તમારા શરીર પર પણ છે આવા નિશાન, તો આ લેખ જરૂર વાંચજો, એનો ઈલાજ અહીં મળશે

0
4955

શરીર પર કોઈ પણ પ્રકારના નિશાન આપણને પસંદ નથી હોતા. તેવામાં આપણે આપણા શરીર પર રહેલા નિશાનને દુર કરવાં માંગતા હોઈએ છીએ. એવામાં ઘણીવાર જોવામાં આવે છે કે અમુક લોકોના શરીર ઉપર અચાનક જ વાદળી જેવા નિશાન જોવા મળે છે. તમે કદાચ જોયું હશે કે વાદળી જેવા નિશાન હંમેશા ઈજા થયા પછી જ પડે છે. પણ જો વાદળી જેવા નિશાન ઈજા થયા સિવાય પડે તો તમને તેનાથી ઘણા નુકશાન થાય છે, એ તમારે જરૂર જાણી લેવા જોઈએ. આજે આ લેખના માધ્યમથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શરીર ઉપર કોઈ કારણ વગર વાદળી જેવા નિશાન કેમ પડે છે?

ઘણીવાર તમે જાતે જોયું હશે કે તમને કોઈ ઈજા થયા પછી વાદળી જેવા નિશાન પડી જાય છે. એવું લોહીની ધમનીઓને નુકશાન પહોચવાને કારણે થાય છે. ડોક્ટરના જણાવ્યા મુજબ ઈજા થયા પછી લોહી નીકળે છે અને આજુ બાજુની કોશિકાઓમાં ફેલાઈ જાય છે, જેને કારણે વાદળી રંગ જેવા નિશાન પડી જાય છે. વાદળી રંગ જેવા નિશાન પડવાનું કારણ ઈજા થયા પછી શરીરની પ્રતિક્રિયા હોય છે. મેડીકલની ભાષામાં તેને કન્ટુશન એટલે અંદરની ઈજા કહેવામાં આવે છે. ડોક્ટરનું માનવું છે કે વાદળી રંગ જેવા નિશાનને કારણે વધતી ઉંમર, પોષણની કમી અને હેમોફીલીયા અને કેન્સર જેવી બીમારીઓ થઇ શકે છે.

એટલા માટે મિત્રો, જો તમારા શરીર ઉપર કોઈ કારણ વગર વાદળી જેવા નિશાન પડી જાય છે, તો તેનું કારણ પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે. આ કારણે તમારે તમારા ભોજનમાં પોષક તત્વ વાળા આહારનું સેવન તરત શરુ કરી દેવું જોઈએ. તેનું બીજું કારણ વધતી ઉંમર હોઈ શકે છે. ત્રીજું કારણ દવાઓ અને સપ્લીમેન્ટનો ઉપયોગ હોઈ શકે છે, તેથી દવાઓ અને સપ્લીમેન્ટના ઉપયોગમાં સાવધાની રાખો. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, શરીર ઉપર વાદળી જેવા નિશાન પડવાના ઘણા કારણો હોઈ શકે છે અને તેના ઈલાજની રીત કારણ ઉપર આધાર રાખે છે.

હવે આવું થવા પર શું કરવું એ જાણીએ. મિત્રો જો તમારા શરીર ઉપર પણ વાદળી રંગના ડાઘ જોવા મળે છે, તો નીચે જણાવેલા ઉપાય કરો.

૧) આવા નિશાન દુર કરવા માટે બેકિંગ સોડા ઉપયોગી સાબિત થઇ શકે છે. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં ત્રણ ચમચી પાણી ભેળવીને ડાઘ ઉપર લગાવો. કુદરતી મધ અને ઓટમિલને પાણી સાથે ભેળવીને તેનું પેક બનાવીને લગાવો.

૨) આવા નિશાન પર કુવારપાઠું (એલોવેરા) ના પાંદડાને વાટીને લગાવો.

૩) અન્ય એક ઉપાય એ છે કે એની પર કાકડીના રસને ટોનરની જેમ ઉપયોગ કરો.

૪) કેન્સરના ઉપચાર દરમિયાન કિમોથેરાપીને કારણે પણ શરીર ઉપર વાદળી નિશાન પડી જાય છે. શરીર ઉપર વાદળી નિશાન પડવાથી ગભરાવું નહિ પણ ડોક્ટરની સલાહ લેવી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.