બોલીવુડના 5 સૌથી મોંઘા લગ્ન, જેમાં ખર્ચ થયા કરોડો રૂપિયા, એક એ તો બનાવી દીધો અબજોનો રેકોર્ડ

0
4481

તમે ઘણા બધા લગ્નમાં ગયા હશો. અને એમાં તમે જાત જાતના ભવ્ય લગ્ન પણ જોયા હશે. પણ જો બોલીવુડમાં થતા લગ્નની વાત કરવામાં આવે, તો અહિયાંના લગ્ન થોડા નહિ પરંતુ ઘણા જ વિશેષ હોય છે. અને એ જ કારણ છે કે બોલીવુડના લગ્નની ચર્ચા પણ મીડિયામાં ઘણી જોર શોરથી થાય છે. આમ તો આજે અમે તમને બોલીવુડના આ 5 લગ્ન વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં લાખો કરોડો નહિ પરંતુ અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અને બોલીવુડના આ લગ્ન દુનિયાના સૌથી પૈસાદાર લગ્ન માંથી એક ગણવામાં આવે છે. અને આ લગ્નની ચર્ચા આખી દુનિયામાં કરવામાં આવી હતી. કેમ કે આ લગ્નએ તમામ રેકોર્ડ તોડી દીધા. આવો જાણીએ બોલીવુડના એ 5 મોંઘા લગ્નો વિષે.

વિવેક ઓબેરોય અને પ્રિયંકા અલ્વા :

આમ તો વિવેક ઓબેરોય ફિલ્મોમાં ઘણા ઓછા જોવા મળે છે. કારણ કે એમને એટલી વધારે સફળતા નથી મળી. અને એમણે પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નની વાત કરીએ તો તેના લગ્ન દુનિયા આખીમાં પ્રસિદ્ધ થઇ ગયા હતા. કેમ કે તેમણે પોતાના લગ્નમાં ઘણો ખર્ચ કર્યો હતો.

એ કારણ છે કે આખી દુનિયામાં તેના લગ્નની ચર્ચા થઇ રહી હતી, અને પછી દુનિયાના સૌથી મોંઘા લગ્નોમાં તેનું નામ જોડાઈ ગયું. તેના લગ્ન આજથી ૮ વર્ષ પહેલા ૨૦૧૦ માં થયા હતા. તેના લગ્નમાં કુલ ૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય :

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની જોડી બોલીવુડની સૌથી સુપર જોડી ગણવામાં આવે છે. અને તેમના લગ્ન વર્ષ ૨૦૦૭ માં થઈ ગયા હતા. અને આજે પણ તેમની વચ્ચે પ્રેમ જળવાયેલો છે. એમના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. તેમજ એશ્વર્યાની સાડીથી લઈને ઘરેણા પણ કરોડોમાં આવ્યા હતા. જણાવી દઈએ કે તેમના લગ્નમાં પુરા ૬ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી :

આ જોડી વિષે તો કોણ નથી જાણતું. એ તો દરેકને ખબર જ છે કે શિલ્પા શેટ્ટીએ બોલીવુડના કલાકારોનું દિલ તોડીને રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા, જે એક મોટા બિઝનેસમેન છે. તેમના લગ્ન વર્ષ ૨૦૦૯ માં થયા હતા, જો કે ઘણા ચર્ચામાં હતા. એટલું જ નહિ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ પોતાના લગ્નમાં ૧૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

રીતેશ દેશમુખ અને જેનેલિયા :

આ જોડી બોલીવુડની સૌથી ક્યુટ જોડીમાં શામેલ થાય છે. અને સાથે તેમના લગ્ન પણ સૌથી મોંઘા લગ્નોમાં આવે છે. આ બન્નેના લગ્ન વર્ષ ૨૦૧૨ માં થયા હતા અને તેમના સંપૂર્ણ લગ્નનો ખર્ચ ૨૫ કરોડ રૂપિયા થયો હતો. તેમના લગ્નની ચર્ચામાં પણ તે સૌથી પૈસાદાર લગ્નોમાં ટોપ ઉપર રહે છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી :

હવે નંબર આવે છે નંબર ૧ નો. તો મિત્રો બોલીવુડના સૌથી મોંઘા લગ્નોમાં સૌથી પહેલો નંબર અનુષ્કા શર્માના લગ્નનો છે. એટલું જ નહિ આ લગ્નનો રેકોર્ડ હજુ સુધી કોઈ નથી તોડી શક્યું. અનુષ્કાએ પોતાના લગ્નમાં એટલા મોંઘા ઘરેણા પહેર્યા હતા જેની કિંમત કરોડોમાં હતી. એટલું જ નહિ ત્યાં સુધી કે તેની એક વીંટીની કિંમત એક કરોડ રૂપિયા હતી અને તેના સંપૂર્ણ લગ્નનો ખર્ચ ૧ અબજની આસપાસ ગણવામાં આવી રહ્યો છે.