BMW કારમાં કચરો ભરી રહ્યો છે વ્યક્તિ, તેની પાછળનું કારણ ચકિત કરી દેશે.

0
200

જાણો કેમ આ યુવાન પોતાની લક્ઝરી કાર BMW માં ભરી રહ્યો છે કચરો, કારણ એવું જે કોઈએ વિચાર્યું પણ નહિ હોય. ઝારખંડના રાંચીમાં એક ઘણો જ અલગ નજારો જોવા મળ્યો. અહીં એક વ્યક્તિ પોતાની લક્ઝરી BMW કારમાં રસ્તા પર પડેલો કચરો ભરાવતો જોવા મળ્યો. રાંચીના એક યુવા વ્યાપારી પ્રિંસ શ્રીવાસ્તવ દ્વારા પોતાની ડ્રિમ કારમાં કચરો ભરાવવાની ઘટનાએ દરેકને ચક્તિ કરી દીધા.

હકીકતમાં પ્રિંસ શ્રીવાસ્તવે પોતાના પિતાને ગિફ્ટ આપવા માટે બીએમડબ્લ્યુ કાર ખરીદી હતી. પણ કાર ખરીદ્યા પછી તે સતત પરેશાન થતા રહ્યા. બીએમડબ્લ્યુના સર્વિસ સેંટર પર ગયા પછી પણ તેમની તે કિંમતી લક્ઝરી કાર રીપેર થઈ નહિ. જેના લીધે પ્રિંસે ઘણું પરેશાન થવું પડી રહ્યું છે.

આ દરમિયાન પ્રિંસે પોતાની બીએમડબ્લ્યુ કાર રીપેર કરાવવા માટે ઘણો ખર્ચ કરવો પડ્યો. એટલું જ નહિ પ્રિંસ વર્કશોપના માલિકના વર્તનથી પણ ઘણા પરેશાન હતા. એટલા માટે તેમણે પોતાની બીજી બીએમડબલ્યુ કારને કચરો ઉપાડવાના કામમાં લગાવી દીધી.

પ્રિંસે જણાવ્યું કે, ક્રિકેટર ઈશાન કિશન, રણજી ક્રિકેટર અજાતશત્રુની પણ આવી જ ફરિયાદ છે. તે પણ પોતાની કારને લઈને એવી જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કારની સર્વિસિંગ અને રિપેરિંગ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ છે. વારંવાર ફરિયાદ કર્યા પછી પણ રાંચીમાં આવેલા સર્વિસ સેંટર અને શો-રૂમ પ્રબંધન તરફથી કોઈ પણ સંતોષકારક એક્શન નથી લેવામાં આવ્યો.

પ્રિંસ શ્રીવાસ્તવનું કહેવું છે કે, જો જલ્દી જ તેમની સમસ્યાનું સમાધાન નહિ થયું તો તે 29 નવેમ્બરે સાથે મળીને બીએમડબ્લ્યુ કારમાં કચરો ઉપાડશે. આ બાબતને લઈને પ્રિન્સ જલ્દી જ કોર્ટનો દરવાજો ખખડાવવાના છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.