ત્યારે આપણે વિશ્વાસ કરી શકતા નથી કે તે હવે આપણી વચ્ચે નથી રહ્યા.

સની દેઓલ :

જાણકારી માટે જણાવી દઈએ કે, ૯૦ ના દશકના મનપસંદ એક્સન સુપર સ્ટાર સની દેઓલનું અસલી નામ ‘અજય સિંહ દેઓલ’ છે. સનીએ પોતાનું બોલીવુડ ડેબ્યુ ફિલ્મ ‘બેતાબ’ થી કર્યુ હતું. આ ફિલ્મમાં એમની સાથે અમૃતા સિંહ હતી.

અભિતાભ બચ્ચન :

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનનો જન્મ થયો હતો ત્યારે એમના ઘરવાળાએ તેમનું નામ ઇન્કલાબ રાખ્યું હતું. પણ જલ્દી જ તેમનું નામ બદલીને અમિતાભ રાખવામાં આવ્યું. તેમના પિતાની સરનેમ શ્રીવાસ્તવ હતી, જેને તેમણે બદલીને બચ્ચન કરી દીધી. ત્યારથી આવનારી પેઢીની સરનેમ પણ બચ્ચન જ રાખવામાં આવે છે.

અક્ષય કુમાર :

આ યાદીમાં બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનું નામ પણ આવે છે. જણાવી દઈએ કે તેમનું અસલી નામ બીજું જ છે. આમ તો મોટાભાગના લોકો તેમનું અસલી નામ રાજીવ ભાટિયા છે એવું જાણે છે. પણ જણાવી દઈએ કે તેમનું પૂરું નામ ‘રાજીવ હરિ ઓમ ભાટિયા’ છે. તેમની એક સફળ ફિલ્મમાં તેમનું નામ અક્ષય કુમાર હતું એટલે તેમણે તેમનું નામ બદલીને નામ અક્ષય કુમાર રાખી દીધું.