બોલીવુડનો ફેમસ એક્ટર છે બાહુબલીના ‘કટપ્પા’ નો દીકરો છે, હેન્ડસમ એટલો કે જોઈને દંગ રહી જશો.

0
2183

મિત્રો, તમારા માંથી લગભગ દરેક લોકોએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો જોઈ હશે. સાઉથની ફિલ્મો ઘણી ખતરનાક અને ધમાકેદાર હોય છે. સાઉથની ફિલ્મોમાં તો એવા એવા કારનામાઓ થાય છે, જે હકીકતની જિંદગીમાં ક્યારેય થતા નથી. અને સાઉથની ફિલ્મોમાં જે એક્શન થાય છે તેના વિષે તમે ફક્ત કલ્પના જ કરી શકો છો. બીજું કઈ નહિ.

અને બાહુબલી પણ સાઉથની જ ફિલ્મ છે. ભારતમાં બાહુબલી ફિલ્મ જેટલું નામ અને પૈસા હજુ સુધી કોઈ ફિલ્મ કમાઈ શકી નથી. બાહુબલી ફિલ્મનું નામ ઇતિહાસમાં દાખલ થઈ ગયું છે. આ ફિલ્મ એમ જ સુપર હિટ સાબિત થઇ નતી. આને સુપરહિટ બનાવવા માટે ફિલ્મોના કલાકારોએ ખુબ મહેનત કરી હતી. આ કલાકારોની મહેનતથી જ ફિલ્મ સુપર હિટ થઇ હતી.

પરંતુ આ ફિલ્મના એક પાત્રની ચર્ચા દરેક જગ્યાએ થઇ હતી અને તે છે કટપ્પા. બાહુબલીનો પહેલો ભાગ રિલીઝ થઇ ગયા પછી, દરેક લોકો જાણવા માંગતા હતા કે બાહુબલીને કટપ્પાએ કેમ માર્યો? આ ડાયલોગ પર ઘણા બધા જોક્સ પણ ખુબ વાયરલ થયા હતા. આ કારણે બાહુબલીની સાથે કટપ્પાનું નામ પણ ખુબ પ્રખ્યાત થયુ. અને બાહુબલી કરતા કટપ્પા વધારે પ્રસિદ્ધ થયો હતો. અને લોકોને પોતાના સવાલનો જવાબ ‘બાહુબલી 2’ માં મળી ગયો.

પરંતુ આજે અમે આ લેખમાં કટપ્પા નહિ પણ તેમના દીકરાની ચર્ચા કરીશું. બાહુબલીમાં જે અભિનેતાએ કટપ્પાની ભૂમિકા ભજવી હતી તેમનું નામ છે સત્યરાજ. પણ મિત્રો, શું તમને ખબર છે? કે ફિલ્મમાં ભયાનક દેખાવા વાળા કટપ્પાનો એક દીકરો પણ છે, જે આ ઇન્ડસ્ટ્રીમાં ખુબ પ્રસિદ્ધ અભિનેતા છે. હા, ઘણા લોકોને ખબર નથી પણ આજે અમે તમને જણાવી દેશું કે કટપ્પાનો એક દીકરો પણ છે.

કટપ્પાનો દીકરો છે ખુબ હેન્ડસમ :

જાણકારી માટે જણાવી દઈએ કે, સત્યરાજના દીકરાનું નામ શિબિરાજ છે. શિબિરાજ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક જાણીતા અભિનેતા છે. ફિલ્મમાં ભયાનક દેખાવા વાળા કટપ્પાનો દીકરો ખુબ સુંદર છે. અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન શિબિરાજે જણાવ્યું હતું કે, તેમના માટે તેમના આદર્શ તેમના પિતા જ છે, અને તે પિતાના જણાવેલ રસ્તા પર જ ચાલે છે.

શિબિરાજ દેખાવમાં ઘણો હેન્ડસમ છે, અને તેમના પણ લાખો ફૈન છે. આજે અમે તમારા માટે કટપ્પાના દીકરા શિબિરાજના કેટલાક ફોટા લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે, સત્યરાજની એક સુંદર દીકરી પણ છે, જેનું નામ દિવ્યા છે. દિવ્યા એક ન્યૂટ્રિશિયનિસ્ટ છે અને તે પોતાને ફિલ્મી દુનિયાથી દૂર રાખે છે.

બાહુબલી તમિલ અને તેલુગુ ભાષામાં બનેલી એક ભારતીય ફિલ્મ છે. અને આ ફિલ્મનું નામ બોલીવુડ ઇતિહાસમાં હજુ સુધીની સૌથી વધારે કમાણી કરવા વાળી ફિલ્મોમાં આવે છે. જેટલી કમાણી બાહુબલી પાર્ટ 1 અને પાર્ટ 2 એ કરેલી છે, એટલી કમાણી હજુ સુધી કોઈ ફિલ્મે કરી નથી.

અને બાહુબલી 2 એ તો સફળતાના બધા રેકોર્ડ તોડીને કમાણીની બાબતમાં બધી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. તેનું ડબિંગ હિન્દી, મલયાલમ અને બીજી ભાષાઓમાં પણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા ડગુબતી, તમન્ના ભાટિયા અને અનુષ્કા શેટ્ટી મુખ્ય પાત્રમાં હતા.