આપણી આ 10 અફલાતૂન ફિલ્મોની રીમેક બનાવવાથી પોતાને નહિ રોકી શકયું હોલીવુડ

0
2613

ફિલ્મ કોઈ પણ હોય, એના પાત્રોમાં દરેક દર્શક પોતાનું પાત્ર શોધી લે છે. કદાચ એ જ કારણ છે કે, ફિલ્મોનો જમાનો બન્યો રહે છે. ગરીબી અને ભુખમરીની સમસ્યા પણ મોટા પડદાનું આકર્ષણ ઓછું નથી થવા દેતી. ટિકિટ 20 રૂપિયાની મળે કે 2000 ની ફિલ્મો માટે પૈસા નીકળી જ જાય છે. ફિલ્મી બજારને લીલું છમ રાખવા માટે નિર્માતા-નિર્દેશક કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર રહે છે.

ફિલ્મો જે ઝડપથી બની રહી છે, એના માટે ફિલ્મકારોએ પોતે સ્ક્રિપ્ટ તૈયાર કરવી અને એના પર કામ કરવું અસંભવ થઈ જાય છે. એટલે બીજો રસ્તો જે બચે છે, તે છે ફિલ્મોની નકલ એટલે કે કોપીનો. આ કામને આજકાલ વ્યાવસાયિક પણ માનવામાં આવે છે અને આને ‘રીમેક’ કહે છે.

દુનિયા જાણે છે કે, બોલીવુડને રીમેકની બાબતમાં નિપુણતા મળેલી છે. હંમેશા ફિલ્મી શોખીનોના મોં માંથી વાત નીકળે છે, ફલાણી હિંદી ફિલ્મ ફલાણી હોલીવુડ ફિલ્મની રીમેક છે. પણ શું તમે જાણો છો, કે હોલીવુડ પણ આ કામમાં પાછળ નથી. એટલું જ નહિ, આવી હોલીવુડ ફિલ્મોની લાંબી લિસ્ટ છે જે બોલિવુડની કોપી છે. શું તમે એવી ફિલ્મો વિષે જાણો છો? નહિ? તો ચાલો તમને જણાવીએ એના વિષે.

સંગમ – પર્લ હાર્બર :

રાજ કપૂરની ‘સંગમ’ પોતાના જમાનામાં એટલી હિટ થઈ હતી કે હોલિવુડે પણ એની કોપી કરી લીધી. 1964 માં લવ ટ્રાઈએંગલ પર બનેલી સંગમને હોલીવુડે પર્લ હાર્બર નામથી બનાવી. તે 2001 માં રિલીઝ થઈ. તેના નામની આલોચના થઈ. આલોચકોએ કહ્યું કે, પર્લ હાર્બર ફિલ્મ સંગમની ત્રિકોણી પ્રેમ કહાની પર આધારિત છે, પણ એનું નામ દર્શકોને ગુમરાહ કરે છે.

જબ વી મેટ – લીપ યર :

વર્ષ 2010 માં આવેલી હોલીવુડ ફિલ્મ લિપ યરને બનાવવા વાળા દાવો કરે છે કે, આ ફિલ્મ 2007 માં આવેલી બોલીવુડ ફિલ્મ જબ વી મેટની રીમેક નથી. પણ ફિલ્મી સ્ટોરી આબેહૂબ રીમેક જ લાગે છે. બંને ફિલ્મોમાં હિરોઈનને વાટોળી અને બેદરકાર દેખાડવામાં આવી છે, અને પોતાના પ્રેમીને લગ્નનો પ્રસ્તાવ આપવા માટે સ્ટ્રગલ કરે છે.

અચાનકથી તેને મુસાફરી દરમિયાન એક લકી બૉય મળે છે અને એની સાથે ઝગડો થાય છે. તે એક હોટલમાં એક જ રૂમમાં રોકાય છે. એમને પ્રેમ થઈ જાય છે. પણ તેઓ અલગ થઈ જાય છે, અને સાથે પસાર કરેલો થોડો સમય એમનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખે છે. તેઓ પાછા મળે અને સ્ટોરી ખતમ થઈ જાય છે. બંને ફિલ્મોમાં એક જરા જેવો ફરકે છે કે, લિપ યર આયરિશ પરંપરાઓને સાચવતા આયર્લેન્ડનું ચિત્ર પ્રસ્તુત કરે છે. તેમજ જબ વી મેટ પાસે એના જબરજસ્ત ગીતોનો ભંડાર છે.

એ વેડનેસડે – એ કોમન મેન :

નસરુદ્દીન શાહ અભિનીત ‘એ વેડનેસડે’ જયારે આવી તો દર્શકોને હલાવીને રાખી દીધા હતા. આ ફિલ્મ 2008 માં આવી હતી. એના પર આધારિત ઓસ્કાર એવોર્ડી અભિનેતા બેન કિંગ્સલે અને બેન ક્રોસે હોલીવુડ ફિલ્મ ‘એ કોમન મેન’ બનાવી. એને શ્રીલંકન ફિલ્મ મેકર ચંદ્રન રત્નમે ડાયરેક્ટ કરી હતી.

આ હોલીવુડ ફિલ્મે પણ ખુબ ધમાલ મચાવી અને એને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર જેવા પુરસ્કારોથી મૈડ્રિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કૃત કરવામાં આવી. તેમજ ન્યુયોર્ક ફેસ્ટિવલના ઇન્ટરનેશનલ ટેલિવિઝન એન્ડ ફિલ્મ એવોર્ડની ફીચર ફિલ્મ કેટેગરીમાં આને બ્રોન્ઝ મેડલ મળ્યું.

વિક્કી ડોનર – ડિલિવરી મેન :

2012 માં આવેલી આયુષ્માન ખુરાના અને યામી ગૌતમની ફિલ્મ ‘વિક્કી ડોનર’ ની સફળતાએ પણ હોલીવુડને આકર્ષિત કર્યું. એના એક વર્ષ પછી જ એટલે કે 2013 માં ‘સ્પર્મ ડોનેશન’ થીમ પર હોલીવુડ ફિલ્મ ‘ધ ડિલિવરી મેન’ આવી. દર્શકોએ કહ્યું કે, બંને ફિલ્મોમાં ઘણી સમાનતા છે. એટલા માટે ધ ડિલિવરી મેનને વિક્કી ડોનરની રીમેક કહેવામાં આવી.

આહવાનમ – ડાઇવોર્સ ઇન્વિટેશન :

એવું નથી કે હોલીવુડે બોલીવુડને જ કોપી કર્યું હોય. કોપી કરવાની બાબતમાં એમણે ટોલીવુડને પણ નથી છોડ્યું. વર્ષ 1997 માં એક તેલુગુ ફિલ્મ આવી હતી ‘આહવાનમ.’ આ ફિલ્મને ‘ધ ડાઇવોર્સ ઇન્વિટેશન’ ના નામથી અંગ્રેજીમાં બનાવવામાં આવી. ખાસ વાત એ છે કે, બંને જ ફિલ્મો એક જ ડાયરેક્ટર એસવી કૃષ્ણ રેડ્ડી એ ડાયરેક્ટ કરી. ધ ડાયવોર્સ ઇન્વિટેશન 2012 માં આવી હતી, અને એની રોમાન્ટિક કોમેડી માટે ઘણી પ્રશંસા મળી.

મૈંને પ્યાર ક્યું કિયા – જસ્ટ ગો વિથ ઈટ :

સલ્લુ મિયાં એટલે કે સલમાન ખાન અભિનીત ફિલ્મ મૈંને પ્યાર ક્યું કિયા (2005) ની પણ હોલીવુડ રીમેક બની. જસ્ટ ગો વિથ ઈટના સીન સલ્લુની ફિલ્મની યાદ અપાવે છે. આ ફિલ્મમાં જેન એનિસ્ટન અને એડમ સેંડલરે કામ કર્યું હતું.

ડર – ફિયર :

ડર બોલીવુડની સૌથી જાનદાર થ્રિલર ફિલ્મોમાંથી એક જણાવવામાં આવે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાને એવું પાત્ર ભજવ્યું કે લોકોએ કહ્યું કે, કોઈ પણ એની જગ્યા નહિ લઈ શકે. ફિલ્મની સ્ટોરી અને અભિનયે હોલીવુડને એની રીમેક ‘ફિયર’ બનાવવા માટે મજબુર કરી દીધું.

રંગીલા – વિન એ ડેટ વિથ ટૈડ હૈમિલ્ટન :

1995 માં આવેલી રંગીલા અને 2004 માં આવેલી હોલિવુડ ફિલ્મ વિન એ ડેટ વિથ ટૈડ હૈમિલ્ટનની સ્ટોરી લગભગ એક જેવી જ છે. રંગીલામાં ઉર્મિલા માતોડકર એવી છોકરીનું પાત્ર ભજવે છે, જેને કોઈ પણ રીતે હીરોની આવનારી નવી ફિલ્મમાં રોલ જોઈતો હોય છે. તેમજ હોલીવુડ ફિલ્મમાં હિરોઈનને કોઈ પણ રીતે ટૈડ હૈમિલ્ટન સાથે એક ડેટ જોઈતી હોય છે.

છોટી સી બાત – હિચ :

2005 માં આવેલી હોલીવુડ ફિલ્મ હિચ એનાથી લગભગ 30 વર્ષ પહેલા આવેલી બોલીવુડ ફિલ્મ છોટી સી બાતની રીમેક હતી. છોટી સી બાત 1975 માં આવી હતી. ખાસ વાત એ પણ છે કે, છોટી સી બાતને બોલીવુડે પણ વર્ષ 2007 માં ફિલ્મ પાર્ટનરના રૂપમાં રીમેક કરી હતી. આ ફિલ્મોની સ્ટોરીમાં ઘણી સમાનતા છે.

લેડીઝ વર્સેસ રિક્કી બહલ – ધ અધર વુમન :

2014 માં આવેલી હોલીવુડ ફિલ્મ ‘ધ અધર વુમન’ ને જોયા પછી પણ મોટાભાગના દર્શકોએ એ જ પ્રતિક્રિયા આપી કે આ ફિલ્મ 2011 માં આવેલી બોલીવુડ ફિલ્મ ‘લેડીઝ વર્સેસ રિક્કી બહલ’ ની રીમેક છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.