બોબી દેઓલનો દીકરો એમના દાદા અને પપ્પાથી પણ વધુ સ્માર્ટ અને હેન્ડસમ છે, ફોટા જોઇને ફિદા થઇ જશો

0
3651

બોલીવુડના મોટાભાગના કલાકારો હંમેશા કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. પણ ૯૦ ના દશકમાં સોલ્જર જેવી સુપરહિટ ફિલ્મ આપવા વાળા બોબી દેઓલનું કુટુંબ લાઈમલાઈટથી દુર જ રહે છે. અને તમે પણ ભાગ્યે જ તેમની પત્ની અને બાળકોને કેમેરામાં કે મીડિયા દ્વારા સ્પોટ કરેલા જોયા હશે.

પરંતુ હંમેશા લાઈમલાઈટથી દુર રહેવા વાળા બોબી દેઓલનો દીકરો આર્યમાન દેઓલને પહેલી વખત લોકો વચ્ચે જોવા મળ્યો. અને એ પણ ત્યારે જયારે તેમણે પહેલી વખત પપ્પા બોબી દેઓલ સાથે પબ્લિક અપીયરેંસ આપ્યું. ૨૧ વર્ષનો આર્યમાન પોતાના પપ્પા બોબી દેઓલ સાથે વિદેશમાં થયેલા એક એવોર્ડ શોમાં ગયો હતા. ત્યાંથી પાછા ફરતી વખતે આર્યમાન મીડિયાના કેમેરાથી બચી ન શક્યો અને એયરપોર્ટ ઉપર જ તેને સ્પોટ કરી લેવામાં આવ્યો.

જાણકારી માટે જણાવી દઈએ કે, બોબી દેઓલનો દીકરો આર્યમાન પોતાના દાદા અને પપ્પાથી પણ વધુ સ્માર્ટ અને હેન્ડસમ છે. તો પછી બોબીએ પોતાના આ કુટુંબના આ હેન્ડસમ સભ્યને લાઈમલાઈટથી દુર કેમ રાખ્યો? આવો જણાવીએ તમને એની હકીકત અને પરિચય કરાવીએ તેના કુટુંબીજનો સાથે.

આજનો સમય એવો છે કે લોકો પોતાનું સ્થાન બોલીવુડમાં બનાવી રાખવા માટે પોતાના કુટુંબને લાઈમલાઈટમાં જાળવી રાખે છે. એવામાં બોબી દેઓલ આ બધાથી દુર રહે છે. અને તમે કદાચ જ તેના કુટુંબને કોઈ ઇવેન્ટ કે એવોર્ડ શો માં જોયા હશે. તેમણે હાલમાં જ એક ઈન્ટરવ્યું દરમિયાન પોતાના બાળકોને લાઈમલાઈટથી દુર રાખવાનું કારણ જણાવ્યું.

તેમણે જણાવ્યું હતું, “માણસ માટે પ્રાયવસી ઘણી જરૂરી હોય છે, અને આજકાલ પેપરાજી કલ્ચરને કારણે તે લગભગ ખલાસ જેવું થઇ ગયું છે. મારા બાળકો હાલમાં અભ્યાસ કરી રહ્યા છે, અને હું નથી ઈચ્છતો કે તે બોલીવુડમાં આવવા પણ માંગે છે કે નથી. આમ તો જો તે આ લાઈનમાં આવવા માંગે તો તે લાઈમલાઈટનો ભાગ બની જ જશે.”

અને પોતાની પત્ની વિષે વાત કરતા બોબી દેઓલે જણાવ્યું કે, તેમની પત્ની તાન્યા પણ લાઈમલાઈટ દુર રહેવાનું પસંદ કરે છે. તે ધંધાથી ઈંટીરીયર અને ફેશન ડિઝાઈનર છે, અને બોબીની બે ફિલ્મો માટે તેમણે કોસ્ટ્યુમ પણ બનાવ્યા હતા.

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, બોબીની પત્ની તાન્યા ‘ધી ગુડ અર્થ’ ના નામથી પોતાનો ફર્નીચર અને ઈંટીરીયર ડેકોરેશનનો બિઝનેસ કરે છે. અને ઘણા બોલીવુડ સ્ટાર્સ અને બિઝનેસમેન તેમના ગ્રાહક છે. બોબીએ તાન્યા આહુજા સાથે ૩૦ મે ૧૯૯૬ ના રોજ લગ્ન કર્યા હતા. જેથી તેને બે દીકરા આર્યમાન અને ધરમ થયા.

બોબી દેઓલના કરિયરની વાત કરીએ, તો હાલના દિવસોમાં એમનું સ્ટારડમ નથી ચમકતું. પણ એમણે ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે વર્ષ ૧૯૭૭ માં આવેલી પિતા ધર્મેન્દ્રની ફિલ્મ ધર્મ-વીરમાં એમના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ તેમણે વર્ષ ૧૯૯૫ માં ફિલ્મ બરસાત દ્વારા ડેબ્યુ કર્યું. આ ફિલ્મ સુપરહિટ રહી અને ઇન્ડસ્ટ્રીને એક એક્શન હીરો મળી ગયો.

ત્યારબાદ બોબીએ સોલ્જર, બાદલ, બિચ્છુ, ક્રાંતિ, જુર્મ, ગુપ્ત, આશિક, કિસ્મત, હમરાજ, અજનબી, ટેંગો ચાર્લી જેવી એક્શન થ્રીલર ફિલ્મોમાં કામ કર્યું. તે ઉપરાંત તેમણે પોતાના પિતા અને ભાઈ સાથે ફિલ્મ યમલા પગલા દીવાનાની 3 સીરીઝ કરી. બોબીએ ઘણા વર્ષો પછી ફિલ્મ રેસ-૩ દ્વારા સારી રીતે પાછા ફર્યા છે, પણ એ ફિલ્મ કાંઈ ખાસ કમાલ નહિ દેખાડી શકી.