સતત પબજી રમવાને કારણે મગજમાં જામી ગયા લોહીના ગઠ્ઠા, ICU માં થયો દાખલ, જાણો વધુ વિગત

0
855

ભારતમાં ઓનલાઈન વિડીયો ગેમ PUBG ના ગાંડપણ વિષે કોઈને કાંઈ જણાવવાની જરૂર નથી. ભારતમાં PUBG ના ચક્કરમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે, અને કેટલાય છોકરાઓએ પોતાના જ ઘરમાં ચોરીઓ કરી છે. PUBG ની ટેવને કારણે કોઈ સમસ્યા થતા ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ પણ કરાવવા પડયા છે. અને હાલમાં એવા સમાચાર આવ્યા છે કે, સતત PUBG રમવાને કારણે ૧૯ વર્ષના એક છોકરાના મગજમાં લોહીના ગઠ્ઠા જામી ગયા. આવો જાણીએ સંપૂર્ણ ઘટના વિષે.

આ સંપૂર્ણ ઘટના તેલંગણાની છે. અને આ ઘટનાએ એક વખત ફરીથી સાબિત કરી દીધું છે કે, ઓનલાઈન ગેમ્સથી યુવાનોનું જીવન કેવું બરબાદ થઇ રહ્યું છે. તેલંગણાના વનપાર્થી જિલામાં દિવસ રાત PUBG ગેમ રમવાને કારણે ૧૯ વર્ષના યુવકના મગજમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે, અને હાલત બગડવાને કારણે તેને સીટી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.

અહેવાલના જણાવ્યા મુજબ, પબજી રમવાને કારણે બીમાર પડેલ વિદ્યાર્થી બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, તેનું ખાવાપીવાનું અવ્યવસ્થિત થઇ ગયું છે, અને તેને કારણે અચાનકથી તેનું વજન ઓછું થવા લાગ્યું હતું. તે દિવસમાં ૬-૭ કલાક પબજી રમતો હતો.

૨૬ ઓગસ્ટના રોજ તેના જમણા પગ અને હાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં ઈલાજ દરમ્યાન જાણવા મળ્યું કે સતત પબજી રમવા અને ખરાબ ન્યુટ્રીશનને કારણે તે ડીહાઈડ્રેશનનો ભોગ બન્યો છે. ડોકટરોએ તે પણ જણાવ્યું કે, PUBG માં કોમ્પિટિશનને કારણે તે માનસિક તણાવ સાથે પણ ઝઝૂમી રહ્યો હતો.

તેની સારવાર કરી રહેલા ડો. વિનોદ કુમારના જણાવ્યા મુજબ, તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો તો તે સંપૂર્ણ રીતે ભાનમાં પણ ન હતો, અને કાંઈ પૂછવા ઉપર જવાબ આપી રહ્યો ન હતો. પીડિતની માતાના જણાવ્યા મુજબ, તેને જયારે પણ સમય મળતો હતો તે પબજી રમતો હતો, અને વચ્ચે છાપું વહેંચવા જતો હતો.

તેની માતાએ જણાવ્યું કે, રજાના દિવસે તે આખો દિવસ પબજી રમતો હતો. આમ તો આ પહેલી વખત નથી જયારે યુવકને પબજી રમવાને કારણે હોસ્પિટલ દાખલ કરવો પડ્યો હતો. થોડા દિવસો દીવસો પહેલા પણ તેને ડીહાઈડ્રેશનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે પછી તેને રજા આપી દેવામાં આવી હતી. અને તે વખતે પણ ડીહાઈડ્રેશન પબજી રમવાને કારણે થયું હતું. કેમ કે પબજીને કારણે તેણે ખાવા પીવાનું છોડી દીધું હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.