બોબી દેઓલે પાણીમાં ટ્વીન્કલ સાથે કર્યુ હતું આ ગંદુ કામ, જાણીને ભડકી ગયા હતા અક્ષય કુમાર

0
1711

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની વાત કરીએ તો એક એવા અભિનેતા છે, જેમને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. અને તે વર્ષમાં ૪ ફિલ્મો તો આરામથી કરી લે છે. જેમાંથી મોટાભાગની ફિલ્મો હીટ સાબિત થાય છે. અને તેમની દરેક ફિલ્મનો કોનસેપ્ટ પણ જુદો હોય છે. દરેક ફિલ્મમાં એમનો એ પ્રયત્ન રહે છે કે, તે દર્શકોને કાંઈક નવું આપી શકે. હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘કેસરી’ દર્શકોને ઘણી પસંદ આવી હતી. ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર સારી એવી કમાણી કરી હતી.

અને અક્ષય કુમાર આજકાલ સામાજિક મુદ્દા ઉપર ઘણી બધી ફિલ્મ બનાવી રહ્યા છે. અને એમની આવનારી ફિલ્મોમાં ગુડ ન્યુઝ, મિશન મંગલ, હાઉસફુલ 4 અને સૂર્યવંશી શામેલ છે. એમના અંગત જીવનની વાત કરીએ તો ૧૭ જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ ટ્વિન્કલ અને અક્ષયના લગ્ન થયા હતા. ટ્વિન્કલ સાથે લગ્ન કરવા અક્ષય માટે સરળ ન હતા. તે વાતની સ્પષ્ટતા પોતે અક્ષયે એક ઈન્ટરવ્યુમાં કરી હતી.

આમ તો ટ્વિન્કલ બોલીવુડમાં પોતાનું ખાસ સ્થાન બનાવી શકી નથી. છતાંપણ હાલના દિવસોમાં કોઈને કોઈ કારણથી તે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તે એક વખત ફરી ચર્ચામાં આવી હતી. અને આ વખતે તે બોબી દેઓલને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે.

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યું દરમિયાન બોબી દેઓલે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના જુના દિવસો યાદ કરતા જણાવ્યું કે, જયારે તે આ ઈન્ડસ્ટ્રીમાં નવો નવો આવ્યો હતો ત્યારે તેનામાં પ્રોફેશનલીઝમ નામની કોઈ વસ્તુ જ ન હતી.

એ તો તમે જાણો છો કે ટ્વિન્કલ અને બોબી દેઓલે ફિલ્મ ‘બરસાત’ માં એક સાથે કામ કર્યુ હતું. અને એ ફિલ્મ વિષે વાત કરતા બોબીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મના શુટિંગ દરમિયાન તે અજાણતામાં ઘણી એવી વાતો ટ્વિન્કલ સાથે કરતો હતો જે તેણે ન કહેવી જોઈતી હતી. અને બોબીની વાતોથી ટ્વિન્કલ ગુસ્સે થઈ જતી હતી.

તેમણે એવું પણ જણાવ્યું કે, ઘણી વખત તો મારા મોઢા માંથી ગાળો પણ નીકળી જતી હતી, જે ટ્વિન્કલને જરાપણ પસંદ ન હતું. અને બરસાત ફિલ્મના શુટિંગ દરમિયાન તે બંને રીલેશનશીપમાં હોવાની અફવા પણ ઉડી હતી. પરંતુ તે ફિલ્મના પ્રીમિયર વખતે કાંઈક એવું થયું, જેને બોબી આજ સુધી ભૂલી નથી શક્યો. તે વાત કદાચ ટ્વિન્કલને પણ યાદ હશે.

બરસાત ફિલ્મના પ્રીમિયર સમયે બોબી અને ટ્વિન્કલ એક સાથે એક જ કારમાં પહોંચ્યા હતા. નર્વસ હોવાને કારણે ટ્વિન્કલ કારમાં બોબીનો હાથ પકડીને બેઠી હતી. પરંતુ પ્રીમિયર ઉપર પહોંચતા જ ટ્વિન્કલે કંઈક એવું કરી દીધું, જે જોઈને બોબી ચકિત રહી ગયો.

થયું એવું કે, કોઈ વાત ઉપર ટ્વિન્કલને ઘણો ગુસ્સો આવી ગયો અને તે ખુલીને ગાળો આપવા લાગી. તે જોઈને બોબી ચકિત રહી ગયો. કારણ કે ટ્વિન્કલને ગાળોથી ખુબ જ નફરત હતી અને એ જ ટ્વિન્કલ હવે સૌની સામે ગાળો બોલી રહી હતી. આજે જયારે પણ બન્ને આ કિસ્સો યાદ કરે છે, તો તેમને હસવું આવી જાય છે.

તેમજ એક વખત તો અક્ષય કુમાર પણ બોબી અને ટ્વિન્કલ ઉપર નારાજ થઈ ગયા હતા. વાત તે સમયની છે જયારે અક્ષય અને બોબી દેઓલ એકસાથે ફિલ્મ ‘અજનબી’ ના શુટિંગ પર હતા. તે દરમિયાન ટ્વિન્કલ ખન્ના અક્ષય કુમારને મળવા સેટ ઉપર પહોંચી. અને તે સ્થળે તેનો મિત્ર બોબી દેઓલ પણ હાજર હતો. ઘણી વાતો કર્યા પછી ટ્વિન્કલ અને બોબીએ સનબાથ લીધો. તે વાત અક્ષયને ન ગમી અને તે નારાજ થઈ ગયો. ત્યાર પછી બોબી દેઓલે સ્પષ્ટતા પણ કરી.