કોઈ ડાયરેક્ટરની 35 તો કોઈની 80 રૂપિયા હતી પહેલી કમાણી, કોઈ 16 તો કોઈ 18 વર્ષની ઉંમરથી કરી રહ્યું છે કામ.

0
183

બોલિવુડના આ દિગ્ગજ ડાયરેક્ટરોએ ઘણી નાની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દીધું હતું, આમની પહેલી કમાણી ફક્ત 35 રૂપિયા હતી. બોલિવૂડના હીરો હોય, હિરોઈન હોય, ગાયકો હોય અથવા નિર્દેશક હોય, તે દરેક સતત ચર્ચામાં રહે છે, અથવા તો એમ કહીએ કે આખું બોલિવૂડ દરેક સમય હેડલાઇન્સમાં બન્યું રહે છે. રોજ બોલિવૂડમાં ઘણા પ્રકારના ટ્રેન્ડ જોવા મળે છે. હાલમાં જ બોલીવુડમાં First Salary એટલે કે પહેલો પગાર ટ્રેન્ડ કરી રહ્યો છે. બોલિવૂડના જાણીતા દિગ્દર્શકો તેમના ચાહકોને પોતાની પહેલી કમાણી વિશે જણાવી રહ્યાં છે.

બોલીવુડમાં ચાલી રહેલા આ પહેલા પગાર ટ્રેન્ડને કારણે, ઘણા ડાયરેક્ટરએ પોતાના પહેલા પગાર વિશે જાણકારી આપી છે. જેમાં બોલિવૂડના દમદાર ડાયરેક્ટર અનુભવ સિન્હાનું નામ પણ શામેલ છે. તેમજ જાણીતા ડાયરેક્ટરો હંસલ મેહતા અને ઉમેશ શુક્લાએ પણ આ રોચક માહિતી સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે શેર કરી છે. આ બધા ડાયરેક્ટરોએ તેના સંબંધમાં કરેલી ટ્વીટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વેબ સિરીઝ મોદીનું દિગ્દર્શન કરનાર ઉમેશ શુક્લા પહેલા મહેન્દ્ર જોશીના નેતૃત્વમાં કામ કરતા હતા, અને આ દરમિયાન તેમને એક શો માટે 35 રૂપિયા મળતા હતા. ઉમેશ શુક્લાએ ટિ્‌વટ કર્યું છે કે, “પહેલો પગાર – 35 રૂપિયા પ્રતિ શો, ડાયરેક્ટર મહેન્દ્ર જોશીના નેતૃત્વમાં બેકસ્ટેજ કરતો હતો. 400 સેલ્સમેન તરીકે.”

source tweeter

આ સાથે જ બોલીવુડના જાણીતા નિર્દેશક અનુભવ સિન્હાએ પોતાની પહેલી આવક વિશે ટ્વીટ કરતા લખ્યું કે, “પહેલો પગાર – 80 રૂપિયા, ઉંમર – 18.” સિન્હાએ આગળ જણાવ્યું કે, “તે 7 માં ધોરણના બાળકને અંકગણિતનું ટ્યુશન કરાવતા હતા. તે પોતાની ધૂમ્રપાનની જરૂરિયાતોને પુરી કરવા માટે તે ટ્યુશન કરાવતા હતા.”

બોલિવૂડ ડાયરેક્ટર હંસલ મહેતાએ પણ આ ટ્રેન્ડ જોઈને તેમના પહેલા પગાર અંગે માહિતી આપી છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, “પહેલો પગાર – દર મહિને 450 રૂપિયા, ઉંમર – 16 વર્ષ”. ડાયરેક્ટર હંસલ મહેતાએ આગળ જાણકારી આપતા જણાવ્યું કે, “તે ઇંટરશોપ કેમ્પ્સ કોર્નરમાં સેલ્સપર્સન હતા, તે ત્યાં જિન્સ અને કેઝ્યુઅલ કપડાં વેચતા હતા જેથી પોતાની જુનિયર કોલેજ માટે કપડાં ખરીદી શકે.”

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, હંસલ મહેતા, અનુભવ સિન્હા અને ઉમેશ શુક્લા સાથે જ બોલિવૂડના ઘણા અન્ય સ્ટાર્સે પણ આ ટ્રેન્ડ અપનાવ્યો છે, અને તેમના ચાહકો સાથે પોતાની પહેલી કમાણી અંગેની માહિતી શેર કરી છે. સોશિયલ મીડિયા પર પહેલો પગાર ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે, અને બોલીવુડના કલાકારો સતત સોશિયલ મીડિયા પર તેના વિશે રસપ્રદ માહિતી શેર કરી રહ્યાં છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.