રમવાની ઉંમરમાં બોલીવુડના આ 8 સ્ટાર્સે કર્યા હતા લગ્ન, ડિમ્પલ કપાડિયા હતી સૌથી નાની

0
2437

બોલીવુડના આ 8 સ્ટાર્સે રમવાની ઉંમરમાં કર્યા હતા લગ્ન, ડિમ્પલ કપાડિયા હતી સૌથી નાની

કોઈ પણ કામ કરવાનો પોતાનો એક યોગ્ય સમય હોય છે. જેમ કે સ્કૂલમાં ભણવા માટે એક યોગ્ય સમય એટલે કે ઉંમર હોય છે, કોલેજ કરવા માટે એક યોગ્ય સમય હોય છે. એવી જ રીતે લગ્ન કરવા માટે પણ એક યોગ્ય સમય હોય છે. લગ્ન દરેકના જીવનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અને એક સમય એવો આવે છે કે જયારે બધાએ લગ્ન કરવા પડે છે.

જો કે એ ફરજીયાત નથી, કારણ કે દુનિયામાં ઘણા બધા લોકો એવા પણ છે જે પોતાનું આખું જીવન લગ્ન કર્યા વગર પસાર કરી દે છે. ત્યાં અમુક લોકોના લગ્ન એકદમ યોગ્ય સમયે થઈ જાય છે. તેમજ અમુક લોકો એવા પણ હોય છે જેમના લગ્ન ઘણા મોડા અથવા ઘણા વહેલા થઇ જાય છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના થોડા એવા કલાકાર વિષે જણાવીશું જેમણે ઘણી નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા.

1) ડિમ્પલ કપાડિયા અને રાજેશ ખન્ના :

અભિનેતા રાજેશ ખન્નાને બોલીવુડના પહેલા સુપર સ્ટાર કહેવામાં આવે છે. આ કલાકારે 1973માં પોતાનાથી 15 વર્ષ નાની ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા હતા. જયારે રાજેશ 31 વર્ષના હતા ત્યારે ડિમ્પલ કપાડિયા ફક્ત 16 વર્ષની હતી. આ બંનેની બે સુંદર છોકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના છે. પણ એ વાત છે કે આ બંનેનું લગ્ન જીવન વધારે સમય ચાલ્યું નહીં.

2) શાયરા બાનો અને દિલીપ કુમાર :

બોલીવુડની આ જોડી હંમેશા ચર્ચામાં રહી છે, અને આ જોડીને લોકો હંમેશા પસંદ પણ કરતા હતા. અભિનેતા દિલીપ કુમારે 1966 માં શાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. શાયરા બાનો લગ્ન પોતાના લગ્ન સમયે 22 વર્ષની હતી અને દિલીપ કુમાર એનાથી બમણી ઉંમરના એટલે કે 44 વર્ષના હતા.

3) જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખ :

બોલીવુડની આ જોડીને કુલ જોડી પણ કહેવામાં આવે છે. જેનેલિયાએ પોતાના પ્રેમી અને બોલીવુડના હીરો રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા છે. એમણે જયારે લગ્ન કર્યા ત્યારે એમની ઉંમર માત્ર 24 વર્ષ હતી, જયારે રિતેશ એમનાથી 10 વર્ષ મોટા એટલે કે 34 વર્ષના હતા. એ બંને કલાકારના લગ્ન 2012 માં થયા હતા.

4) આમિર ખાન અને રીના દત્તા :

રીના દત્તા અને આમિર ખાન બંને બાળપણના મિત્ર છે એવું જાણવા મળ્યું છે. રીના દત્તા એ સમયે આમિર ખાનની પડોશી હતી. અને બંને ઘણા સારા મિત્રો પણ હતા. મિત્રતા કરતા કરતા તે એકબીજાને પ્રેમ કરી બેઠા અને એમણે લગ્ન પણ કરી લીધા. પણ રીના આમિરના ઘર વાળાઓને પસંદ ન આવી.

એનું કારણ એ હતું કે રીના હિંદુ ફેમેલીની છોકરી હતી. બંનેએ 1986 માં બધાથી છુપાઈને લગ્ન કરી લીધા હતા ત્યારે આમિર ખાનની ઉંમર માત્ર 21 વર્ષ હતી. એમના બે સુંદર બાળકો પણ છે જુનૈદ અને ઈરા, જોકે વર્ષ 2002 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ આમિરના બીજા લગ્ન કિરણ રાવ સાથે થયા છે.

5) સૈફ અલી ખાન અને અમૃતા સિંહ :

બોલીવુડના છોટે નવાબ કહેવાતા સૈફના લગ્ન પણ નાની ઉંમરે થયા હતા. એમના પહેલા લગ્ન પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે થયા ત્યારે સૈફ અલી ખાન માત્ર 21 વર્ષના હતા. સૈફ અલી ખાને નાની ઉંમરમાં લગ્ન કર્યા હતા અને અમૃતા સિંહ એ સમયે ટોપની હિરોઈન હતી.

6) રાજ કપૂર અને કૃષ્ણા કપૂર :

આ બંને જણાએ જયારે લગ્ન કર્યા હતા ત્યારે કૃષ્ણા કપૂર માત્ર 16 વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં કૃષ્ણા કપૂરે રાજ કપૂર સાથે લગ્ન કર્યા હતા.

7) ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર :

આ કપલને બોલીવુડનું આઈડિયલ કપલ પણ કહેવામાં આવે છે. ટ્વિંકલ ખન્નાએ 27 વર્ષની ઉંમરમાં પોતાના પ્રેમી અને સાથી કલાકાર અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા હતા.

8) નીતુ સિંહ અને ઋષિ કપૂર :

એ વાત તો સાચી છે કે ઋષિ કપૂરને કોઈ ઓળખાણની જરૂર નથી. બોલીવુડની ફિલ્મી દુનિયામાં એમનું મોટું નામ છે, અને તે પ્રખ્યાત કપૂર ખાનદાન માંથી છે. નીતુ સિંહે માત્ર 21 વર્ષની ઉંમરમાં ઋષિ કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. અને એ સમયે ઋષિ કપૂર પોતાના ફિલ્મી કરિયરના શિખર પર ઉચ્ચ સ્થાન પર હતા. એમના બે બાળકો રિધિમાં કપૂર અને રણબીર કપૂર છે.

9) ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર :

જયારે પણ ધર્મેન્દ્રનું નામ આવે છે તો તરત જ હેમા માલિની આપણા મગજમાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે એમની પહેલી પત્ની પ્રકાશ કૌર હતી. ધર્મેન્દ્રએ પ્રકાશ સાથે જયારે લગ્ન કર્યા હતા ત્યારે પ્રકાશ કૌરની ઉંમર માત્ર 19 વર્ષ હતી. આ કપલના ચાર બાળકો સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજેતા દેઓલ છે. હેમા માલિની ધર્મેન્દ્રની બીજી પત્ની છે.

10) સુનિધિ ચૌહાણ અને બોબી ખાન :

સુનિધિ ચૌહાણ સંગીતની દુનિયાનું જાણીતું નામ છે. સુનિધિ ચૌહાણે માત્ર 18 વર્ષની ઉંમરમાં કોરિયોગ્રાફર બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા. એમને બોબી સાથે પ્રેમ થઇ ગયો હતો. એમના લગ્ન 2002 માં થયા હતા અને 2003 માં તૂટી પણ ગયા. ત્યારબાદ સુનિધિના બીજા લગ્ન મ્યુઝિક કંપોઝર હિતેશ સોનિક સાથે વર્ષ 2012 માં થયા.

11) દિવ્યા ભારતી અને સાજિદ નાડિયાડવાલા :

અભિનેત્રી દિવ્યા ભારતીએ વર્ષ 1992 માં બોલીવુડના ફિલ્મ મેકર અને ડાયરેક્ટર સાજિદ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે દિવ્યા માત્ર 18 વર્ષની હતી. લગ્નના થોડા દિવસો પછી જ દિવ્યાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. અને આ વાત આજે પણ એક કોયડો છે.