બોમ્બે સ્ટાઈલ ભેળ બનાવવાની સરળ રીત, આ ચટાકેદાર ભેળ જોતા જ મોંમાં પાણી આવી જશે

0
9240

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ વિશેષ લેખમાં સ્વાગત છે. મોટાભાગના ઘરોમાં ખાવાપીવાનું કામ ઘરની મહિલાઓ જ સાંભળતી હોય છે. અને એમણે બીજા પણ કામ સંભાળવાના હોય છે. એવામાં રોજ રોજ નાસ્તામાં કે જમવામાં શું અલગ બનાવવું એ વિષે એમને મૂંઝવણ રહેતી હોય છે.

જયારે પણ કંઈ પણ બનાવવું હોય તો ઘરના નાના-મોટા દરેકની પસંદનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. અને જયારે અચાનક કોઈ મહેમાન આવી જાય તો એમના માટે તકલીફ વઘી પડે છે. તો આજે અમે તમને એક એવી વાનગી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે નાના મોટા દરેકને ભાવતી હોય છે. અને એ રેસિપી છે બનાવવામાં સરળ પણ ખાવામાં ચટપટી બોમ્બે સ્ટાઈલ ભેળ. તમારા ઘરમાં બધાને ચાટ તો ભાવતી જ હશે. તો પછી આજે બોમ્બે સ્ટાઈલ ભેળ બનાવતા શીખી લો.

(1) બોમ્બે સ્ટાઈલ ભેળ માટે જરૂરી સામગ્રી :

10-12 મેંદાની પૂરી,

બે કપ સાદા મમરા,

બે મોટી ચમચી જીણા સમારેલા ટામેટા,

અડધો કપ જીણી સેવ,

બે મોટી ચમચી બાફેલા સમારેલા બટાકા,

એક ચમચી કોથમીર-મરચાની તીખી ચટણી,

બે મોટી ચમચી જીણી સમારેલી ડુંગળી,

એક ચમચી આંબલી-ખજૂરની મીઠી ચટણી,

એક ચમચી જીણી સમારેલી કોથમીર,

એક ચમચી લીંબૂનો રસ,

ચપટી ચાટ મસાલો,

મીઠું સ્વાદ અનુસાર.

(2) લીલી ચટણી બનાવવા માટેઃ

દોઢ ચમચી દાળીયા

અડધી ચમચી ચાટ મસાલો

8-10 તીખા લીલા મરચાં

8-10 લીમડાના પાન

બે ચમચી સમારેલી કોથમીર

2 ચમચી પાણી

મીઠું સ્વાદ અનુસાર.

કોથમીર-મરચાની ચટણી બનાવવાની રીત :

કોથમીર-મરચાની ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જારમાં દાળીયા, લીમડાના પાન, સમારેલી કોથમીર અને લીલા તીખા મરચાં લઈ એ બધાને સારીરીતે ક્રશ કરી લો. હવે તેમાં ચાટ મસાલો, મીઠું અને થોડી પાણી ઉમેરી એને ફરીથી ક્રશ કરી લો. તો તૈયાર છે તમારી કોથમીર-મરચાની ચટણી.

ભેળ બનાવવાની રીત :

ચટણી બની ગયા પછી એક કોરા બાઉલમાં સાદા મમરા લો. પછી તેમાં મેંદાની પૂરીના નાના-નાના ટુકડાં કરીને મિક્સ કરો. પછી તેમાં સમારેલા બાફેલા બટાકા, સમારેલા ટામેટાં, સમારેલી ડુંગળી, મીઠું તેમજ લીંબૂનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એ મિશ્રણમાં કોથમીર-મરચાની ચટણી અને ગળી ચટણી એડ કરો. તો તૈયાર છે તમારી ચટપટી બોમ્બે સ્ટાઈલ ભેલ. હવે તેને બાઉલમાં લઈ એના પર સમારેલી કોથમીર અને ચપટી ચાટ મસાલો ભભરાવી સર્વ કરો. ઘરના સભ્યોને આ ભેળ ખુબ ભાવશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.