બોલીવુડ છોડી ચુકેલી આ અભિનેત્રીએ શેયર કર્યો પોતાનો જુનો ફોટો, શું તમે ઓળખી શક્યા?

0
404

સોશિયલ મીડિયા ઉપર સ્ટારો હંમેશા પોતાની જુની તસ્વીરો શેર કરતા રહે છે. ઘણી વખત આ તસ્વીરોમાં ફેંસ પણ પોતાના માનીતા સેલીબ્રીટીને ઓળખી નથી શકતા. હવે એવી જ એક તસ્વીર સામે આવી છે જેને એક અભિનેત્રીએ શેર કરી છે.

સમીરા રેડ્ડીએ પોતાના ટીનએજ સમયની એક તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં સમીરા ઓવર સાઈઝ જોવા મળી રહી છે. તેમણે ચેક્સ શર્ટ પહેર્યો છે. ફોટાને શેર કરતા સમીરાએ કેપ્શનમાં લખ્યું મજાકથી ભરેલી હું તે વાત સાથે સતત સંઘર્ષ કરી રહી છું કે મને તે સમય જેવી સ્વીકારવામાં આવતી હતી. મારી ઉપર સારા દેખાવાનું ઘણું દબાણ હતું. એક પ્રેમ કરવા વાળા પતિ અને બાળકો છતાં આજે પણ એવો સમય આવે છે જયારે હું તે ચિંતાનો અહેસાસ કરું છું. જેનાથી મને મારા શરીર ઉપર સંદેહ થાય છે.

તે પહેલા પણ સમીરા ઘણી વખત વજન અને રંગને લઈને વાતો શેર કરતી રહે છે. એક બીજા ફોટા શેર કરતા સમીરાએ કેપ્શનમાં લખ્યું હતું – ઓળખો કોણ? ઉંમર ૧૩ વર્ષ, વર્ગમાં સૌથી લાંબી જે તેના માટે ઘણું વિચિત્ર હતું. કાશ કોઈએ મને પોતાની જાત સાથે પ્રેમ કરતા શીખવ્યું હોત. મેં મારા સંપૂર્ણ ટીનએજ અવસ્થા લોકો મારો સ્વીકાર કરશે કે નહિ અને વજન ઘટાડવાના ટેન્સન મા પસાર કર્યું.

બોલીવુડને અલવિદા કરી ચુકેલી સમીરા રેડ્ડીએ ૧૨ જુલાઈના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર થઈને સમીરા સમાચારોમાં રહે છે. તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેંસ સાથે જોડાયેલી છે.

સમીરાએ વર્ષ ૨૦૧૪માં બિજનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા. અક્ષય Vardenchi Motorcycles ના કો-ઓનર છે. તે કંપની મોટર બાઈકને કસ્ટમાઈઝ કરે છે. સમીરા અને અક્ષયની મુલાકાત એક એડ શૂટ દરમિયાન થઇ હતી. જયારે અક્ષયે સમીરાને બાઈક ચલાવતા જોઈ તો તે તેને પ્રેમ કરી બેઠા હતા. બંનેએ એકબીજા ને બે વર્ષ સુધી ડેટ કર્યા. ત્યાર પછી લગ્નનો નિર્ણય લીધો. લગ્ન મરાઠી રીત રીવાજ સાથે થયા હતા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.